કોરોના સાથે જંગ : ગુજરાતની પહેલી પ્લાજ્મા ડોનર બની સ્મૃતિ ઠક્કર

Posted by

ગુજરાતને કોરોના વાયરસ ના ઈલાજ માટે પ્લાઝમા થેરેપી પ્રણાલીનો ઉપયોગ કરવા માટેની પરવાનગી મળી ગઈ છે. તેની પરવાનગી મળ્યા બાદ કોરોના વાયરસ ના સંક્રમણથી સ્વસ્થ થયેલ સ્મૃતિ ઠક્કર ગુજરાતની પહેલી પ્લાઝમા ડૉક્ટર બની ગઈ છે. તેમણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કર્યું છે, જેનો ઉપયોગ હવે કોરોના દર્દીઓના ઈલાજ માટે કરવામાં આવશે.

શું હોય છે પ્લાઝમા થેરેપી

જ્યારે કોઈ વ્યક્તિ કોરોના વાયરસ ના સંક્રમણથી સ્વસ્થ થઈ જાય છે ત્યારે તેના શરીરમાં કોરોના વાયરસને બેઅસર કરવાવાળા વિશેષ પ્રકારના પ્રતિરોધી એન્ટિબોડીઝ વિકસિત થઇ જાય છે. મતલબ કે બહારથી જે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે એન્ટીબોડી તેનો સામનો કરતા હોય છે. લોહીમાં રહેલા એન્ટિબોડીઝ થી કોરોના સંક્રમિત વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરાવીને આ એન્ટિબોડીઝ દ્વારા સંક્રમિત દર્દીના શરીરમાં રહેલા કોરોના વાયરસને ખતમ કરવામાં આવે છે.

પહેલા પણ ઘણી બીમારીઓમાં થયેલ છે ઉપયોગ

આ પ્લાઝમા થેરેપી પ્રણાલી કોઈ નવી પ્રણાલી નથી. આ પહેલા પણ ડીપ્થેરિયા, સાર્સ, મર્સ જેવી મહામારીઓમાં આ પ્રણાલીઓનો ઉપયોગ કરવામાં આવી ચુકી છે. જેમાં ખૂબ જ સફળતા પણ મળી હતી. વર્તમાનમાં વિશ્વના દરેક દેશ કોરોના વાયરસ સાથે લડવા માટે આ પ્રણાલીનો ઉપયોગ કરી રહ્યા છે.

વિશ્વના ઘણા દેશોની તર્જ પર ભારતમાં પણ ઘણા રાજ્યોમાં પ્લાઝમા થેરેપી સિસ્ટમનો ઉપયોગ કરવા માટેની પરવાનગી માંગી રહ્યા છે. તેમાં ગુજરાત પણ સામેલ છે અને હવે આ થેરપીનો ઉપયોગ કરવા માટેની પરવાનગી પણ મળી ગઈ છે. તેને લઈને અમદાવાદના બે હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં સ્વસ્થ થયેલ દર્દીઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેના લોહીથી અન્ય દર્દીઓ નો ઈલાજ કરવામાં મદદ મળી શકે છે.