ફિલ્મ સાઇન કરતાં પહેલા ખુબ જ અજીબોગરીબ શરતો રાખે છે બોલીવુડનાં આ ૬ સ્ટાર્સ

Posted by

બોલિવૂડમાં સ્ટાર્સની નામના ખૂબ જ મોટી હોય છે. ખાસ કરીને જે સ્ટાર્સ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ મોટું ચૂક્યા હોય, ત્યાં તેમનું વધારે ચાલતું હોય છે. વળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અમુક નિયમો નક્કી કરેલા હોય છે, જેમનું પાલન દરેક એક્ટરને કરવું પડે છે. વધુમાં ફિલ્મથી રિલેટેડ સંબંધમાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની વધારે ચાલે છે. પરંતુ અહીં અમુક મેગાસ્ટાર એવા પણ છે, જેમની ડિમાન્ડની આગળ પ્રોડ્યુસરને પણ નમવું પડે છે. અહીં અમે આજે બોલીવુડના અમુક એવા સ્ટાર્સ વિશે જણાવીશું, જે ફિલ્મ સાઇન કરતા સમયે ખૂબ જ અજીબ શરતો રાખે છે.

સલમાન ખાન

સલમાન વર્તમાનમાં બોલીવૂડના સૌથી મોટા અભિનેતા છે. તેમની દરેક ફિલ્મ નિશ્ચિતરૂપ થી ૧૦૦ કરોડથી વધારે બિઝનેસ કરે છે. ઘણી વખત તો તે આંકડો ૩૦૦ કરોડથી ઉપર પણ ગયો છે. તે ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી વધુ ફી લેવા માટે પણ જાણીતા છે. સલમાનની કોઈ પણ ફિલ્મને સાઇન કરતા પહેલા તેમની એક જ શરત રહે છે કે, તે ઓન સ્ક્રીન પર કોઈપણ અભિનેત્રીને કિસ નહીં કરે. સાથે જ તે કોઈ પ્રકારના બોલ્ડ સીન પણ નહીં કરે. સલમાનના સ્ટારડમને જોતા ફિલ્મ પ્રોડ્યૂસર ખુશીથી તે ડિમાન્ડ સ્વીકાર કરે છે.

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન બોલીવૂડના સૌથી હેન્ડસમ અભિનેતા છે. કરોડો છોકરીઓ તેમની એક ઝલક જોવા માટે તરસતી હોય છે. ઋત્વિક પોતે પરફેક્ટ બોડી મેઇન્ટેન રાખવા માટે દરરોજ જીમ જાય છે અને ખાસ ડાયટ ફોલો કરે છે. એ જ કારણને લીધે તે જ્યારે પણ ફિલ્મ સાઈન કરે છે તો શૂટિંગ લોકેશન વાળી સિટીમાં ઉપલબ્ધ બેસ્ટ જીમની ડિમાન્ડ કરે છે. સાથે જ તે પોતાના પર્સનલ શેફને પણ સાથે રસોઈ બનાવા માટે લઈ જાય છે.

કરીના કપૂર

પોતાના ગોર્જિયસ લુક અને અદાઓથી બધાને દિવાના કરતી કરીના આજે પણ ફિલ્મોમાં એક્ટિવ છે. કરીના માત્ર તે જ ફિલ્મો સાઇન કરી છે જેમાં “એ-લિસ્ટ” કેટેગરીના સ્ટાર્સ કામ કરી રહ્યા હોય. તેઓ ઓછા પોપ્યુલર એક્ટરની સાથે ફિલ્મ સાઇન નથી કરતી, પછી તે કેટલા પણ ટેલેન્ટેડ કેમ ના હોય.

અક્ષય કુમાર

અક્ષય કુમાર એક ફેમિલી પર્સન છે. તે પોતાના પરિવારની વેલ્યુ સમજે છે. તેથી તે ફિલ્મ સાઇન કરતા સમયે શરત રાખે છે કે રવિવારનાં દિવસે કોઈ પણ શૂટિંગ નહીં કરે. તેની સાથે તે નાઇટમાં શૂટિંગ કરવું પણ અવોઈડ કરે છે. તે સ્વસ્થ રહેવા માટે રાત્રે જલ્દી સૂઈ જવું પસંદ કરે છે.

આમિર ખાન

આમિર ખાન હંમેશા એક સારી ફિલ્મ સ્ક્રિપ્ટ પસંદ કરવા માટે જાણવામાં આવે છે. તેમનો અભિનય ક્ષેત્રમાં કોઈ તોડ નથી. જો કે તેઓ પોતાની ફિલ્મો ક્યારેય પણ “લો એંગલ શૉટ” રાખવો પસંદ કરતા નથી. તેઓ આ પ્રકારનાં શૉટથી નર્વસ થઈ જાય છે.

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના ભલે ઓછી ફિલ્મો કરે છે, પરંતુ જેટલી પણ કરે છે તેમાં પોતાનો અભિનય ની છાપ છોડે છે. અક્ષયને લોકો નેગેટિવ કિરદારમાં પણ પસંદ કરે છે. તેવામાં ફિલ્મ સાઇન કરતા સમયે ડિમાન્ડ કરે છે કે ફિલ્મમાં તેમનો કિરદાર હદથી વધારે નકારાત્મક ના હોવો જોઈએ. સાથે જ તે વિલનનાં રૂપમાં પણ હીરોથી ખૂબ જ ખરાબ રીતે નહીં માર ખાઈ શકે અને આજ ડિમાન્ડનાં લીધે તેમની ફિલ્મોમાં કિરદાર ખૂબ જ અલગ હોય છે અને દિલચશ્પ બની જાય છે.