ગમે તેટલી કોશિશ કર્યા બાદ પણ નથી ટકી શકતો આ ૨ રાશિઓ વચ્ચેનો સંબંધ, કહેવાય છે સૌથી ખરાબ કપલ

જીવનમાં અમુક સમય એવો આવે છે જ્યારે તમારી મુલાકાત કોઇ મહિલા કે પુરુષ સાથે થાય છે, તો તમને એ સમય એવું લાગે છે જેમકે તમે બંને એકબીજાને ઘણી સારી રીતે સમજવા લાગ્યા છો. તમને એવું લાગે છે કે જેમ કે બધા ગ્રહ અને તારા તમને મેળવવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે તમારા બંનેના શોખ અને વિચાર મળવા લાગે છે.

જોકે આગળ જઈને તમારા સિતારાઓ નથી મળી શકતા અને રિલેશનમાં તણાવ જેવી સમસ્યાઓમાંથી તમારે પસાર થવું પડે છે. બતાવી દઇએ કે ઘણીવાર એનું કારણ આ રાશિઓનું ન મળવાનું હોય છે. થોડી રાશિ એકબીજાને ઘણી આકર્ષિત કરે છે તો થોડી રાશિ એકબીજાથી વિપરીત માનવામાં આવે છે. તો આજે અમે તમને બતાવીશું કે જ્યોતિષ પ્રમાણે કઈ રાશિના લોકો ઘણા સારા કપલ કે જોડા નથી બની શકતા.

મકર અને મેષ

સારી લાઈફ સ્ટાઈલ અને ગુડ થીંકીંગ વાળી મકર રાશિવાળા લોકો સાથે મેષ રાશિવાળા લોકો જે પોતાની મનમોજી અને હંમેશા ઉતાવળમાં રહે છે, તેમની સાથે નથી બનતું. એવું માનવામાં આવે છે કે મેષ રાશિવાળા લોકો નિયંત્રણમાં રાખવા ઈચ્છે છે અને એવા લોકો મકર રાશિવાળા લોકોને પસંદ નથી હોતા. એટલા માટે આ બંન્ને રાશિના લોકો સારા કપલ નથી બની શકતા.

કુંભ અને વૃષભ

કુંભ અને વૃષભ રાશિના લોકોની વચ્ચે સારો તાલમેલ નથી હોતો. જ્યોતિષ અનુસાર કુંભ રાશિવાળા લોકો ઉર્જા થી ભરેલા અને આઝાદ વિચારસરણી વાળા હોય છે. જ્યારે વૃષભ રાશિના લોકો જિદ્દી અને દ્રઢ સ્વભાવનાં હોય છે. એટલા માટે આ બંન્ને રાશિના લોકો વચ્ચે ટકરાવ થાય છે.

મીન અને મિથુન

મીન અને મિથુન રાશિવાળા લોકો વચ્ચે લડાઈ થતી રહે છે. જ્યોતિષ કહે છે કે મીન રાશિના લોકો મિથુન રાશિવાળા લોકોને સમજી શકતા નથી. કારણકે કહેવાય છે કે મીન રાશિનાં લોકો ઘણા જ સહજ સ્વભાવના હોય છે, જ્યારે મિથુન રાશિના લોકો વિશે એવી ધારણા છે કે તે લોકો જે કહે છે એનું વિપરીત કાર્ય કરે છે. એટલા માટે આ બંન્ને રાશિના લોકો એક સારા કપલ નથી બની શકતા.

કર્ક અને મેષ

કર્ક રાશિના લોકો ઘણા જ સૌમ્ય અને સીધા હોય છે. જ્યારે મેષ રાશિવાળા લોકો તેજ અને થોડા ગુસ્સા વાળા પણ હોય છે. એવા લોકો જ્યારે સીધા સાદા લોકો સાથે આવે છે તો થોડીક પરેશાની થાય છે. બંનેનો સ્વભાવ એકદમ વિપરીત રહે છે, એટલા માટે બંન્ને રાશિના લોકો વચ્ચે યોગ્ય તાલમેલ બેસતો નથી.

