ઘરમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિ માટે લગાવો આ વસ્તુઓ

ઘરના મુખ્ય દ્વારને સુખનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. અહીથી જ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ઘરનું પ્રવેશ દ્વાર જ ઘરના લોકોનું ભાવિ નક્કી કરે છે. જો મુખ્ય દરવાજો જ સારો ના હોય તો ઘરમાં ક્યારેય શાંતિ કે સુખ રહેતું નથી. ઘરના મુખ્ય દરવાજાને સારો રાખવા માટે દરવાજા પર એવી વસ્તુ લગાવવામાં આવે છે જેનાથી ઘરમાં સુખ અને શાંતિ રહે. જો આ વસ્તુઓ યોગ્ય રીતે લગાવવામાં આવે તો ઘણા ફાયદા થઈ શકે છે.

ઘોડાની નાળ
ઘોડાની નાળ ઘર તથા કામ ધંધાના સ્થળ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘોડાની નાળ એટલા માટે પણ શુભ માનવામાં આવે છે કે કારણકે ઘોડાની નાળનો સીધો સંબંધ શનીદેવ સાથે છે.  શનીદેવની કૃપા મેળવવા માટે પણ ઘોડાની નાળને શુભ માનવામાં આવે છે. ઘોડાની એ જ નાળ શુભ ફળ આપે છે જે પહેલે થી જ ઘોડાના પગમાં લાગેલી હોય છે. એકદમ નવી અને ઉપયોગ કર્યા વગરની નાળ નો ઘરમાં કોઈ જ પ્રભાવ પડતો નથી.

શુક્રવારે ઘોડાની નાળ ઘરમાં લઈ આવવી અને આખી રાત સરસોનાં તેલમાં રાખવી. ત્યારબાદ શનિવારે સવારે નાળને ઘરના મુખ્ય દરવાજા પર યુ ટાઈપ લગાવીને દો. જેનાથી ઘરમાં બધા લોકો પર શનીદેવનો પ્રભાવ સારો રહેશે અને ઘરનો કલેશ દૂર થશે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે લગાવ્યાના થોડા સમયમાં જ તેમણે ફરક ના પણ દેખાય. ધીમે ધીમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવતી દેખાશે.

ગણેશજી ની મુર્તિ
ઘરમાં ખુશહાલી માટે લોકો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની મુર્તિ અથવા ચિત્ર લગાવે છે. પરંતુ ગણેશજીની મુર્તિ કે ચિત્ર વગર જાણકારી કે નિયમ વગર લગાવવું પણ તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ગણેશજીની પીઠ તરફ દરિદ્રતા લાવે છે અને પેટ તરફ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ ઘણા લોકોને આ વાતનો ખ્યાલ હોતો નથી. એટલા માટે હમેશા ગણેશજીની મુર્તિ ઘરની અંદરની તરફ લગાવો.

ગણેશજીની મુર્તિ બહાર તરફ લગાવવાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે. ઘરમાં પણ કલેશ વધી શકે છે અને આર્થિક રીતે પણ ઘણું નુકશાન થઈ શકે છે. અંદરની તરફ મુર્તિ લગાવવાથી ઘરમાં ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે.