ઘરે બેઠા કરો આ શાનદાર બિજનેસ, ફક્ત ૫ હજાર રૂપિયામાં કરી શકો છો શરૂ, લાખોમાં થશે કમાણી

જો તમે ઘરે બેસીને બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક બિઝનેસ આઈડિયા આપવા જઈ રહ્યા છીએ. આ બિઝનેસને સ્ટાર્ટ કરવા માટે તમારે મામુલી રોકાણની જરૂરિયાત હશે અને તેનાથી તમે સારી કમાણી કરી શકો છો. સૌથી કમાલની વાત એ છે કે આ બિઝનેસને કોઈપણ ઘરેથી સરળતાથી કરી શકે છે. આવો જાણીએ આ બિઝનેસ વિશે બધું જ. આજકાલ ગિફ્ટ આપવાનું ઘણું ચલણ છે. લગ્ન, બર્થ-ડે, જન્મદિવસ જેવા તમામ અવસર પર લોકો એકબીજાને ગિફ્ટ આપે છે. આ બિઝનેસ આ ગિફ્ટ સાથે જોડાયેલો છે. અમે વાત કરી રહ્યા છે ગિફ્ટ બાસ્કેટ બનાવવાના બિઝનેસની. આ બિઝનેસ તમે ઘર પર જ કરી શકશો. લોકોને ગિફ્ટ બાસ્કેટ ખરીદવું પસંદ હોય છે. એટલા માટે આ બિઝનેસમાં નુકસાન થવાના ચાન્સ ન બરાબર છે.

આ છે બિઝનેસ પ્લાન

ગિફ્ટ બાસ્કેટનાં બિઝનેસમાં ઘણા ગિફ્ટ આપવા માટે એક ટોકરી બનાવવામાં આવે છે. જેમાં ગિફ્ટને સારી રીતે પેક કરી શકાય છે. જો તમે થોડા ક્રીએટીવ છો તો તમે એકસ્ટ્રા કમાણી કરી શકશો. આ બીઝનેસમાં તમે અલગ-અલગ સાઈઝ અને ડિઝાઇનની બાસ્કેટ બનાવી શકો છો અને આ હિસાબથી તેની કિંમત પણ રાખી શકો છો. આજકાલ ઘણી કંપનીઓએ આ કામને શરૂ કર્યું છે.

બજાર વધી રહી છે આ બિઝનેસની ડિમાન્ડ

મની કંટ્રોલમાં છપાયેલી ખબર પ્રમાણે આજકાલ લોકો પાર્ટી અને સ્પેશિયલ ઓકેશન પર  ગિફ્ટ આપવાનું પસંદ કરે છે. ઘણા લોકોએ ગિફ્ટનાં રૂપમાં ગિફ્ટ બાસ્કેટ આપવાનું શરૂ કર્યું છે. સમય સાથે ગિફ્ટ પેકિંગમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. એટલા માટે ગિફ્ટ બાસ્કેટની હાલનાં દિવસોમાં બજારમાં ઘણી ડિમાન્ડ છે. બર્થ-ડે અને લગ્ન પ્રસંગ અને અન્ય પ્રકારનાં શુભ અવસર પર ગિફ્ટ બાસ્કેટની ડિમાન્ડ શહેરી ક્ષેત્રમાં વધતી જઈ રહી છે.

બીઝનેસ શરૂ કરવા માટે આ સમાનની જરૂરિયાત હશે

આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે ગિફ્ટ બાસ્કેટ કે પછી બોક્સ રીબીન ની જરૂરીયાત પડશે. વળી એક રેપિંગ પેપર, લોકલ આર્ટ એન્ડ ક્રાફ્ટનો સામાન, સજાવટી સામગ્રી, જ્વેલરી પીસ, પેકેજીંગ સામગ્રી, સ્ટીકર, ફેબ્રિક પીસ, પાતળો તાર, વાયર કટર, માર્કર પેન, પેપર શ્રેડર, કાર્ટન સ્ટેપલર, ગુંદર અને કલરિંગ ટેપ જેવા સામાન ની જરુરીયાત પડશે.

આટલું કરવું પડશે રોકાણ

ગિફ્ટ બાસ્કેટનાં બિઝનેસને શરૂ કરવા માટે તમારે ઘણા ઓછા પૈસાનું રોકાણ કરવાનું છે. તેને તમે ૫ થી ૮ હજાર રૂપિયામાં શરૂ કરી શકો છો. આટલા રોકાણમાં આ બિઝનેસ સાથે જોડાયેલી બધી જરૂરિયાતો પુરી થઈ જશે.

આવી રીતે થશે બિઝનેસ માર્કેટિંગ

ગિફ્ટ બાસ્કેટનાં બિઝનેસની માર્કેટિંગ કરવા માટે એક સેમ્પલ ગિફ્ટ બનાવીને તૈયાર કરવાનું છે અને તેને તમારા નજીકનાં માર્કેટમાં મોટા-મોટા દુકાનદારોને સેમ્પલ રૂપમાં બતાવવાનું છે. તમે ઈચ્છો તો ઓનલાઇન વેબસાઇટ પર તમારા સેમ્પલને અપલોડ કરી ઓનલાઇન ગિફ્ટ બાસ્કેટ વેચી શકો છો. શરૂઆતમાં તમે તમારા ગિફ્ટ બાસ્કેટની કિંમતને થોડી ઓછી જ રાખો તો તે સરળતાથી વેચાવા લાગશે.