દુધનું ઉભરાઇ જવું અને ઢોળાઈ જવું તમને આપે છે ઘણા પ્રકારનાં શુભ અને અશુભ સંકેત, જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

Posted by

હિન્દુ શાસ્ત્રોનું માનીએ તો આપણા જીવનમાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જે આપણને આપણા ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે જણાવે છે. આપણી આજુબાજુ ઘણી એવી ચીજો હોય છે, જે આપણને ભવિષ્યમાં થતા શુકન અને અપશુકનનો સંકેત આપે છે, પરંતુ આપણે તેની પર ધ્યાન નથી આપતાં. જેમ કે કાળી બિલાડી રસ્તો કાપવો, ઘરેથી નીકળતા સમયે ખાલી ડોલ રસ્તામાં જોવા મળવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કંઈ પણ થાય તેને અશુભ સંકેત માનવામાં આવે છે.

તે ઉપરાંત આવી અનેક વાતો છે જે જીવનમાં શુભ અને અશુભ થવાનો સંકેત આપે છે. આજે તમને આ પ્રકારના એક સંકેત વિશે જાણકારી આપીશું, જે ઇશારો કરે છે કે આગળ શું થશે, પરંતુ આપણે તેની નજરઅંદાજ કરી લેતા હોઈએ છીએ.

તમારી સાથે પણ એવું જરૂર થયું હશે કે મમ્મી બીજું કામ કરતા સમયે તમને ગેસ ઉપર રાખેલું દૂધનું ધ્યાન રાખવાનું કહ્યું હોય. જ્યારે આપણે ત્યાં ઊભા હોઈએ છીએ ત્યારે દૂધ નથી ઉભરાતું પરંતુ જેવા આપણે એક મિનિટ માટે નજર હટાવીએ છીએ, તો દૂધ ઉભરાઈને બહાર નીકળી જતું હોય છે. જોવામાં આવે તો તે એક સામાન્ય વાત છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ક્યારેય દૂધ ઉભરાઈને વાસણમાંથી નીચે પડી જાય છે તો તે આપણને આપણાં ભવિષ્ય સાથે જોડાયેલો સંકેત આપે છે. આજે તમને આ લેખમાં તેનાથી મળતા સંકેત વિશે જણાવીશું.

વાસણ માંથી ઠંડુ દુધ ઢોળાવું

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર જ્યારે ઠંડું દૂધ વાસણમાં ઉભરાઇ જાય છે, ત્યારે તે ભવિષ્યમાં થતી કોઈ અશુભ ઘટના થવાનો સંકેત આપે છે જે તમારા ભવિષ્યમાં બનવાનું છે. તેથી જ્યારે પણ ઠંડું દૂધ વાસણમાં પડે છે તેને નજરઅંદાજ ના કરવું. કારણ કે તે ભવિષ્યમાં થતી અશુભ ઘટનાઓ સંકેત આપે છે. તે વાતનું ધ્યાન રાખવું કે ઠંડું દૂધ ભૂલથી પણ વાસણમાંથી ના ઢોળાઇ જાય.

ઉકળતું દૂધ વાસણમાંથી નીચે ઢોળાઈ જવું

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગેસ પર રાખેલું દુખતું હોય અને તે ઉભરાઇ જાય છે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જી હાં, જો ક્યારેય ગરમ દુધ વાસણ માંથી બહાર નીકળી જાય છે, ત્યારે સમજી લેવું કે તમારા જીવનમાં ખૂબ જ જલદી કોઈ ખુશીના સમાચાર આવવાના છે. પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે જાણી જોઈને દૂધ વાસણ માંથી બહાર ના આવવું જોઈએ, તે અજાણતા જ થવું જોઈએ ત્યારે જ તેને શુભ સંકેત માનવામાં આવે છે.