ફક્ત સલમાને જ નહીં પરંતુ આ સિતારાઓએ પણ પોતાના કો-સ્ટારને કિસ કરવાની મનાઈ કરી હતી, નામ ચોંકાવી દેશે

બોલિવૂડમાં એવી ફિલ્મો ખૂબ જ ઓછી બને છે જેમાં એક પણ કિસિંગ સીન ન હોય. જો પડદા પર રોમાન્સ બતાવવામાં આવી રહ્યો છે, તો એકાદ કિસિંગ સીન તો જરૂર રાખવામાં આવે છે. ઘણી વખત આ સીન દ્વારા જ ફિલ્મ પર ઉંડો પ્રભાવ પડે છે. જોકે પડદા પર ઇંટીમેટ અને હોટ સીન આપવા વાળા ઘણા સિતારા એવા પણ છે. તેમણે ઘણી વખત પોતાના કો-સ્ટારને કિસ કરવાથી મનાઇ કરેલ હોય. એવું પણ નથી કે તેમણે પહેલા ક્યારેય કિસિંગ સીન આપેલ ના હોય, પરંતુ અમુક કો-સ્ટારની સાથે આ સિતારાઓ નો કિસીંગ ક્લોઝ ની સાથે કામ કરતા હોય છે. તમને તે સિતારા વિશે જણાવીએ, જેમણે પોતાના કો-સ્ટારને કિસ કરવાથી ઇનકાર કરી દીધો હતો.

સલમાન – ભાગ્યશ્રી

બોલિવુડના દબંગ ખાન પડદા પર ક્યારે કિસિંગ સીન આપતા નજર આવતા નથી. સલમાન અને ભાગ્યશ્રીને જ્યારે “મેને પ્યાર કિયા” ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવેલ હતા તો રોમાન્સ ની સાથે સાથે તેમતો એક કિસિંગ સીન પણ હતો. જોકે ભાગ્યશ્રી અને સલમાન બંને આ સીન માટે સહજ હતા નહીં. તેવામાં સલમાન ખાને સ્પષ્ટપણે આ સીન કરવાથી મનાઈ કરી દીધી હતી. વળી સલમાને ક્યારે પણ પડદા ઉપર કોઈપણ એક્ટ્રેસ સાથે કિસિંગ સીન આપેલ નથી.

એશ્વર્યા – રણબીર કપૂર

એશ્વર્યા રાય બોલિવૂડમાં ઇંટીમેંટ રોલ ખૂબ જ ઓછા કર્યા છે, પરંતુ તેઓ પહેલા પણ કિસિંગ સીન આપ્યા હતા. જોકે એશ્વર્યાએ પોતાનાથી ૯ વર્ષ નાના રણબીર સાથે ફિલ્મ “એ દીલ હે મુશ્કિલ” માં કાસ્ટ કરવામાં આવી, તો એશ્વર્યા સ્પષ્ટપણે મનાઈ કરી દીધી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણવીરના ઘણા ક્લોઝ સીન દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ બંનેએ લીપ લોક કર્યું નહીં. જો કે બંનેની ઇંટેસ કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

પ્રિયંકા ચોપડા – અન્નું કપૂર

બોલિવૂડની દેશી ગર્લ પોતાની એક્ટિંગ માં પ્રાણ પૂરવા માટે દરેક પ્રકારના રોલ કરે છે. તેમણે પડદા પર ઘણી વખત કિસિંગ સીન અને બોલ્ડ સીન્સ પણ આપ્યા છે. જોકે ફિલ્મ “સાત ખુન માફ” માં પ્રિયંકા ચોપડાએ અનુ કપૂરની સાથે એક કિસિંગ સીન શૂટ કરવાનો હતો. પરંતુ પ્રિયંકાએ તેના માટે સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી. પ્રિયંકા બોલિવુડમાં ઘણી વખત કિસિંગ સીન આપી ચૂકી છે.

કરીના કપૂર – અજય દેવગન

કરીના બોલિવૂડની ફક્ત બબલી ગર્લ નથી, પરંતુ પડદા પર ઘણીવાર બોલ્ડ અવતારમાં પણ નજર આવે છે. બેબોએ ઘણી વખત પોતાના કો-સ્ટાર સાથે કિસિંગ સીન પણ આપેલ છે. જોકે ફિલ્મ “સત્યાગ્રહ” માં કરીનાએ અજય દેવગનને કિસ કરવાથી મનાઈ કરી દીધી હતી. તેમાં તેમના રોમેન્ટિક સીનને છુપાયેલ રીતે દર્શાવવામાં આવ્યો હતો. કરીના આ પહેલા ઘણા સ્ટાર્સ સાથે ખૂબ જ બોલ્ડ સીન આપી ચૂકી છે.

ફવાદ – આલિયા

આલિયા ભટ્ટની લગભગ દરેક ફિલ્મમાં ઘણા કિસિંગ સીન હોય છે. એટલે સુધી કે તેને મજાકમાં “ન્યુ ઇમરાન હાશ્મી” પણ કહેવામાં આવે છે. જોકે ફિલ્મ “કપૂર એન્ડ સન્સ” માં આલિયાને બે હીરો મળ્યા હતા. આ ફિલ્મમાં આલિયા અને ફવાદનો કિસિંગ સીન ખૂબ જ જરૂરી હતો. પરંતુ ફવાદે આલિયાને કિસ કરવાથી મનાઈ કરી દીધી હતી. ત્યારબાદ આલિયા અને ફવાદમાં ચિટ કિસિંગ સીન શૂટ થયો હતો.