એક જ મહિનામાં કરોડોનું કરજ પણ થઈ જશે દુર, હનુમાનજીનાં મંદિરમાં જઈને ચડાવી દો આ ૧ ચીજ

Posted by

દરેક વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ કામ માટે પૈસાની જરૂરિયાત પડે છે, પરંતુ મોંઘવારીના સમયમાં યોગ્ય રીતે પોતાનું જીવન પસાર કરવું અમુક લોકો માટે મુશ્કેલ બની જાય છે. જેના કારણે તેમણે પોતાના નજીકના લોકો પાસેથી પૈસા ઉછીના લેવાની જરૂરિયાત મહેસુસ થવા લાગે છે. ક્યારેક ક્યારેક પૈસા નું ભારણ એટલું ચડી જાય છે કે તેને ચુકવવું મુશ્કેલ બની જાય છે અથવા તો એવું કહી શકાય છે કે સાંપે છછુંદર ગળ્યા જેવી પરિસ્થિતિ બની જાય છે.

આવી સ્થિતિમાં તમારે હનુમાનજીના અમુક ઉપાય કરવા જોઈએ. જેનાથી તમે કોઈપણ પ્રકારના કરજમાંથી મુક્ત બની શકો છો. જો કોઈ કારણને લીધે તમે કરજના બહુ જ હેઠળ દબાઈ ગયા છો તો તેના માટે તમારે હનુમાનજીના શરણમાં જરૂરથી જવું જોઈએ. તેનાથી તમને તુરંત જ કરજમાંથી મુક્તિ મળી જશે.

હનુમાનજીની પુજા અને તેમની ભક્તિ માટે મંગળવાર અને શનિવાર નો દિવસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમે કરજ માંથી મુક્તિ મેળવવા માંગો છો તો આ બંને દિવસ ઉત્તમ છે. જો તમે પણ કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધેલા છે તો મંગળવારના દિવસે હનુમાન ચાલીસા નાં પાઠ કરો અને હનુમાનજીના મંદિરમાં જઈને તેમને નાળિયેર અર્પિત કરો. આવું કરવું શુભ માનવામાં આવે છે. ભુલથી પણ કોઈને બુધવાર અથવા રવિવારના દિવસે પૈસા ઉધાર આપવા જોઈએ નહીં.

કરજમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવારના દિવસે અમુક ચીજોનું દાન કરવું જોઈએ અને પ્રયોગ કરવો વિશેષ મહત્વપુર્ણ માનવામાં આવેલ છે. જેમ કે ત્રાંબુ, કેસર, કસ્તુરી, ઘઉં, લાલ ચંદન, લાલ ગુલાબ, સિંદુર, મધ, લાલ ફુલ, મસુરની દાળ, કરેણનાં ફુલ, લાલ મરચું, લાલ પથ્થર વગેરેનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.

કોઈપણ પ્રકારના કરજ અથવા તો ઉછીના લીધેલા પૈસા માંથી મુક્તિ મેળવવા માટે લોટમાંથી દીવો બનાવો અને દીવા ને વડના પાન ઉપર રાખીને પ્રગટાવવો જોઈએ. પાંચ પાન ઉપર પાંચ દીવા રાખો અને તેને લઈ જઈને હનુમાનજીના મંદિરમાં રાખી દો. આ ઉપાય સતત ૧૧ મંગળવાર સુધી કરો. આ ઉપાય કરવાથી તમને કરજમાંથી તુરંત મુક્તિ મળી જશે.

જે વ્યક્તિ વધારે પડતા કરજના બહુ જ હેઠળ દબાયેલ છે, તેને મંગળવાર અથવા શનિવારની રાત્રે હનુમાનજીના મંદિરમાં જઈને બે દિવા પ્રગટાવવા જોઈએ. પહેલો એક નાનો દીવો દેશી ઘી નો પ્રગટાવવો જોઈએ અને બીજો દીવો ૯ વાટ વાળો મોટો સરસવના તેલમાં બે લવિંગ ઉમેરીને દીવો પ્રગટાવવો જોઈએ. ધ્યાન રાખો કે આ દીવો આખી રાત શરૂ રહેવો જોઈએ. નાનો દીવો પોતાની જમણી તરફ રાખો અને મોટો દીવો હનુમાનજીની સામે રાખો. આ ઉપાય પાંચ મંગળવાર સુધી કરવો જોઈએ.

શનિવારના દિવસે હનુમાનજીની સામે સરસવનો દીવો પ્રગટાવો જોઈએ. ત્યારબાદ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનાં પાઠ અવશ્ય કરવા જોઈએ. માન્યતા છે કે આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે. કોશિશ કરો કે મંગળવારના દિવસે ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને દાન આપો. કરજમાંથી મુક્તિ મેળવવા માંગો છો તો શનિવાર અને મંગળવારના દિવસે સ્નાન વગેરે કાર્ય પુર્ણ કરીને “ૐ હનુમંતે નમઃ” મંત્રનો ૧૦૮ વખત જાપ કરો તથા મંગળવાર અને શનિવારનું વ્રત રાખવાથી પણ હનુમાનજીના વિશેષ આશીર્વાદ મળે છે.

માન્યતા છે કે મંગળવારના દિવસે ઋણમોચન અંગારક સ્ત્રોત નું પાઠન કરવાથી કરજ માંથી મુક્તિ મળે છે. તે સિવાય મંગળવારના દિવસે જ્યારે પણ સમય મળે ત્યારે સુંદરકાંડના પાઠ જરૂરથી વાંચવા જોઈએ. આવું કરવાથી બધા પ્રકારના કષ્ટમાંથી મુક્તિ મળે છે. મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ગાયને રોટલી ખવડાવવાથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે નાળિયેરને પોતાના માથા ઉપરથી ૭ વખત ફેરવીને નાળિયેરને હનુમાન મંદિરમાં રાખી આવવું જોઈએ. આ ઉપાય કરવાથી કરજમાંથી ખુબ જ જલ્દી મુક્તિ મળે છે.