ફિલ્મોથી દુર હવે વિતાવી રહી છે સાદગી ભરેલું જીવન, જુહી ચાવલાએ શેર કરી ફાર્મહાઉસની તસ્વીરો

Posted by

બોલીવુડ એક્ટ્રેસ જુહી ચાવલા ઘણા સમયથી પડદા ઉપર થી દુર છે, પરંતુ તેઓ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. જુહી ચાવલા ભલે ફિલ્મોથી દુર છે, પરંતુ તેઓ એક સફળ બિઝનેસ વુમનની સાથોસાથ ખેતીનું કામ પણ કરે છે. તેની વચ્ચે જુહી ચાવલાએ પોતાની નવી ઓફિસની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે શેર કરેલી છે. તેની નવી ઓફિસ એટલી સુંદર છે કે ફેન્સને પણ તે ખુબ જ પસંદ આવી રહી છે.

હકીકતમાં જુહી ચાવલાની ઓફિસ વાળા સ્થિત તેમના ફાર્મ હાઉસમાં છે. ખુલ્લા આકાશ નીચે વૃક્ષનાં છાયડામાં બેસેલી જુહી ચાવલા એ ફેન્સને પોતાની ઓફિસ બતાવેલ છે. જુહી ચાવલાએ પોતાની આ નવી ઓફિસની તસ્વીરો શેર કરેલી છે.

એક તસ્વીરમાં તે કેરીનાં બગીચામાં ખુરશી પર બેસેલી છે. તેની સામે એક ટેબલ છે, જેની ઉપર લેપટોપ પર તે કામ કરી રહી છે અને ફોટોમાં સ્માઈલ કરતી નજર આવી રહી છે. સાથોસાથ ઘણી બધી કેરીને એકઠી કરીને તેમના ટેબલની સામે રાખવામાં આવેલ છે.

અન્ય એક તસ્વીરમાં જુહી ચાવલા એક ઝાડની નીચે ખુરશી પર બેસીને પોતાની ટીમ અને સ્ટાફ મેમ્બર સાથે વાત કરતી નજર આવી રહી છે. જુહી ચાવલાએ આ તસ્વીરોને શેર કરીને કેપ્શન પણ આપેલ છે કે તેમણે વાડા ફાર્મમાં પોતાની નવી ઓફિસ ખોલી છે. જેમાં એસી અને ઓક્સિજન હોય છે. તે સિવાય તેવો આ ઓફિસનો વિસ્તાર કરવા વિશે પણ વિચારી રહેલ છે

જુહી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી દુર ખેતીમાં રુચિ લઈ રહેલ છે. જુહીનાં મુંબઈની બહાર માંડવા અને વાડા વિસ્તારમાં બે ફાર્મ હાઉસ છે. જુહી ચાવલા ફાર્મ હાઉસની આ જમીનનો ઉપયોગ જૈવિક ખેતી કરવા માટે કરે છે. આ ખેતર તેના પિતા એ અંદાજે ૨૦ વર્ષ પહેલા ખરીદેલા હતા, જેની દેખભાળ હવે જુહી ચાવલા કરી રહી છે.

પાછલા વર્ષે લોકડાઉન દરમિયાન જુહી ચાવલાએ વધુમાં વધુ સમય પોતાના ફાર્મ હાઉસમાં પસાર કરેલ હતો અને જૈવિક શાકભાજીની ખેતી કરી હતી. જુહી ચાવલાએ પોતાના ફાર્મ હાઉસમાં બટેટા, ટમેટા, મેથી, કોથમીર જેવી જૈવિક શાકભાજીઓ ઉગાડેલી હતી. તે સિવાય તેના ફાર્મ હાઉસ માં ફળના બગીચા પણ છે.

લોકડાઉન દરમિયાન જુહી ચાવલાએ જમીન વિહીન ખેડુતો માટે પોતાના ફાર્મ હાઉસના દરવાજા ખોલી નાખ્યા હતા. જુહી ચાવલાએ ભરોસો અપાવ્યો હતો કે કોરોના સંકટ અને આર્થિક સંકટ નો બમણો માર સહન કરી રહેલા ખેડુતો તેની જમીન ઉપર ખેતી કરીને આજીવિકા કમાઈ શકે છે.

જુહીનું ફાર્મ હાઉસ ખુબ જ સુંદર અને હરિયાળીથી ભરપુર છે. જુહી ચાવલાએ પોતાના ફાર્મ હાઉસમાં ઘણા પ્રકારના ઓર્ગેનિક ચોખાની ખેતી કરેલી છે. જુહી ચાવલા પર્યાવરણ પ્રત્યે પણ ખુબ જાગૃત છે. પર્યાવરણને સ્વસ્થ રાખવામાં તેનો ખુબ જ મહત્વનું યોગદાન છે. જુહી ચાવલા ભલે હાલના દિવસોમાં ફિલ્મોથી દુર છે, પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને ખુબ જ એન્જોય કરી રહી છે.

જુહી ચાવલા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના ખેતરની તસ્વીરો શેર કરતી રહે છે. જુહી ચાવલા ક્યારેક મેથીના દાણા જમીનમાં રોપતી નજર આવે છે, તો ક્યારેક ટમેટાને ખેતી કરતી નજર આવે છે. જુહી ચાવલાનો આ દેશી અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.