કોરોના બાદ હવે અમેરિકામાં આતંક મચાવી શકે છે ૩ ઇંચ લાંબી ઝેરીલી માખી, લોકોમાં ફેલાયો ભય

Posted by

કોરોના સંક્રમણ સાથે લડી રહેલ અમેરિકા માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના અમુક વિસ્તારોમાં મધમાખી કરતા પાંચ ગણી વધારે મોટી જીવલેણ માખી (Hornets) નજર આવી રહી છે. આ હોરનેટ વેસ્ટ કોસ્ટ વિસ્તારમાં નજર આવી છે. ચિંતાનો વિષય એ છે કે તે ફક્ત આકારમાં જ મોટી નથી પરંતુ ઝેરીલી પણ હોય છે. તેના કરડવાથી વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. આ માખીના કરડવાથી દર વર્ષે દુનિયાભરમાં ૬૦ લોકોના મૃત્યુ થાય છે.

વૈજ્ઞાનિકો અનુસાર હોરનેટ એશિયામાં ભારે વરસાદ અને ભેજવાળા જંગલોમાં મળી આવે છે. તે ઉષ્ણકટિબંધીય હવામાન જેવા કે વિયેટનામ જેવા દેશોમાં જોવા મળે છે. તેનું અમેરિકામાં નજર આવવું ખૂબ જ આશ્ચર્યજનક બાબત છે. તેની પાંખોનો ફેલાવો ૩ ઇંચથી વધારે હોય છે અને તે ખતરનાક ઝેર ન્યૂટ્રોક્સિન થી સજ્જ હોય છે.

વીતેલા દિવસોમાં કોનરાડ બેર્બ્યુ નામના એક વ્યક્તિને વેનકોવર આઈલેન્ડ પર મધપુડાને નષ્ટ કરવા માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તેને ઘણી વખત મધમાખીઓએ ડંખ માર્યો હતો. વળી મિરરના રિપોર્ટ અનુસાર આ માખીઓનાં સમાચાર સામે આવ્યા બાદ આ વિસ્તારના લોકો તેને દૈવીય દુર્ઘટના કહે છે. લોકો તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરીને તેને કોરોના બાદ ઈશ્વરની અન્ય સજા બતાવી રહ્યા છે.

દવાઓથી બચી ગયા પરંતુ ચાલવામાં પરેશાની થઈ રહી છે

કોણરાડે ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ તૈયારી સાથે ગયા હતા, એટલા માટે તેઓએ સમય પર જ પોતાનો ઇલાજ કરી લીધો. સાથોસાથ તેઓ જણાવ્યું હતું કે તેઓએ આ માખીઓના મધપુડાને પણ નષ્ટ કરી દીધો છે. કોનરાડ વધુમાં જણાવે છે કે જ્યારે માખીએ મને ડંખ માર્યો તો મને લાગ્યું કે શરીરમાં કોઈ ગરમ ચીજને ભરી દેવામાં આવેલી હોય. તેમણે જણાવ્યું કે ભલે તેઓ અત્યારે સ્વસ્થ છે પરંતુ તેમને ચાલવામાં પરેશાની થઈ રહી છે અને પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે.

જોકે એન્ટોમોલોજીસ્ટનું માનવું છે કે તે મનુષ્યો કરતા વધારે મધ બનાવવા વાળી મધમાખીઓ માટે ખતરો છે. વીતેલા દિવસોમાં બ્રિટનમાં પણ આ પ્રકારની હોરનેટ નજર આવી હતી અને તેમની સાથે લડવા માટે અંદાજે ૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. તેવામાં જો અમેરિકામાં તે ફેલાય છે તો વધારે ખર્ચ કરવો પડી શકે છે. છેલ્લી વખત તેમને યુરોપના અમુક દેશોમાં વર્ષ ૨૦૦૪માં જોવામાં આવી હતી પરંતુ ત્યારે તેમની સંખ્યા ખૂબ જ ઓછી હતી. વૈજ્ઞાનિકો અનુસાર તે દરરોજ ૬૦ થી ૮૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાઇ જાય છે અને નવા ઘર બનાવે છે.