ગુજરાતનાં આ શહેરમાંથી કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા બાદ દર્દીઓનો કિંમતી સમાન ચોરી થઈ રહ્યો છે

Posted by

ગુજરાતના અમદાવાદ શહેરમાંથી આશ્ચર્યજનક મામલા સામે આવી રહ્યા છે. જ્યાં કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુ બાદ તેમના કિમતી સામાન ચોરી થઇ રહ્યા છે. આ મામલો સિવિલ હોસ્પિટલનો છે, જ્યાંથી આવા પ્રકારની ચોરીની ૪ ફરિયાદો સામે આવી ચૂકી છે.

કુબેરનગર ના છારાનગરમાં રહેનાર ૪૫ વર્ષીય ઉમેશ તમાશે ને ૧૧ મે ના રોજ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. ૧૬ મે ના રોજ વેન્ટિલેટર પર રાખ્યા બાદ તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે પરિવાર તેની બોડી લેવા માટે ગયા તો જોયું કે ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતી ટાઇટન ઘડીયાળ અને ૨૦,૦૦૦ રૂપિયાનો કિમતી વિવો નો સ્માર્ટફોન ગાયબ હતો.

ફરિયાદ કરવા છતાં પણ હોસ્પિટલની બેદરકારી

૧૪ મે સુધી ઉમેશ નિયમિત રૂપથી પોતાના સંબંધીઓ સાથે ફોનમાં સંપર્કમાં હતો. ઓનલાઈન ફરિયાદ કરનાર ઉમેશ ના સંબંધી રોકસી ગાગડેકરનાં જણાવ્યા અનુસાર, તે દિવસે સાંજના સમયે દર્દીને આઇ.સી.યુ.માં વેન્ટીલેટર પર રાખવામાં આવેલ હતો અને પછી તેની સાથે કોઇ સંપર્ક થઇ શકયો ન હતો. બીજા દિવસે ફેસબુક મેસેન્જર ના માધ્યમથી તેની બહેન કલ્પનાને એક અશ્લિલ મેસેજ મળ્યો.

કારણકે ઉમેશ વેન્ટિલેટર પર હતો એટલા માટે તેમનો પરિવાર ચિંતિત થયો કે કોઈ તેના ફોનનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે ઉમેશના પરિવારના લોકોએ આ મુદ્દાને લઈને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર મૈત્રેય ગજ્જરને ફોન કર્યો, તો તેમણે કોઈ સહયોગ આપ્યો નહીં. તેમણે કહ્યું કે ફોનની જવાબદારી અમારી નથી, તમે પોલીસમાં ફરિયાદ કરો.

ગાયબ થઈ કાનની બુટ્ટી અને વીંટી

અન્ય એક ફરિયાદ છોટા ગરીબનગરના હસન બિલાલ અબુ કાસિમ પઠાણે કરી હતી. ફરિયાદ અનુસાર બિલાલ ની માં અન્નું બાનો પઠાણને ૧૫મી મે ના રોજ સીવિલ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. ૧૭ મે ના ૧૦ વાગ્યે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે તેમના પરિવારે તેમની બોડીને જોઈ, તો જાણવા મળ્યું કે સોનાની બુટ્ટી અને સોનાની વીંટી જેની કુલ કિંમત ૨૦,૦૦૦ રૂપિયા હતી, તે ગાયબ થઈ ગઈ હતી.

પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

આ પ્રકારની ચોરીને કારણે જ્યાં હોસ્પિટલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યાં વળી એવા સવાલ પણ કરવામાં આવી રહ્યા છે કે આખરે ફરિયાદ થયા બાદ પણ હોસ્પિટલ પ્રશાસન એક્ટિવ મોડ માં શા માટે આવેલ નથી. વળી બીજી તરફ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમણે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ હજી સુધી કોઈ કડી મળી નથી. શાહીબાગ પી.આઇ. એ.કે. પટેલે કહ્યું, “અમને ચોરીની ફરિયાદ મળી છે. અમારી તપાસ ચાલુ છે પરંતુ હજી સુધી કંઈ મળ્યું નથી.”