ફક્ત મુંબઈ માં જ નહીં પરંતુ કેનેડા અને ગોવામાં પણ છે અક્ષય કુમારનાં મહેલ જેવા ઘર, જુઓ તસ્વીરો

બોલીવૂડના સૌથી પ્રતિભાશાળી અને સૌથી લોકપ્રિય સુપરસ્ટારની વાત કરીએ તો નિશ્ચિતરૂપે અક્ષય કુમારનું નામ ટોપ પર આવે છે. અક્ષયને અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ કઠિન સંઘર્ષ કરવો પડ્યો છે. ચાંદની ચોકની ગલીમાં આ સુપરસ્ટારે પોતાના સફરની શરૂઆત કરી હતી.

પોતાની મહેનત પ્રતિભા અને લાંબા સંઘર્ષના દમ ઉપર અક્ષય કુમાર આજે પોતાની કારકિર્દીને ખૂબ જ ઊંચાઈએ પહોંચાડી છે અને તેમની જિંદગીની આ યાત્રા બાકીના લોકો માટે પ્રેરણાસ્ત્રોત ના રૂપમાં કામ કરી રહી છે. અક્ષય કુમારનું સ્ટારડમ તેમના ફેન્સ ના દિલમાં વસી ગયું છે.

અવારનવાર દિવસોમાં તેમના ફેન્સની દિવાનગી જોવા મળે છે. સાથે અક્ષય કુમારનું નામ બોલિવૂડના સ્ટાર માં પણ આવે છે, જે લોકોને મદદ કરવા માટે સૌથી આગળ હોય છે. પુલવામાં એટેક શહીદોના પરિવારને મદદ કરવાની હોય કે ઓરિસ્સામાં આવેલા ફેની તોફાન પીડિતોની સહાય, અક્ષય હંમેશા પોતાનું દિલ હંમેશા મોટું રાખી અને કરોડો રૂપિયાની મદદ કરી છે અને આ જ કારણને લીધે અક્ષય પોતાના ફેન્સ ના દિલો પર રાજ કરે છે.

અક્ષય ની ગણતરી બોલીવૂડના સૌથી અમીર અભિનેતાઓમાં આવે છે. અક્ષય એક વર્ષમાં અનેક ફિલ્મો કરે છે અને તેમની દરેક ફિલ્મો કરોડોનો બિઝનેસ કરે છે. તેમની મહેનત ના કારણે તે એક નહીં પરંતુ અનેક બંગલાઓના માલિક છે.

તેની પાસે મુંબઈ સિવાય ગોવા અને કેનેડા જેવી ખૂબસૂરત જગ્યાઓ પર બંગલા છે. આજે આ પોસ્ટમાં તમને અક્ષયના તે બંગલા વિશે જણાવીશું, જે તમે પહેલા ક્યારેય નહીં જોયા હોય.

અક્ષય કુમારને પ્રોપર્ટીમાં રોકાણ કરવું પસંદ છે. આમ તો અક્ષય પોતાના પરિવાર સાથે મુંબઈના જૂહુ ના એક ડુપ્લેક્સમાં રહે છે, જેને ખુદ ટ્વિંકલ ખન્નાએ ડેકોરેટ કર્યો હતો. તે બંગલાની કિંમત અંદાજે ૮૦ કરોડ રૂપિયા છે, જ્યાંથી સમુદ્રનો નજારો જોવા મળે છે.

તે ઉપરાંત તેની પાસે બીજા ૨ બંગલા પણ છે, જે લોખંડવાલા અને ડુપ્લેક્સ બાન્દ્રામાં આવેલા છે. તે ઉપરાંત ટોરંટો અને ગોવામાં પણ અક્ષયના આલીશાન બંગલા અને ફ્લેટ છે. ટોરન્ટોમાં તો અક્ષય એક આખી પહાડી ખરીદી છે.

અક્ષય હંમેશા પોતાના પરિવારની સાથે ત્યાં રજા માણવા જાય છે. ગોવામાં અક્ષયનો બંગલો છે જે તેમણે ૧૦ વર્ષ પહેલાં પાંચ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમનો આ બંગલો પણ સમુદ્રના કિનારે છે. જ્યારે પણ તે ગોવા જાય છે, ત્યારે તેમના પરિવાર સાથે તેમના અને તેમના પરિવાર માટે ગોવાના મશહૂર શેફને બોલાવવામાં આવે છે.

વાત કામની કરીએ તો આ વર્ષે એક્ટર અનેક ફિલ્મોમાં જોવા મળવાના હતા, પરંતુ કોરોના વાયરસના લીધે દરેક ફિલ્મોનું શૂટિંગ રોકાઈ ગયું છે. અક્ષયની આગળ ની ફિલ્મ “લક્ષ્મી બમ” છે. જેમાં તે એક ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવી રહ્યા છે.

ફિલ્મનું પહેલું પોસ્ટર હમણાં રિલીઝ થયું હતું. આ ફિલ્મ વર્ષ ૨૦૧૧માં આવેલી તામિલ હોરર કોમેડી “કંચના” ની રિમેક છે. તે ઉપરાંત તે પૃથ્વીરાજ ચૌહાણ ની બાયોપિક મા પણ જોવા મળવાના છે.