ફિલ્મ હિટ હોવા છતાં પણ ગુમનામીનાં અંધારમાં ખોવાઈ ગઈ આ અભિનેત્રીઓ, અમુકે તો શાહરુખ-સલમાન સાથે ડેબ્યું કર્યું હતું

Posted by

બોલીવુડ એક એવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં મોટા સ્થાન પર ટકી રહેવું એટલું સરળ નથી. ત્યાં રાતોરાત કોઈને સફળતા મળી જાય છે, તો ઘણીવાર રાતોરાત કોઈ ગુમનામીના અંધારામાં પણ જતું રહે છે. ત્યાર પછી બોલિવૂડમાં તેમને કોઈ યાદ પણ નથી કરતું. બોલિવૂડમાં અનેક એવી ખૂબસૂરત અભિનેત્રી છે, જેમણે શરૂઆતના સમયમાં હિટ ફિલ્મો આપી પરંતુ આજે તે અભિનેત્રી ક્યાં છે? શું કરી રહી છે? તેના વિશે કોઇને ખબર નથી. આ આર્ટિક્લમાં તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જે હિટ ફિલ્મો પછી ગુમનામીના અંધારા માં જતી રહી.

અશ્વિની ભાવે

૯૦ના દશકની ખૂબસૂરત અભિનેત્રી અશ્વિન ભાવે અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ સૈનિક માં કામ કર્યું હતું. ફિલ્મ અને અશ્વિની ભાવેને ખૂબ જ સરાહના મળી હતી. તે ઉપરાંત તેમણે અનેક સારા અભિનેતાઓ સાથે કામ કરી ફિલ્મ જગતમાં પોતાની સારી ઓળખ બનાવી હતી. પરંતુ અચાનક તેમનું સ્ટારડમ ખતમ થઈ ગયું અને તે મોટા પડદા પરથી ગાયબ થઈ ગઈ.

મયુરી કાંગો

મયુરી ફિલ્મ પાપા કહેતે હૈ માં જુગલ હંસરાજની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં મયૂરીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી હતી. ત્યારબાદ મયુરીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમના કામને એટલી જલદી સફળતા ના મળી. મયુરી એ વર્ષ ૨૦૦૯માં પોતાની છેલ્લી ફિલ્મ કુરબાન કરી હતી. તે ઉપરાંત તે ટેલિવિઝન જગતમાં પણ સક્રિય રહી, પરંતુ ત્યાં પણ કોઈ ખાસ વાત ના બની શકી.

કિમી કાટકર

૮૦ અને ૯૦ના દશકની મશહૂર અભિનેત્રી કિમી કાટકર અભિનેતા અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ “હમ” માં જોવા મળી હતી. આ ફિલ્મનું ગીત “જુમ્મા ચુમા દે દે” આજે પણ લોકોના મોઢે આવતું રહે છે. તે ઉપરાંત આ અભિનેત્રીએ “ટારઝન” સહિત અનેક ફિલ્મોમાં શાનદાર કામ કર્યું. ત્યારબાદ તે વિજ્ઞાપન ફિલ્મ નિર્માતા શાંતનુ શૌરી સાથે લગ્ન કરી લીધા અને બોલિવૂડની અલવિદા કહ્યું.

સોનમ

ઓયે ઓયે ગર્લ ના નામથી મશહૂર અભિનેત્રી સોનમ ૯૦ના દશકમાં એક બોલ્ડ એક્ટ્રેસ તરીકે જાણવામાં આવતી હતી. સોનમે માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં ફિલ્મ વિજયથી બોલિવૂડમાં પગ રાખ્યો હતો. તેમણે “આખરી અદાલત” અને “ત્રિદેવ” જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારબાદ નિર્માતા રાજીવ રાજ જોડે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ સોનમે ફિલ્મ મૂકી દીધી. ત્યારબાદ અંડરવર્લ્ડ થી સતત મળતી જીવથી મારી નાંખવાની ધમકીને કારણે સોનમ અને તેના પતિએ ભારત છોડી અને વિદેશ જઈને વસી ગયા.

