ફિલ્મોમાં પોતાની ભાભી અને સાળી સાથે રોમાન્સ કરી ચુક્યા છે આ સિતારાઓ, સૌથી વધારે હિટ રહી ૪ નંબરની જોડી

બોલિવૂડમાં ઘણી જોડીઓ ધમાલ મચાવી ચૂકી છે. અમુક જોડી એટલી પોપ્યુલર રહી કે દરેક નિર્દેશક અને દરેક પ્રોડ્યૂસર તેમને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. આવી રીતે ઘણા એક્ટર્સ ફિલ્મોમાં પોતાની રીયલ લાઈફ સાળી અથવા ભાભીની સાથે રોમાન્સ કરી ચુક્યા છે. સાથમાં તેઓએ ઘણી યાદગાર રોમેન્ટિક ફિલ્મો પણ આપી છે. અહીંયા અમે તમને બોલિવૂડના આવા સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સેફ અલી ખાન અને કરિશ્મા કપૂર

કરીના કપૂર સાથે જ્યારે સૈફ અલી ખાનના લગ્ન થયા નહોતા તે પહેલા ઓન-સ્ક્રીન કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરની સાથે સૈફ અલી ખાનની જોડી ખૂબ જ જામી હતી. ફિલ્મ હમ સાથ સાથ હે માં બંને સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કરિશ્મા વચ્ચે કેમેસ્ટ્રી ખૂબ જ સારી જોવા મળતી હતી. દર્શકોને સેફ અને કરિશ્માની જોડી ખૂબ જ પસંદ આવી હતી.

રાની મુખરજી અને ઉદય ચોપડા

ફિલ્મ મુજસે દોસ્તી કરોગે માં રિતિક રોશન, કરીના કપૂર ખાન અને રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં ઉદય ચોપડા પણ અમુક સમય માટે જોવામાં આવ્યા હતા. આ ફિલ્મની કહાનીમાં રાની મુખરજી ઉદય ચોપરાને ખૂબ જ પસંદ કરે છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે. જોકે ફિલ્મ જ્યારે સમાપ્ત થાય છે તો રાની મુખર્જી અને રિતિક રોશન ના લગ્ન થઈ જાય છે. રિયલ લાઇફમાં જોવામાં આવે તો રાની મુખરજી ઉદય ચોપડા ની ભાભી બની ગઈ છે. ઉદયના મોટાભાઈ આદિત્ય ચોપડાની સાથે રાની મુખર્જીએ લગ્ન કર્યા છે.

અજય દેવગન અને રાની મુખર્જી

બોલિવૂડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી રાની મુખર્જી ની જોડી ઓન-સ્ક્રીન ખૂબ જ જામી હતી. બંને એ ફિલ્મ ચોરી ચોરી અને LOC કારગીલ માં સાથે કામ કર્યું છે. મોટા પડદા પર રાની મુખર્જી અને અજય દેવગન ની કેમેસ્ટ્રી અલગ જ રંગ જમાવતી હતી. મહત્વપૂર્ણ છે કે અજય દેવગન ની પત્ની કાજોલ રાણી મુખર્જી ની કઝિન બહેન છે.

અનિલ કપુર અને શ્રીદેવી

બોલિવૂડની સૌથી બેસ્ટ ઓનસ્ક્રીન જોડીની વાત કરવામાં આવે તો અનિલ કપુર અને શ્રીદેવીનું નામ જરૂર લેવામાં આવે છે. અનિલ કપૂર અને શ્રીદેવીની હિટ જોડી એ સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે. મિસ્ટર ઈન્ડિયામાં અનિલ કપૂર અને શ્રીદેવીની જોડી યાદગાર બની ગઈ હતી. બાદમાં અનિલ કપૂરના મોટાભાઈ બોની કપૂર સાથે શ્રીદેવી લગ્ન કરી લીધા અને આવી રીતે શ્રીદેવી અનિલ કપૂર ની ભાભી બની ગઈ હતી.

રણધીર કપૂર અને નીતુ સિંહ

ઓનસ્ક્રીન બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને નીતુ સિંહની જોડી પણ ખૂબ જામી હતી. રણવીર કપૂર કે જેવો બોલિવૂડનાં સદાબહાર અભિનેતાઓમાં ગણવામાં આવે છે, નીતુ સિંહની સાથે ફિલ્મ ઢોંગી માં તેમની જોડે યાદગાર રહી હતી. તે સિવાય ફિલ્મ કસમે વાદે અને હીરાલાલ પન્નાલાલ માં પણ નીતુ સિંહની સાથે રણબીર કપૂર રોમાન્સ કરતા નજરે આવ્યા હતા. નીતુ સિંહ રિયલ લાઇફમાં રણધીર કપૂરનાં નાના ભાઈ ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા હતા આવી રીતે નીતુ સિંહે ઋષિ કપૂર સાથે લગ્ન કરી લીધા બાદ નીતુ કપૂર બની ગઈ હતી.