ફક્ત ૧૦ રૂપિયાનાં ખર્ચમાં ઘરે જ કારની વિન્ડશિલ્ડ અને હેડલાઇટને નવા જેવા ચમકાવો

તમે બધાએ જોયું હશે કે જેમ-જેમ તમારી બાઈક અથવા કાર જૂની થતી જાય છે, તેમ-તેમ તેની હેડલાઇટ અને વિન્ડશિલ્ડ પણ ધૂંધળી થવા લાગે છે અને પીળી બની જાય છે. હેડલાઇટ અને વિન્ડશિલ્ડ નાં કાચ ધૂંધળા હોવાને કારણે તમને કાર ચલાવવા અને બાઇક ચલાવવામાં પરેશાની થાય છે. કારણ કે વિન્ડશિલ્ડ ધૂંધળી થઈ જવાને કારણે તમે રસ્તા પર જોવામાં પરેશાની પડે છે. તો વળી હેડલાઇટ ધુંધળી થઈ જવાને કારણે હેડલાઈટ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. તેવામાં આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે ઘર પર જ ફક્ત ૧૦ રૂપિયાનો ખર્ચ કરીને કાર અને બાઈક ની હેડ લાઇટ અને તેને સાફ રાખી શકો છો.

તેના માટે તમારે કોઇ મોંઘુ ક્લીનર અથવા સ્પ્રે ખરીદવાની જરૂરિયાત નથી. કારણ કે આ ક્લીનર સ્પ્રે ની મદદથી તમે વિન્ડશિલ્ડ અને હેડલાઈટનાં કાચ તો જરૂરથી સાફ કરી શકો છો, પરંતુ તેમાં ખૂબ જ ખર્ચો આવે છે. કારણ કે તે કિંમતમાં ખૂબ જ મોંઘા હોય છે અને તેની કોન્ટીટી પણ ખૂબ જ ઓછી  હોય છે. જેના કારણે તમે તેનો ફક્ત ૨ થી ૩ વખત જ ઉપયોગ કરી શકો છો.

તેવામાં એક ચીજ જે તમને કામ આવી શકે છે અને તે તમારા બાથરૂમ માં રહેલ ટૂથપેસ્ટ છે. જી હાં, તમે કદાચ નહીં જાણતા હોય પરંતુ તમે આ ટૂથપેસ્ટ ની મદદથી પોતાની કાર અને બાઈક ની હેડલાઇટ અને કારનાં વિન્ડશિલ્ડને ચમકાવી શકો છો અને તે પણ ફક્ત ૧૦ રૂપિયાના ખર્ચમાં.

આવી રીતે ચમકાવો કાચ

એના માટે તમારે માર્કેટમાંથી ૧૦ રૂપિયાની કોઈપણ વ્હાઇટ ટૂથપેસ્ટ લાવવાની રહેશે. આ ટુથટેસ્ટનો ઉપયોગ કરવો ખુબ જ સરળ છે. કારણ કે તે ટ્યૂબમાં આવે છે. હવે તમારે પોતાની કારની વિન્ડશિલ્ડ અને હેડલાઇટ પર આ ટુથપેસ્ટને એપ્લાય કરવાની છે.

તમારે કારની વિન્ડશિલ્ડ અને હેડ લાઈટ નાં દરેક ખૂણામાં બેસીને આરામથી લગાવવાની છે અને અંદાજે ૧૫ મિનિટ સુધી તેને એમ જ છોડી દેવાની છે. ટુથપેસ્ટ માં સોડા હોય છે જેના કારણે આ કાચને યોગ્ય રીતે સાફ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ૧૫ મિનિટ બાદ તમારે એક ભીનું કપડું લેવાનું છે અને તેની મદદથી ધીરે ધીરે વિન્ડશિલ્ડ અને લાઈટના કાચને ધીરે ધીરે સાફ કરવાના છે. તેનાથી કાચ ખૂબ જ સરળતાથી સાફ થઈ જાય છે.

હવે તમારે પાણીની મદદથી આ ચીજોને યોગ્ય રીતે સાફ કરી લેવાની છે. જેનાથી તેના પર લાગેલ ટૂથપેસ્ટ દૂર થઈ જાય અને તમને ફરીથી નવા ચમકદાર કાચ મળશે. આવી રીતે તમે જો દરેક ૭ દિવસમાં ૧ વખત પોતાની કારના કાચને સાફ કરો છો તો તેની ચમક પહેલા જેવી જળવાઈ રહેશે અને તમારે મિકેનિક પાસે જવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે મિકેનિક ખૂબ જ પૈસા લેતા હોય છે.