ગર્લફ્રેન્ડ : અરે બાબુ, ઝટ કર, બારી માંથી કુદી જા, પપ્પા આવી રહ્યા છે. બોયફ્રેન્ડ : પણ આ તો ૧૩મો માળ છે! પછી ગર્લફ્રેન્ડએ એવો જવાબ આપ્યો કે તમે ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

છગન : યાર, હું જે છોકરીને પ્રેમ કરતો હતો, તેણે મારી સાથે લગ્ન ના કર્યા.
મગન : તેં તેને કહ્યું નહિ કે તારા કાકા કરોડપતિ છે?
છગન : હા મેં કહ્યું હતું.
મગન : તો પછી?
છગન : હવે તે મારી કાકી છે.

જોક્સ-૨

વર્ગમાં એક સુંદર છોકરો આવ્યો. અને તેને જોઈને બધી છોકરીઓ ગાંડી ગાંડી થઈ ગઈ.
પરંતુ પછી છોકરાએ આવતાની સાથે જ કંઈક એવું કહ્યું કે છોકરીઓ બેહોશ થઈ ગઈ.
વિચારો શું કહ્યું હશે?
થોડી જગ્યા આપોને, બહેનજી. સાવરણી ફેરવવાની છે.
હાય રે બેરોજગારી.

જોક્સ-૩

કરસન કાકા દિલ્લીથી આવેલા ડોક્ટર પાસે ગયા.
ડોક્ટર : અબ કેસે હો?
કરસન કાકા : પહેલા કરતાં હાલત વધુ ખરાબ છે.
ડોક્ટર : દવાઈ ખાલી થી ક્યાં?
કરસન કાકા : ના દવાની શીશી તો ભરેલી હતી.
ડોક્ટર : મેરા મતલબ દવાઈ લેલી થી?
કરસન કાકા : તમે આપી તો, મેં લઈ લીધી.
ડોક્ટર : બેવકુફ દવાઈ પીલી થી?
કરસન કાકા : ના, દવા તો લાલ હતી.
ડોક્ટર : ગધે દવાઈ કો પીલીયા થા?
કરસન કાકા : નાજી, પીલીયા તો મને હતો.
ડોક્ટર બેભાન.

જોક્સ-૪

પપ્પુ એ પોતાના છોકરાનું નામ પાકિસ્તાન રાખ્યું.
તેના મિત્ર એ કહ્યુ :
અરે તું તો બહુ જ મોટો દેશભક્ત બનીને ફરતો હતો ને,
તો પછી છોકરાનું નામ પાકિસ્તાન કેમ રાખ્યું?
પપ્પુનો સોલિડ જવાબ :
દેશભક્ત છુ, ત્યારે જ તો રાખ્યું છે નામ,
જેથી આખી દુનિયા ને ખબર પડે કે હિન્દુસ્તાનમા પણ કોઈ એવો છે,
જે પાકિસ્તાનનો બાપ છે.

જોક્સ-૫

હરીશ છોકરી જોવા પરિવાર પાસે પહોંચ્યો.
તેની સામે છોકરીના ગુણોના વખાણ થઈ રહ્યા હતા.
છોકરીવાળાઓ એ કહ્યું, ‘સીમાનો અવાજ કોયલ જેવો છે’.
તેની ગરદન તો મોર જેવી છે, તેની ચાલ હરણ જેવી છે અને સ્વભાવે તે ગાય છે.
હરીશે કહ્યું, ‘જી પણ, એનામાં કોઈ માનવીય ગુણ પણ છે કે?

જોક્સ-૬

પતિ-પત્ની બંને બજારમાં ગયા,
ત્યાં પતિ એ એક અજાણી છોકરીને હેલો કહ્યું!
પત્ની ગુસ્સામાં : બોલો તે કોણ હતી?
પતિ કંઈક વિચારીને : ઓહ ચુપ રહે, હજી તો તેને પણ કહેવાનું બાકી છે કે તું કોણ છો.

જોક્સ-૭

બે મિત્ર નશાની હાલતમાં રેલવે ટ્રેકની વચ્ચેથી જઈ રહ્યા હતા.
પહેલો : ઓહ માય ગોડ, હું આટલી બધી સીડીઓ પહેલા ક્યારેય નથી ચડ્યો.
બીજો : અરે સીડીઓ તો બરાબર છે, મને નવાઈ લાગે છે કે પકડવા માટે રેલિંગ કેટલી નીચી લગાવેલી છે.

જોક્સ-૮

ગર્લફ્રેન્ડ (બોયફ્રેન્ડને) : અરે બાબુ, ઝટ કર, બારીમાંથી કૂદી જા, પપ્પા આવી રહ્યા છે.
બોયફ્રેન્ડ – પણ આ તો ૧૩મો માળ છે!
ગર્લફ્રેન્ડ : અરે, શુકન અપશુકન વિચારવાનો આ સમય નથી.

જોક્સ-૯

લુંગી પહેરેલી ગામડાની છોકરીને ઝાડ પર બેઠેલી જોઈને કાકીએ કહ્યુ
ત્યાં શું કામ બેઠી છે?
છોકરી : સફરજન ખાવા.
મહિલા : પણ આ તો આંબાનું ઝાડ છે!
છોકરી : ઓ કાકી, બહુ ડાહી ન બન, હું ઘરેથી સફરજન લઈને આવી છું.

જોક્સ-૧૦

થિયેટરની સામેનું દૃશ્ય.
માણસ : ભાઈ, અહીં સ્કુટરનું સ્ટેન્ડ ક્યાં છે?
મગન : સર પહેલા તમે મને તમારું નામ જણાવશો?
માણસ : પપ્પુ.
મગન : હવે તમારા માતા-પિતાનું નામ કહો?
માણસ : મારે ફિલ્મ જોવા જવું છે, તમે મારો સમય બગાડ્યા વિના ઝડપથી કહો કે, સ્કુટર સ્ટેન્ડ ક્યાં છે?
મગન : એટલે જ કહું છું, જલ્દી જણાવો.
માણસ : મારી માતાનું નામ આશા દેવી છે, અને તેઓ શિક્ષિકા છે.
મારા પિતાનું નામ રાજેશ શર્મા છે, અને તેઓ વકીલ છે.
મગન : ઘરના દરેક વ્યક્તિ ભણેલા ગણેલા છે.
માણસ : હા, હવે તો જણાવો ભાઈ સ્કુટરનું સ્ટેન્ડ ક્યાં છે?
મગન : ભણેલા-ગણેલા માતા-પિતાની ઓલાદ, સ્કુટર સ્ટેન્ડ સ્કુટરની નીચે હોય છે.

જોક્સ-૧૧

લોકડાઉનમાં પોતાની ગર્લફ્રેન્ડને ફોન કરીને છગન કહે છે.
છગન : શું કરે છે?
છોકરી : હું મેલ કાઢી રહી છું?
છગન : હા, જે લોકો ઓછું સ્નાન કરે છે, તેમના શરીર પર મેલ જામી જ જાય છે.
છોકરી : હું ઓફિસમાં છું પાગલ, ઈ-મેલ કાઢું છું.