પ્રીતિ જાંઘિયાની

ફિલ્મ “મહોબ્બતે” થી સફળતા મેળવવા આ અભિનેત્રી પ્રીતિ જંઘીયાનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. પ્રીતિની આ બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ હતી, જે સુપરહિટ રહી. આ ફિલ્મની સફળતા બાદ પ્રીતિથી તેમના ફેન્સની આશાઓ વધી ગઈ હતી. જોકે અભિનેત્રીને બોલિવૂડથી ખૂબ જ જલદી અંતર બનાવી લીધું હતું. પ્રીતિએ વર્ષ ૨૦૦૮માં મોડલ અને એક્ટર પરવીન ડબાસ ની સાથે લગ્ન કરી લીધા હતા.

સંદિલી સિન્હા

ફિલ્મ “તુમ બીન” થી ડેબ્યૂ કરતી સિંહાએ દર્શકોના દિલમાં સારી એવી જગ્યા બનાવી હતી. તેમણે અમુક જ ફિલ્મો કરી, પરંતુ “તુમ બીન” સિવાય કોઈ ફિલ્મ ચાલી નહીં. આખરે તેમણે ફિલ્મોથી દૂર જવાનું નક્કી કરી લીધું.

ગ્રેસી સિંહ

ગ્રેસી સિંહ ફિલ્મ “લગાન” માં આમિર ખાન જોડે પહેલી વખત કામ કરવાનો મોકો મળ્યો હતો. ફિલ્મ પણ હિટ હતી અને ગ્રેસી પણ. ત્યારબાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળી, પરંતુ કમાલ ન કરી શકી. ગ્રેસી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસ માં પણ જોવા મળી હતી, પરંતુ તે સમયે ફિલ્મની બધી લાઈમ લાઇટ સંજય દત્ત લઈ ગયા. ફિલ્મોમાં અવકાશ ના જોતાં ગ્રેસી સિંહે ફિલ્મની દુનિયાથી અંતર બનાવી લીધું. ફિલ્મો થી દૂર રહેતી ગ્રેસી અત્યારે ટીવીની દુનિયામાં સક્રિય છે.

અનુ અગ્રવાલ

“આશિકી” ફિલ્મની અભિનેત્રી અનુ અગ્રવાલે ૨૧ વર્ષની ઉંમરમાં અભિનયની દુનિયામાં પગ રાખ્યો હતો અને અનેક ફિલ્મો કરી. પરંતુ કોઈ પણ ફિલ્મ તેમની “આશિકી” જેટલી ખ્યાતિ ના આપવી શકી. ૧૯૯૯માં અનુંને એક માર્ગ દુર્ઘટનાનો શિકાર બની. દુર્ઘટનામાં તેમની યાદશક્તિ કમજોર થઈ ગઈ. સાથે જ તે આ ઘટના એ તેમની ચાલવા ફરવાની  શક્તિ પણ ઓછી કરી લીધી. ત્યારબાદ તે ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.

ગાયત્રી જોષી

ગાયત્રી જોષી એ પોતાની પહેલી ફિલ્મ સ્વદેશમાં શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં શાહરુખ ખાન હોવા છતાં પણ લોકોએ ગાયત્રીને નોટિસ કરી. તેમના અભિનયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો. ફિલ્મમાં તેમના શાનદાર પરફોર્મન્સ બાદ માનવામાં આવી રહ્યું હતું કે તે બોલિવૂડની બીજી સુપરસ્ટાર છે, પરંતુ બધાને ચોંકાવનારી ગાયત્રીએ અચાનક ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધું.

સ્નેહા ઉલ્લાલ

સ્નેહા ઉલ્લાલે સલમાન ખાનની સાથે ફિલ્મ “લકી” માં કામ કરી ધૂમ મચાવી હતી. આશા હતી કે તેમની કારકિર્દી હિટ થશે. પરંતુ એવું ના થયું સ્નેહા અને “લકી” પછી સલમાનના ભાઈ સોહેલની સાથે ફિલ્મ “આર્યન” માં કામ કર્યું, પરંતુ તે પણ ના ચાલી. ત્યારબાદ તબિયત ખરાબ થવાના લીધે સ્નેહાએ ફિલ્મોથી અંતર બનાવી લીધું. અત્યારે સ્નેહા અમુક મ્યુઝિક વિડિયોમાં જોવા મળી રહી છે.