ગેસનાં બર્નર કાળા થઈ ગયા છે અને તેની ફ્લેમ ધીમી થઈ ગઈ છે? તો અપનાવો આ આસન ઉપાય

એવું કહેવામાં આવે છે કે ઘરમાં અમુક એવી ચીજ વસ્તુઓ છે જેનાથી ઘરમાં આગ લાગી શકે છે તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતે અને સંભાળીને કરવો જોઈએ. જેનાથી ઘરમાં કોઈ પણ જોખમ ના થાય અને તમારો પરિવાર સુરક્ષિત બની રહે. પરંતુ ક્યારેક ને ક્યારેક કોઈ ભૂલ થઈ જતી હોય છે. રસોડામાં રાખેલી દરેક ચીજનું સારી રીતે ધ્યાન રાખવું જોઇએ, જેનાથી તમારા પરિવારને કોઇ હાઇજેનિક ખોરાક મળે.

પરંતુ દરેક ચીજની સાથે રસોઈમાં ગેસનાં બર્નર પણ સાફ કરવા જોઈએ. ખૂબ જ વધારે ઉપયોગ કરવાથી તે કાળા પડી જાય છે, જેનાથી ગેસનો ફ્લો અને ફ્લેમ બંને ઓછું થઈ જાય છે. ગેસના બર્નર કાળા થઈ ગયા હોય અને ધીમે સળગતા હોય તો આ ઉપાય કરવાથી ગેસના બર્નર એકદમ ચમકી જશે. ગેસના બર્નર કાળા પડી ગયા હોય અને તેની ફ્લેમ ધીમી થઈ ગઈ હોય તો આ ઉપાય કરવો.

વધુ પડતા ગેસના ઉપયોગના લીધે બર્નર હંમેશા કાળા પડી જતા હોય છે, જેને અમુક ઉપાયોથી ચમકાવી શકાય છે. આ કાળા પડી ગયેલા બર્નર ઘર પર સરળતાથી ચમકાવી શકાય છે, જેનાથી લાગશે કે એકદમ નવા છે. તેથી તમારી બહાર જવાની જરૂર નથી. બર્નર જે લિક્વિડ થી ચમકાવવામાં આવે છે તે તમારા ઘર પર રહેલું છે. તેની માર્કેટમાં કિંમત ખૂબ જ ઓછી છે. બસ તમારે તેને આ લીક્વીડ માં બંને બર્નરને આખી રાત પલાળીને રાખવાના છે. આ કાળા પડી ગયેલા બર્નર નવા જેવા ચમકાવવા માટે એક મોટી કટોરીમાં અડધો કપ વિનેગર લેવું. વિનેગરમાં એક કપ પાણી મેળવવું. ત્યારબાદ તેમાં બર્નરને પલાળીને રાખવા. આ બંને બર્નરને આખી રાત પલાળીને મુકી દેવા. ત્યારબાદ સવારે તેને લોખંડના બ્રશ થી સાફ કરવા અને એકદમ સાફ કરી લીધા બાદ કપડાથી સાફ કરી લેવા. હવે તમારા ગેસના બર્નર એકદમ ચમકી જશે.

માર્કેટમાં આ વિનેગર તમને ૫૦૦ એમએલ લગભગ ૩૫ રૂપિયાની કિંમતમાં મળશે. જે તમને કોઈપણ જનરલ સ્ટોરમાં સરળતાથી મળી જશે. તેને હંમેશા લોકો ચાઉમીન બનાવવામાં ઉપયોગ કરે છે. તે ઉપરાંત તેમાં રહેલ કેમિકલ જ બર્નરને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપાય આ સિવાય બે કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરી તે બર્નર અમુક કલાક માટે રાખી દેવા. ગેસના બર્નર થોડીક જ મિનિટોમાં સાફ થઇ જશે.