ગોવિંદાનાં સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે આ ૭ અભિનેતાઓ, કોઈએ થપ્પડ મારી તો કોઈએ ઉડાવી મજાક

સુપરસ્ટાર ગોવિંદા પોતાની ડાન્સિંગ સ્ટાઇલ અને કોમેડી કરવાના સૌથી અલગ અંદાજ માટે ઓળખવામાં આવે છે. ગોવિંદા એક એવા અભિનેતા છે જેમણે ૯૦નાં દશકમાં બોલિવુડ પર ખુબ જ રાજ કરેલ હતું. એટલું જ નહીં પરંતુ એક સમયે ફક્ત બોલિવુડમાં મોટાભાગના નિર્માતાઓ ગોવિંદાની જ માગણી કરતા હતા અને લોકો પણ તેમની ફિલ્મો જોવાનું પસંદ કરતા હતા. ગોવિંદા ઘણા લાંબા સમયથી પડદાથી દુર છે અને તેઓ હવે અમુક ફિલ્મોમાં જ નજર આવે છે. ગોવિંદા ફિલ્મી દુનિયામાં જેટલું નામ કમાયું છે, એટલા જ દુશ્મનો પણ બનાવેલ છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ બોલીવુડનાં તે સેલિબ્રિટી વિશે જેઓને ગોવિંદા સાથે બિલકુલ બનતું નથી. તો ચાલો જાણીએ કે તે સેલિબ્રિટી ક્યાં છે.

શાહરુખ ખાન

સુપરસ્ટાર ગોવિંદા અને શાહરુખ ખાનની વચ્ચે વાતચીત થતી નથી. હકીકતમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાને જાહેરમાં કહી દીધું હતું કે તેમના જેવી એક્ટિંગ ગોવિંદા ક્યારે કરી શકશે નહીં. શાહરૂખ ખાનની આ વાત ગોવિંદાને બિલકુલ પસંદ આવી નહીં અને તેમણે શાહરુખ ખાન સાથે વાત કરવાનું બંધ કરી દીધું. જોકે જ્યારે શાહરૂખ ખાનને આ બાબત જાણવા મળી તો તેમણે ગોવિંદા પાસે માફી માંગી લીધી હતી.

ડેવિડ ધવન

ગોવિંદા અને ડેવિડ ધવન બોલિવુડની સૌથી સુપર હિટ જોડી માનવામાં આવે છે. આ જોડીએ એક સાથે અંદાજે ૧૪ ફિલ્મોમાં કામ કરેલું છે, પરંતુ હવે ડેવિડ ધવન અને ગોવિંદાની વચ્ચે પહેલા જેવા સંબંધ રહ્યા નથી. કહેવામાં આવે છે કે ફિલ્મ “ચશ્મે બદુર” દરમિયાન ડેવિડ અને ગોવિંદા વચ્ચે તકરાર થઇ હતી, જેના કારણે બંનેના સંબંધો બગડી ગયા હતા. કહેવામાં આવે છે કે ફિલ્મ “ચશ્મે બદુર” રિમેક બનાવવાનો આઈડિયા આપ્યો હતો, પરંતુ ડેવિડ ધવને ગોવિંદાને જણાવ્યા વગર ઋષિ કપુર ને કાસ્ટ કરી લીધા હતા. ત્યાર બાદથી બંનેની મિત્રતા તુટી ગઈ.

સંજય દત્ત

એક ઔર એક ગ્યારાહ, હસીના માન જાયેગી, જોડી નંબર વન જેવી ફિલ્મોમાં સાથે નજર આવી ચુકેલ સંજય દત્તને ગોવિંદા ની જોડી દરેક લોકોને પસંદ છે. પરંતુ ગોવિંદા અને સંજય દત્તનાં સંબંધો માં આજે પણ તિરાડ છે. કહેવામાં આવે છે કે એક સમયે સંજય દત્ત ગોવિંદા સાથે વાત કરતાં સમયે ખુબ જ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. તે સિવાય સંજયદત ગોવિંદા ની શુંટિંગમાં મોડા આવવાની ફરિયાદ કરી હતી. તેવામાં બંનેના સંબંધો બગડી ગયા હતા.

સલમાન ખાન

સુપરસ્ટાર ગોવિંદા અને સલમાન ખાન ફિલ્મ પાર્ટનર માં એક સાથે નજર આવી ચુક્યા છે. પરંતુ કહેવામાં આવે છે કે ગોવિંદાની સાથે સલમાન ખાનના સંબંધો પણ સારા નથી. જો કે સમય અનુસાર તેમના સંબંધો સુધરી ગયા હતા, પરંતુ તેમ છતાં પણ સલમાન ખાન અને ગોવિંદા હંમેશા એકબીજાને નજરઅંદાજ કરતા નજર આવે છે.

કરણ જોહર

ઘણા લાંબા સમય બાદ ગોવિંદા ફિલ્મ “આ ગયા હીરો” થી એકવાર ફરીથી કમબેક કર્યું હતું. તેવામાં ઇન્ટરવ્યુ દરમિયાન ગોવિંદાએ કહ્યું હતું કે કરણ જોહરે તેમના શો કોફી વિથ કરણ માં તેમને આમંત્રણ આપવાનું જરૂરી સમજ્યું નહીં. તેમને લાગે છે કે તેઓ ડેવિડ અને મારાથી વધારે ઈર્ષાળુ છે. એટલું જ નહીં પરંતુ ૩૦ વર્ષમાં કરણ જોહરે તેમને ક્યારેય ફોન પણ કર્યો નથી.

કૃષ્ણા અભિષેક

ગોવિંદા અને કૃષ્ણા માં મામા-ભાણીયા નાં સંબંધો છે અને તેમનો વિવાદ જગજાહેર છે. બંને અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. કહેવામાં આવે છે કે કૃષ્ણાએ મામા ગોવિંદાને લીધે સ્ટારડમ પ્રાપ્ત કરેલ છે. તો વળી કૃષ્ણનું કહેવું છે કે ગોવિંદા તેમને ભાવ પણ આપતા નથી. ગોવિંદા અને કૃષ્ણના પરિવારની વચ્ચે વાતચીત બંધ છે અને આ બંને પરિવાર એકસાથે ક્યારેય જોવા મળતા નથી.

અમરીશ પુરી

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને વિલનનાં રૂપમાં ઓળખ બનાવનારા અભિનેતા અમરીશ પુરીને કોઈ ઓળખ ની જરૂરિયાત નથી. તેમની સાથે મોટા મોટા દિગ્ગજ કલાકારોએ કામ કરે છે. તેમાં ગોવિંદા પણ તેમની સાથે કામ કરી ચુકેલ છે. કહેવામાં આવે છે કે ગોવિંદા ફિલ્મના સેટ ઉપર ખુબ જ મોડા પહોંચતા હતા. તેવામાં અમરીશ પુરી ગુસ્સે થઈ જતા હતા.

એક વખત તો વાત એટલી વધી ગઇ હતી કે બન્નેની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને અમરીશ પુરીએ ગોવિંદાને ખુબ જ ખરાબ શબ્દો કીધા હતા. એટલું જ નહીં પરંતુ મીડિયા રિપોર્ટમાં માનવામાં આવે તો એક વખત અમરીશ પુરીએ ઝઘડા દરમિયાન ગોવિંદાને થપ્પડ પણ મારી દીધી હતી. જોકે બાદમાં સંબંધો સુધારવાની કોશિશ કરવામાં આવી પરંતુ આ મામલો ખુબ જ બગડી ચુક્યો હતો.