ગુજરાતનાં આ શહેરનાં સલૂનમાં પીપીઇ કીટ પહેરીને ગ્રાહકોના વાળ કાપવામાં આવી રહ્યા છે

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે મોટાભાગના દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેને કારણે મોટાભાગના વેપાર અને ધંધા બંધ પડેલા છે. ભારતમાં પણ લોકડાઉન હોવાને કારણે જીવન જરુરિયાતની વસ્તુઓ સિવાય બાકીના બધા જ વેપાર-ધંધા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. લોકડાઉન અંદાજે ૨ મહિનાથી હોવાથી લોકો લોકડાઉન ખુલતાની લોકોનો ધસારો સલૂન તરફ જોવા મળશે. તેવામાં સલુનમાં ભીડ થતી હોવાને કારણે સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ વધી જશે.

જેથી ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના નડિયાદ શહેરમાં એક સલૂનમાં એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. લોકોને હવે લાગી રહ્યું છે કે તેમણે આ બીમારી સાથે જ જીવતા શીખવું પડશે. જેને લઇને પોતાને સુરક્ષિત રાખવા ખૂબ જ જરૂરી બની ગયું છે. ગુજરાતના નડિયાદ શહેરમાં એક સલૂનમાં હેરકટ કરવા વાળા કર્મચારી કોરોના સંક્રમણથી બચવા માટે સાવધાનીને ધ્યાનમાં રાખીને પીપીઇ કીટનો પ્રયોગ કરી રહ્યા છે. વળી સલૂનમાં આવતા ગ્રાહકો પણ માસ્ક લગાવીને જ સલૂનમાં આવી રહ્યા છે.

ગુજરાતનો નડિયાદ શહેર ગ્રીન ઝોનમાં હોવાથી અહીંયા સલૂન ખોલવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ હોવાથી સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી બની ગઈ છે. કોરોના વાયરસ થી સંક્રમિત દર્દીઓની સારવાર માટે ડોક્ટર દ્વારા જે પીપીઇ કીટ પહેરવામાં આવી રહી છે, તે પીપીઇ કીટ નડિયાદનાં આ સલૂનમાં સ્ટાફ દ્વારા વાળ કાપતી વખતે પહેરવામાં આવી રહી છે.

અહીંયા આવતા ગ્રાહકોને પણ સેનેટાઈઝર થી હાથ સાફ કરાવવામાં આવે છે. ત્યારબાદ ખુરશીમાં બેસાડતા પહેલા ગ્રાહકના પગમાં ડિસ્પોઝેબલ મોજા પહેરવામાં આવે છે. તે સિવાય વાળ પાવતી વખતે ગ્રાહકના આખા શરીરને ડિસ્પોઝેબલ કપડાથી ઢાંકી દેવામાં આવે છે, જેથી કપાયેલા વાળ બધા તે કપડામાં પડે અને ત્યારબાદ તે ડિસ્પોઝેબલ કાપડનો નિકાલ કરી દેવામાં આવે છે. સલુનમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા પહેરવામાં આવેલી પીપીઇ કીટ દરરોજ બદલવામાં આવે છે. જેથી ગ્રાહકો અને કર્મચારીઓને સલામતી નિશ્ચિત કરી શકાય. નડિયાદનાં આ સલૂન દ્વારા કોરોના મહામારીની વચ્ચે નવા અભિગમથી વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે.

સલૂનનાં માલિક વિશાલ લીમ્બાચીયા એ કહ્યું હતું કે સલૂનની અંદર અમે સામાજિક અંતરનું વિશેષ ધ્યાન રાખીએ છીએ અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ બધા જ દિશાનિર્દેશોનું અમે પાલન કરીએ છીએ. અમે સાવધાની રાખીએ છીએ કે ગ્રાહક હોય કે કર્મચારી, કોઈપણ ને સંક્રમણ ન થાય. કોરોના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે પીપીઇ કીટ પહેરવી ખૂબ જ આવશ્યક છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં પાછલા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણનાં ૩૬૪ મામલા સામે આવ્યા છે. જેના લીધે રાજ્યમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા ૯,૨૬૮ સુધી પહોંચી ગઈ છે. સૌથી વધારે મામલા અમદાવાદમાં સામે આવી રહ્યા છે. બુધવારના અહીંયા ૨૯૨ નવા મામલા સામે આવ્યા હતા અને ૨૫ લોકોના મૃત્યુ થયા હતા. મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે કોરોના વાયરસનાં ૩૧૬ દર્દીઓને સ્વસ્થ થવા પર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં આ મહામારી થી ૩,૫૬૨ દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે. તેમણે જણાવ્યું હતું કે ૩૯ દર્દીઓની હાલત ગંભીર છે.