“ગરમીમાં મરી જાય છે કોરોના”, US સરકારે કહ્યું – પ્રયોગનાં અંતિમ પરિણામો આવવાના બાકી

અમેરિકાની સરકારના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના એક પ્રયોગમાં જાણવા મળ્યું છે કે ગરમીના કારણે કોરોના વાયરસ ખૂબ જ જલ્દી ખતમ થઈ જાય છે. જો કે આ પ્રયોગનું શરૂઆતી પરિણામ છે. વિભાગે જણાવ્યું છે કે આ પ્રયોગનું છેલ્લું પરિણામ આવવાનું બાકી છે. યાહૂ ન્યુઝે પ્રયોગ સાથે જોડાયેલ કેટલીક વિગતો પ્રાપ્ત કરી છે. જેને લીધે આ વાત સામે આવી હતી.

આ પહેલા પણ વૈજ્ઞાનિકો પણ માની રહ્યા હતા કે વધારે ગરમ વાતાવરણમાં કોરોના વાયરસ નો પ્રભાવ ઓછો થઈ શકે છે અથવા ખતમ થઈ જાય છે. પરંતુ હજુ સુધી તેની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. અમેરિકન સરકારના હોમલેંડ સિક્યુરિટી પ્રયોગમાં એવું જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ વધારે તાપમાનમાં અને વધારે ભેજ વાળા વાતાવરણમાં લાંબો સમય સુધી ટકી શકતો નથી.

પ્રયોગની વિગતોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, દિવસના અજવાળામાં બહારની વસ્તુઓની સપાટીના લીધે કોરોના સંક્રમણનો ખતરો ઓછો જોવા મળ્યો છે. જ્યારે ગરમ વાતાવરણમાં આ વાયરસ જલ્દી ખતમ થઈ ગયો. પરંતુ હાલમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે જગ્યા પર ભેજ ઓછો રહે છે ત્યાં વાયરસ ના સંક્રમણને ઓછો કરવા માટે સાવધાની રાખવી જરૂરી છે.

અમેરિકન હોમ લેન્ડ સિક્યોરિટી વિભાગના એક વ્યક્તિએ ડેલી મેલને જણાવ્યું હતું કે, વિભાગ કોરોના સામેની લડાઇમાં કામ કરી રહ્યું છે. પરંતુ વિભાગની નીતિના કારણે લીક થયેલ ડોક્યુમેન્ટ ની બાબતે કોઈ પ્રતિક્રિયા નહિ આપે. બીજી તરફ થોડા દિવસ પહેલા જ ફ્રાંસ ના Aix-Marseille યુનિવર્સિટીમાં કરેલ એક પ્રયોગમાં જાણવા મળ્યું હતું કે ૬૦ ડિગ્રી તાપમાનમાં વાયરસનો પ્રભાવ ઓછો જોવા મળી રહ્યો હતો. પરંતુ વધારે તાપમાન માં પણ તે સંક્રમણ ફેલાવવા માટે સક્ષમ છે.