એક-એક પૈસા માટે મોહતાજ બની ગયા હતા આ સિતારાઓ, કોઈને ગાર્ડની નોકરી કરવી પડી તો કોઈને બંગલો વેંચવો પડ્યો

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યારે કોનો સમય બદલી જાય તે નિશ્ચિત રહેતું નથી. બોલિવૂડમાં ક્યારેક ક્યારેક અમીર પણ કંગાળ બની જતા હોય છે અને કંગાળ પણ રાતોરાત અમીર બની જાય છે. પરંતુ ક્યારેક ક્યારેક અમુક અભિનેતા એવી હાલતમાં નજર આવે છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને ઇન્ડસ્ટ્રીના અમુક આવા મજબૂર અભિનેતાઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેઓ એક સમયમાં બોલિવૂડ પર રાજ કરતા હતા, પરંતુ ધીરે-ધીરે તેમની હાલત એવી બની ગઈ છે હવે લોકો તેમને ઓળખી પણ શકતા નથી.

સતિશ કૌલ

અમિતાભ બચ્ચન અને દિલીપકુમાર સાથે કામ કરી ચૂકેલા અભિનેતા સતીશ કૌલે પોતાની જિંદગીના ૧૦ વર્ષ આર્થિક તંગીમાં પસાર કર્યા હતા. જાન્યુઆરી ૨૦૧૯ માં જ્યારે તેમના વિશે સમાચાર આવ્યા તો પંજાબ સરકારે તેમની મદદ કરવા માટે પાંચ લાખ રૂપિયા આપ્યા. હકીકતમાં સતીશ ની પાસે જે જમા થયેલ રકમ હતી તે એક બીઝનેસને કારણે ખતમ થઈ ગઈ. ત્યારબાદ સતીશ ની હાલત થોડા મહિના પહેલાં એવી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. સતીશ ની પાસે પોતાનો ઈલાજ કરવા માટે પણ પૈસા ન હતા. જ્યારે આ વાત મીડિયામાં આવી તો બોલીવુડના અમુક લોકોએ તેમની સહાયતા કરી.

પુજા ડડવાલ

સલમાન ખાનની ફિલ્મોમાં તેમની સાથે કામ કરી ચૂકેલ અભિનેત્રી પૂજા ડડવાલ ની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ પોતાની બીમારીનો ઈલાજ પણ કરાવી શકતા ન હતા. પૂજા ડડવાલે જણાવ્યું હતું કે તેમણે સહાયતા માટે સલમાન ખાન સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શકયો ન હતો. જ્યારે સલમાન ખાનને આ વાતની જાણકારી મળી તો તેઓ પૂજાની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. હવે પૂજા સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ છે. અમે તમને જણાવી દઈએ કે પૂજાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ વીરગતિ થી કરી હતી. આ ફિલ્મમાં પૂજાની સાથે સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં હતા.

સવી સિધ્ધુ

સવી સિધ્ધુએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત અનુરાગ કશ્યપની ફિલ્મ “પાંચ” થી કરી હતી. વળી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ શકી ન હતી. ત્યારબાદ તેઓએ અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાલ અને બ્લેક ફ્રાઇડે માં કામ કર્યું. સવી સિધ્ધુ અક્ષય કુમારની સાથે પટિયાલા હાઉસ માં પણ નજર આવ્યા હતા. સવી ની પાસે કામની કમી હતી નહીં. તેમણે યશરાજ બેનર અને સુભાષ ઘાઈની ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમણે પોતાના અંગત કારણોને લીધે બોલીવુડ છોડવું પડયું અને પોતાનો ખર્ચ ચલાવવા માટે ગાર્ડની નોકરી કરવી પડી.

રાજેન્દ્ર કુમાર

રાજેન્દ્ર કુમાર પોતાના સમયમાં ખૂબ જ મશહૂર અભિનેતા હતા. વર્ષ ૧૯૬૩ થી ૧૯૬૬ દરમ્યાન રાજેન્દ્ર કુમારની બધી જ ફિલ્મ સુપરહિટ રહી હતી. એવું કહેવામાં આવે છે કે આ સમયમાં સિનેમાઘરમાં રાજેન્દ્ર કુમારની ફિલ્મો જ લાગેલી રહેતી હતી અને લગભગ બધી ફિલ્મોએ સિલ્વર જ્યુબેલી મનાવી હતી. એટલા માટે રાજેન્દ્ર કુમારને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જ્યુબેલી કુમારનાં નામથી પણ ઓળખવામાં આવતા હતા. એક એવો સમય પણ આવ્યો જ્યારે રાજેન્દ્ર કુમારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પૈસાની અછતને કારણે રાજેન્દ્ર કુમારને પોતાનો બંગલો રાજેશ ખન્નાને વેચવો પડ્યો. તે સમયે તેમના બંગલાનું નામ ડિમ્પલ હતું. લોકોનું કહેવું છે કે જે સમયે રાજેન્દ્રકુમારે પોતાનો બંગલો ખાલી કર્યો હતો તે રાતે તેઓ ખૂબ જ રડ્યા હતા.

મહેશ આનંદ

બોલિવૂડના મશહૂર વિલન મહેશ આનંદનું વર્ષ ૨૦૧૯માં મૃત્યુ થઈ ગયું હતું. મહેશ આનંદ ની બોડી સડેલી હાલતમાં તેમના બંગલામાંથી મળી. મહેશ આનંદ ની ઉંમર ૫૭ વર્ષ હતી અને તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ૧૮ વર્ષથી તેમને ફિલ્મોમાં કામ મળ્યું ન હતું.