એક સ્વસ્થ વ્યક્તિએ દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ? વજન ઓછું કરવામાં પણ મળશે મદદ

Posted by

જ્યારે તમે ઘરમાં જમતા હોય તો માં તમને બે રોટલી વધારે જ ખાવા માટે આપે છે. એવું એટલા માટે કારણ કે ભારતીય ખોરાક રોટલી વગર અધૂરો છે. રોટલીમાં ખૂબ જ વધારે તાકાત હોય છે. રોટલીમાં એટલો સારો સ્વાદ હોય છે કે શાક ગમે તે હોય પરંતુ રોટલી તો જોઈએ. નાના બાળકો જો શાક રોટલી ના ખાતા હોય તો તેમને દૂધ રોટલી કે દહીં રોટલી આપવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની ભૂખ અને ક્ષમતા પ્રમાણે રોટલી ખાય છે. અમુક લોકો વજન ઓછું કરવાના ચક્કરમાં રોટલી ખાવાનું ઓછું કરી નાખે છે. તો આજે તમને જણાવીશું કે વજન ઓછું કરવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ.

કેટલી રોટલી ખાવી જોઈએ

લગભગ દરેક ભારતીય ઘરમાં ઘઉંની રોટલી બનાવવામાં આવે છે. તેમાં ભારે માત્રામાં માઇક્રો-ન્યુટ્રિએંટ હોય છે. સાથે તેમાં પ્રોટીન અને ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે. તેવામાં જો તમે રોટલી ખાઓ છો, તો તમારું પાચન સારી રીતે થાય છે. જો તમે ૬ ઇંચ ની રોટલી ખાઓ છો, તો તમારા શરીરમાં ૧૫ ગ્રામ કાર્બન, ૩ ગ્રામ પ્રોટીન, ૦.૫ ફાઇબર મળે છે.

શરીરનું વજન ઓછું કરવા માટે તેની જાણકારી હોવી જરૂરી છે કે તમારા શરીરમાં કેટલા કાર્બનની જરૂર છે. તેવામાં તે હિસાબે રોટલી ખાવી જોઈએ. જો તમે દૂધ, સોડા અને ખાંડ ખાવ છો તો તમારા શરીરમાં કાર્બન ની માત્રા વધી જાય છે. તેવામાં રોટલી દ્વારા શરીરમાં ઓછો કાર્બ્સ જવો જોઈએ. જો તમે આવી ચીજવસ્તુઓ વધાર ખાતા હોય તો રોટલી ઓછી ખાવી જોઈએ.

કયા સમયે રોટલી ખાવાથી થશે ફાયદો

વજન ઓછું કરવા માટે કેટલી રોટલી ખાવી જોઈએ તે જાણવું જરૂરી છે. રોટલીની માત્ર પુરૂષો અને મહિલાઓ માટે અલગ અલગ હોય છે. જો તમે મહિલા છો તો તમારે ડાયટ પ્લાન દિવસમાં ૧૪૦૦ કેલરી લેવી જરૂરી છે, તો તમારે ૨ રોટલી સવારે અને ૨ રોટલી રાત્રે ખાવી જોઈએ. જો તમે પુરુષ હોય તો તમારો ડાયટ પ્લાન દિવસનો ૧૭૦૦ કેલેરીનો છે, તો તમે દિવસે અને રાત્રે ૩-૩ રોટલી ખાઈ શકો છો.

વજન ઓછું કરવા માટે માત્ર રોટલીની ગણતરી જ જરૂરી નથી, પરંતુ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે રોટલી કયા સમયે ખાવી જોઈએ. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો દિવસના સમયે રોટલી ખાવી વધારે સારું છે. રોટલીમાં ફાઇબર હોય છે જે પાચનક્રિયાને ધીમી કરે છે. જ્યારે તમે સવારે રોટલી ખાઓ છો તો સાથે તમે ખૂબ જ મહેનત કરી રહ્યા હોવ છો અને કામ કરી રહ્યા હોવ છો. તેવામાં તમને રોટલી વધુ નથી લાગતી અને તમારા શરીરને એનર્જી આપે છે.

બીજી બાજુ જ્યારે તમે રાત્રે રોટલી ખાવો છો અને સુઈ જાવ છો, તેવા તમારી પાચનક્રિયા ચાલુ થઈ જાય છે, શરીર માટે તે સારું નથી માનવામાં આવતું. તેવામાં રાતના સમયે રોટલી ખાવી યોગ્ય નથી ગણાતું. રોટલીનું સેવન ચોખાના સેવનથી યોગ્ય ગણવામાં આવે છે. રોટલીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધુ હોય છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે સાથે તે બ્લડ શુગર લેવલને ધીરે ધીરે પ્રભાવિત કરે છે. સાથે ચોખામાં ગ્લાઇસેમીક ઈન્ડેક્સ પણ વધુ હોય છે તે જલદી પચી જાય છે અને તમારા બ્લડ શુગર લેવલને ઝડપથી ઇફેક્ટ કરે છે તેવામાં રોટલી ખાવી દરેક સમયમાં યોગ્ય છે.