ગમે તે થઈ જાય પણ આ ૪ ચીજો ક્યારેય પણ કોઈને ગિફ્ટમાં આપવી નહીં, ઘર માંથી લક્ષ્મી ચાલી જશે

Posted by

દરેક નાના-મોટા અવસર પર પોતાના સગા સંબંધીઓને આપણે ગિફ્ટ આપીએ છીએ. ગિફ્ટ લઈને દરેક લોકો ખુશ થાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન, મિત્ર, ગુરુ અને પુત્રી નાં ઘરે ખાલી હાથે જવું જોઈએ નહીં. આ લોકોના ઘરે જ્યારે પણ જઈએ ત્યારે ઉપહાર લઈને જવું જોઈએ. આપણે પોતાના મિત્રો અને સંબંધીઓને કેવી ગિફ્ટ આપવી જોઈએ અને કેવી ગિફ્ટ બિલકુલ ન આપવી જોઈએ તેની સાથે સંબંધિત જાણકારી આપણે વાસ્તુશાસ્ત્ર માંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. સામાન્ય રીતે તો આપણે કોઈ અવસર અનુસાર ગીફ્ટ આપતા હોઈએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્ર નું માનવામાં આવે તો અમુક ચીજો એવી હોય છે જેને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ માં આપવી જોઈએ નહીં.

આ વસ્તુઓ ગિફ્ટ આપનાર વ્યક્તિ અને ગિફ્ટ લેનાર વ્યક્તિ બંનેના સંબંધો ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે. એટલા માટે સલાહ આપવામાં આવે છે કે આપણે અમુક વસ્તુઓને ઉપહારના રૂપમાં બિલકુલ પણ આપવી જોઈએ નહીં. આપણે પોતાની માટે આ વસ્તુઓની ખરીદી કરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્ર નકારાત્મક અને સકારાત્મક ઊર્જા પર આધારિત છે અને આ બંને મહત્વપુર્ણ ઉર્જાઓ આપણા જીવન ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. તો ચાલો જાણીએ કે તે વસ્તુઓ કઈ છે, જેને ગિફ્ટ માં આપીને તમે પોતાની માટે પરેશાનીઓને જાતે આમંત્રણ આપો છો.

આપણે લોકો ધર્મને હંમેશા દરેક ચીજથી ઉપર માનીએ છીએ અને પ્રત્યેક ધર્મ સાથે જોડાયેલા દેવી દેવતાઓની મુર્તિ, તસ્વીર અથવા પ્રતિકાત્મક વસ્તુઓ ગિફ્ટ માં આપવી શુભ માનીએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણ થી આવું કરવું અશુભ હોય છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર ભગવાનની મુર્તિ અથવા તસ્વીર જો ઘરમાં હોય તો તેને સ્થાપિત કરવાથી લઈને તેની દેખભાળ કરવાના બધા નિયમોનું પાલન કરવું અનિવાર્ય હોય છે. જો કોઈ વ્યક્તિ આવું ન કરે તો તેની અસર તેની ઉપર અને તેના પરિવાર પર નકારાત્મક પડે છે.

જો આ વસ્તુ ગિફ્ટ માં મળેલી હોય તો ગિફ્ટ આપનાર વ્યક્તિ ઉપર પણ તેની ખરાબ અસર પડે છે. એટલા માટે કોશિશ કરવી જોઈએ કે ક્યારે પણ કોઈને દેવી-દેવતાઓની મુર્તિ અથવા તસ્વીર ગિફ્ટ માં આપવી જોઈએ નહીં. જો તમને લાગે છે કે સામેવાળા વ્યક્તિ તેની દેખભાળ કરવામાં સક્ષમ છે, ત્યારે જ આવી કોઈ વસ્તુ ઉપહારના રૂપમાં આપવી જોઈએ.

રૂમાલ આપવો અથવા લેવો અથવા તો કોઈનો રૂમાલ ઉપયોગ કરીને પોતાની પાસે રાખી લેવો આ બધી પરિસ્થિતિઓનો નકારાત્મક પ્રભાવ પડતો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો રૂમાલ ગિફ્ટ માં આપવામાં આવે તો આપનાર અને લેનાર બંને ઉપર તેનો ખરાબ પ્રભાવ પડે છે.

ઘણી વખત લોકો વેપાર સાથે જોડાયેલી વસ્તુઓ મિત્રોની સાથે અથવા તો પોતાના ગ્રાહકોને ગિફ્ટ માં આપતા હોય છે, પરંતુ વાસ્તુ વિજ્ઞાન અનુસાર આવું કરવાથી તમે પોતાના વેપારની સમૃદ્ધિ અન્ય કોઈ વ્યક્તિને આપો છો. એટલા માટે તમારે આવું કરવાથી બચવું જોઈએ.

ધારદાર ચીજો ને નકારાત્મક પ્રભાવવાળી માનવામાં આવે છે. ચાકુ અથવા કાતર જેવી ધારદાર વસ્તુઓ જ્યારે પણ અગ્નિ તત્વ (રસોડા) માંથી બહાર આવે છે તો તે વિશેષ સ્થાન ઉપર પોતાનો નકારાત્મક પ્રભાવ પાડે છે અને આવી ચીજોને ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે. ચાકુ, કાતર અથવા અન્ય કોઈપણ ધારવાળી ચીજો ને ગિફ્ટ આપવાથી બંને લોકોના સંબંધોમાં તકરાર વધવા લાગે છે. એટલા માટે આવી વસ્તુઓ ક્યારેય પણ કોઈને ગિફ્ટ માં આપવી જોઈએ નહીં.