વૃષભ અને સિંહ

વૃષભ રાશિ અને સિંહ રાશિ પણ જ્યારે મળે છે તો બંનેનો મેળ સારો હોતો નથી. આ બંને જ રાશિવાળા જિદ્દી સ્વભાવના હોય છે. સિંહ રાશિવાળા લોકો પોતાનામાં ડુબેલા રહે છે, જ્યારે વૃષભ રાશિ સૌમ્ય અને શાંત હોય છે. આ કારણે બન્ને રાશિ વચ્ચે હંમેશા લડાઈ-ઝઘડા થતા રહે છે.

કન્યા અને મિથુન

કન્યા રાશિવાળા લોકો વિશે માનવામાં આવે છે કે આ લોકો બોરિંગ હોય છે અને જરૂરિયાતથી વધારે  પ્રેક્ટીકલ. જ્યારે મિથુન રાશિવાળા લોકો ઘણા જ ઉત્સાહી અને જિજ્ઞાસુ. કન્યા રાશિના લોકો પ્રેમ બતાડવામાં સંકોચ કરે છે, જ્યારે મિથુન રાશિના લોકો બેજીજક દુનિયાની સામે પોતાનો પ્રેમ બતાવે છે. એટલા માટે વિપરીત સ્વભાવનાં કારણે બંન્ને રાશિના લોકો સારા કપલ બની શકતા નથી.

તુલા અને કર્ક

એવી જ રીતે તુલા રાશિ ની વાત કરીએ તો તુલા રાશિવાળા નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિમાં રહે છે. જ્યારે કર્ક રાશિવાળા લોકો ઘણા જ સ્થિર અને સંવેદનશીલ હોય છે. કર્ક રાશિ અને તુલા રાશિ જો રિલેશનમાં આવે છે તો કર્ક રાશિના લોકોને વધારે ધ્યાન થી તુલા રાશિ વાળા લોકો સાથે વ્યવહાર કરવા પડે છે અને આ ધૈર્ય જ્યારે તૂટી જાય છે તો રિલેશન ઘણું જ ખરાબ થઈ જાય છે.

ધન અને મીન

ધન અને મીન રાશિવાળા લોકોની વચ્ચે પણ યોગ્ય તાલમેલ બેસતો નથી. મીન રાશિવાળા માટે માનવામાં આવે છે કે તેઓ ભાવુક હોય છે. તેમને સમજવા ધન રાશિવાળા લોકો માટે ખુબ જ મુશ્કેલ હોય છે.

સિંહ અને વૃશ્ચિક

સિંહ અને વૃશ્ચિક રાશિ વિશે જ્યોતિષનું એવું કહેવાનું છે કે આ લોકો ક્યારેય સારા કપલ બની શકતા નથી. કારણ કે બંને વચ્ચે ઘણાં તર્ક હોય છે, જે હંમેશાં લડાઈમાં બદલાઈ જાય છે.

કન્યા અને ધન

આ બંને રાશિ વિશે કહેવાય છે કે ધન રાશિના લોકો કન્યા રાશિના સંપર્કમાં આવતા જ દબાવ અનુભવ કરે છે, એટલા માટે એમનો સંબંધ લાંબો સમય સુધી ચાલી શકતો નથી.

તુલા અને મકર

બંન્ને રાશિના લોકો એકબીજા સાથે કમ્ફર્ટ અનુભવતા નથી.  કારણકે એમ માનવામાં આવે છે કે તુલા રાશિના લોકો ખુલ્લા વિચારનાં હોય છે તો મકર રાશિના લોકો સારા વ્યવહારના. પરંતુ મકર રાશિવાળા ક્યારેક ક્યારેક ઘણા સખ્ત પણ હોય છે.

વૃશ્ચિક અને કુંભ

આ બંને સ્વભાવ થી એકદમ જ વિપરીત હોય છે. પ્રેમ અને ઈમાનદારીની ઉણપ હોવાના કારણે બંનેનાં રિલેશન વધારે દિવસ સુધી ચાલી શકતાં નથી.