દુખનાં સમયમાં શ્રીકૃષ્ણની આ વાતો તમને ખુબ જ કામ આવશે, પરિસ્થિતિઓ સાથે લડવામાં મળશે મદદ

ભાગવત ગીતામાં ઘણા બધા ઉપદેશ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવ્યા છે. જેને વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે છે તો તેના જીવનની લગભગ બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. મહાભારતના યુદ્ધ સમયે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપ્યા હતા, જેના લીધે તેમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો ભગવદ ગીતા અવશ્ય વાંચવી જોઈએ. ભગવદ્ ગીતામાં એવા ઘણા ઉપદેશ છે જે તમારા જીવનમાં નવો બદલાવ લાવી શકે છે. આ મહત્વપૂર્ણ વાતો તમને પોતાના જીવનમાં સફળતા તરફ લઈ જવામાં સહાયક સાબિત થઈ શકે છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે, જ્યારે અધર્મ વધવા લાગે છે તો ભગવાન દરેક યુગમાં કોઇ ને કોઇ અવતારમાં રૂપ ધારણ કરે છે અને અધર્મનો નાશ કરીને ધર્મની રક્ષા કરે છે. આજે અમે તમને ભગવદ્ ગીતા અનુસાર એવી અમુક મહત્વપૂર્ણ વાતો જણાવવાના છીએ, જે શ્રીકૃષ્ણ દ્વારા બતાવવામાં આવી છે. જો તમે પણ આ વાતોનો અમલ કરો છો, તો દુઃખના સમયમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ભગવાન શ્રીકૃષ્ણની વાતો

ભગવત ગીતાના એક શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણએ માનવ શરીરને એક કપડાનો ટુકડો કહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે માનવ શરીર એક કપડું છે, જે દરેક જન્મમાં આત્મા બદલી લે છે. તેનો અર્થ છે કે માનવ શરીરની આત્મા અસ્થાયી વસ્ત્ર છે. માનવ ની ઓળખાણ તેના શરીરથી નહીં પરંતુ મન અને તેની આત્મા થી કરવી જોઈએ.

ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે મનુષ્યનો ક્રોધ તેના માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે જ્યારે મનુષ્યને ક્રોધ આવે છે તો તેવા સમયે મનુષ્યની અંદર એક ભ્રમ ઉત્પન્ન થાય છે. જેના લીધે મનુષ્યને સારા અને ખરાબ ની ઓળખ બિલકુલ રહેતી નથી. જેના કારણે મનુષ્ય ક્રોધનો માર્ગ છોડીને શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણે ગીતા ઉપદેશમાં જણાવ્યું છે કે કોઈપણ વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તો તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. પછી તે સંબંધોમાં મીઠાશ હોય કે સંબંધોમાં કડવાશ હોય, બધાનું સંતુલન હોવું ખૂબ જ જરૂરી છે. જો જરૂરિયાત કરતાં વધારે પ્રેમ હોય તો તેના લીધે વ્યક્તિ હંમેશા ચિંતિત રહેશે. જો જરૂરિયાત કરતાં વધારે કડવાશ હોય તો પણ વ્યક્તિ દુઃખી રહેશે. એટલા માટે વ્યક્તિએ પોતાના જીવનમાં આ બધી ચીજોનું સંતુલન બનાવીને ચાલવું જોઈએ.

વ્યક્તિ જો પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે સ્વાર્થને કારણે વ્યક્તિ પોતાના લોકોથી દૂર થતો જાય છે. જો તમે પણ પોતાના જીવનમાં ખુશીઓ પ્રાપ્ત કરવા માંગો છો તો તમે પોતાના દરેક કાર્યને નિસ્વાર્થ ભાવથી કરો.

એવું માનવામાં આવે છે કે જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે. ભગવાન મનુષ્ય સાથે હંમેશા રહે છે. મનુષ્ય કોઈ સારું કાર્ય કરે અથવા ખરાબ કાર્ય કરે દરેક સમયે ભગવાન તેની સાથે રહે છે. મનુષ્ય એ સત્યનો માર્ગ અપનાવવો જોઈએ, ત્યારે જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને તેના ભવિષ્યની ચિંતા રહે છે, ના ભૂતકાળની ચિંતા હોય છે.

મનુષ્ય ક્યારેય પણ શંકા કરવી જોઈએ નહીં. કારણ કે શંકા મજબૂત થી મજબૂત સંબંધને પણ સમાપ્ત કરી દે છે, જેના કારણે મનુષ્ય ને દુઃખી થવું પડે છે.