ફેન્સે કાર્તિક આર્યનને પુછ્યું – લોકડાઉનમાં તમે લગ્ન કરી લીધા છે? જવાબ સાંભળીને હસવાનું નહીં રોકી શકો

દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ઓછી થઇ નથી પરંતુ અનલોક ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકડાઉનને કારણે જે બધા કામો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, તેને ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. બોલિવૂડ અને ટીવી જગતના સ્ટાર્સ પાછલા ત્રણ મહિનાથી પોતાના ઘરમાં કેદ છે. જોકે ટીવી સીરીયલનું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે, જેનાથી સેલિબ્રિટિ સેટ પર પરત ફરી રહ્યા છે. વળી ઘણા બોલીવુડ સિતારાઓ પણ પોતાના ઘરથી બહાર નીકળી રહ્યા છે. તેવામાં મુંબઇની ગલીઓમાં ફરીથી એક વખત રોનક દેખાઈ રહી છે.

જોકે સ્થિતિ હજુ પણ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી. આમાં ઘણા સ્ટાર્સ હજુ પણ ઘરેથી જ પોતાના ફેન્સનું મનોરંજન કરી રહ્યા છે. હાલમાં જ કાર્તિક આર્યને “આસ્ક કાર્તિક” કરીને ટ્વિટર પર એક લાઈવ ચેટ ફેન્સની સાથે શેયર કરેલ છે. જેમાં ફેન્સ તેમને મજેદાર સવાલ પૂછી રહ્યા છે.

ફેન્સે કાર્તિક પર લગ્નને લઈને પૂછ્યો સવાલ


કાર્તિક આર્યન લોકડાઉનના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ નજર આવ્યા. તેમણે પોતાની બહેન અને માં ની સાથે કરવામાં આવેલી મસ્તીનાં વિડીયો સોશિયલ મીડિયા પર શેયર કર્યા. હવે તેઓ પોતાના ફેન્સ સાથે જોડાઇ રહેવા માટે ખાસ કાર્તિક “આસ્ક કાર્તિક” કરીને ટ્વિટર પર એક લાઈવ ચેટ ફેન્સની સાથે શેયર કરી રહ્યા છે. તેમાં ફેન્સ તેમને જે સવાલ પૂછે છે, કાર્તિક તેમનો મજેદાર જવાબ આપે છે. એક યૂઝરે કાર્તિકને પૂછ્યું કે, “સર, અફવા છે કે તમે લોકડાઉન માં લગ્ન કરી લીધા છે, શું તે સાચું છે?”

ફેન્સનાં આ સવાલનો જવાબ આપતા કાર્તિકે કહ્યું હતું કે, “જે હિસાબે બધુ ચાલી રહ્યું છે, તેના પરથી લાગે છે કે બાળકો પણ લોકડાઉન માં જ થઈ જશે.” વળી એક યૂઝરે કાર્તિકને પૂછ્યું કે, લગ્ન ક્યારે કરવાના છે? તેના પર પણ કાર્તિકે કહ્યું કે, “હકીકતમાં અત્યારે ખૂબ જ સારો સમય છે, ખર્ચા પણ નહીં થાય.” જણાવી દઈએ કે સામાન્ય વ્યક્તિથી લઈને ઘણા સેલિબ્રિટીએ પણ આ લોકડાઉનની વચ્ચે લગ્ન કરી લીધા છે. ત્યારબાદથી ફેન્સ કાર્તિકને પણ તેના વિશે તેમનું સૂચન જાણવા માંગે છે. વળી કાર્તિકે પોતાના જવાબથી ફેન્સને પણ ખુશ કરી દીધા છે.

જલ્દી મોટી ફિલ્મોમાં આવશે નજર

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા કાર્તિકે ચાઈનીઝ ફોનને પ્રમોટ ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા કાર્તિક એક ચાઈનીઝ ફોનનું પ્રમોશન કરી રહ્યા હતા, પરંતુ દેશમાં ચાઈનીઝ સામાનનો બહિષ્કાર થતો જોઈને તેમણે આ કંપની સાથેનો પોતાનો કરાર ખતમ કરી લીધો. તેમના આ નિર્ણયની દરેક જગ્યાએથી પ્રશંસા થઈ રહી છે. જોકે તેના વિશે કોઇ અધિકારીક ઘોષણા થઇ નથી. પરંતુ જો આવું છે તો ફેન્સ કાર્તિકના આ નિર્ણયથી ખૂબ જ ખુશ થશે.

કાર્તિક આર્યન પોતાની પાછલી ફિલ્મની સફળતાને કારણે હવે દર્શકોની નજરમાં આવી ચૂક્યા છે. કાર્તિકે ફિલ્મ “પ્યાર કા પંચનામા” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મને સફળતા મળી હતી, તેની સાથે જ કાર્તિક પણ લોકોની નજરમાં આવી ગયા હતા. જોકે તેમને સાચી સફળતા ફિલ્મ “સોનું કે ટીટુ કી સ્વીટી” થી મળી હતી. આ ફિલ્મ બાદ થી કાર્તિકને “લુકા છુપી” અને “પતિ પત્ની ઔર વો” જેવી હિટ ફિલ્મો આપી અને તેમનું નામ મોટા સ્ટાર માં આવવા લાગ્યું. જોકે તેમની પાછલી ફિલ્મ “લવ આજકલ” કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં, પરંતુ ફેન્સને કાર્તિક અને સારાની જોડી ખૂબ જ પસંદ આવી હતી. જણાવી દઈએ કે કાર્તીક ખૂબ જલ્દી “દોસ્તાના-૨” અને “ભૂલ ભૂલૈયા” માં નજર આવનાર છે.