હનુમાનજીનો પ્રિય દિવસ છે મંગળવાર, પોતાની પરેશાની અનુસાર કરી લો આ સરળ ઉપાય, સમસ્ત દુ:ખમાંથી મુક્તિ મળી જશે

Posted by

સંકટ મોચન મહાબલી હનુમાનજી ભગવાન શિવજીના ૧૧માં રુદ્ર અવતાર છે અને તે રામ ના પરમ ભક્ત માનવામાં આવે છે. એવું જણાવવામાં આવે છે કે બજરંગ બલીની કૃપાથી મનુષ્યને મોટામાં મોટા સંકટ પણ દૂર થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીને સમર્પિત કરવામાં આવેલ છે. આ દિવસે તેમને વિશેષ રૂપથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. બધા ભક્તો મંગળવારના રોજ બજરંગબલીની ખાસ પૂજા કરે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે.

હનુમાનજી અમર દેવતા માનવામાં આવે છે અને તેમની શક્તિઓથી બધા જ લોકો પરિચિત છે. મંગળવારના દિવસે હનુમાન ભક્ત તેમની પૂજા ઉપાસના કરે છે, તો તેમના બધા સંકટ દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશહાલી આવી જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર જો જોવામાં આવે તો મહાબલી હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા અને કલ્યાણ માટે તે હજુ પણ પૃથ્વી પર મોજુદ રહેલા છે અને પોતાના ભક્તોની પ્રાર્થના ખૂબ જલ્દી સાંભળી લે છે.

જો મંગળવારના દિવસે ભક્તો હનુમાનજીની ખાસ પૂજા કરે છે તો તેને તેમનો વિશેષ લાભ મળે છે. આજે અમે તમને અમારા આર્ટિકલમાં હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે અમુક સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જો તમે પણ આ ઉપાયોથી બજરંગ બલીની આરાધના કરો છો, તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન થઇ જશે.

નોકરીમાં ઉન્નતિ માટે

જો તમે પોતાના નોકરીના ક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત કરવા માંગો છો અને નોકરીમાં ચાલી રહેલી પરેશાનીઓ દૂર કરવા માંગો છો તો તેના માટે તમારે મંગળવારના દિવસે હનુમાનજીના કોઈ મંદિરમાં જઈને પાનના બીડા અર્પિત કરવાના રહેશે. આ ઉપાય કરવાથી રોજગારના માર્ગ ખુલી જશે અને નોકરીમાં સતત સફળતા મળશે.

આર્થિક સંકટોમાંથી મુક્તિ માટે

જો તમારા જીવનમાં ધન સાથે જોડાયેલ પરેશાની ચાલી રહી છે અને હજારો પ્રયત્નો કરવા છતાં પણ ઘર-પરિવારની આર્થિક સ્થિતિ યોગ્ય થઇ રહી નથી, તો તેના માટે તમારે મંગળવારના દિવસે સવારના સમયે વડના ઝાડનું એક પાન તોડી લાવો. તેને ગંગાજળથી ધોઈ હનુમાનજીને અર્પિત કરો. આ ઉપાયથી આર્થિક પરેશાનીઓ માંથી છુટકારો મળશે અને ધનપ્રાપ્તિ નાં સ્ત્રોત પ્રાપ્ત થશે.

કર્જમાંથી મુક્તિ મેળવવા માટે

જો તમારી ઉપર વધારે પડતા પૈસા ઉધાર થઈ ગયા છે, જેને તમે ચૂકવી શકવામાં સક્ષમ નથી. તો તેવામાં મંગળવારના દિવસે હનુમાનજીની પ્રતિમાની સામે બેસીને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરવો. તેનાથી તમારા બધા જ બગડેલા કાર્યનો નિકાલ થઈ જશે અને કામકાજમાં આવી રહેલી અડચણો પણ દૂર થશે. આ ઉપાય કરવાથી કર્જમાંથી પણ છુટકારો મળી જશે.

સમસ્ત દુઃખોની મુક્તિ માટે

જો તમારા જીવનમાં પરેશાનીઓ તમારો પીછો છોડવાનું નામ નથી લઈ રહી અને તમે દરેક સંભવ કોશિશ કરી ચૂક્યા છો પરંતુ તમને તેનો કોઈ લાભ નથી મળી રહ્યો. તો તેવામાં દરેક મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો. તમારા જીવનના બધા જ દુઃખ દૂર થઈ જશે. મહાબલી હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ભરપૂર ખુશીઓ આવશે.

ઉપરોક્ત મંગળવારના અમુક ઉપાયો વિશે જાણકારી આપવામાં આવી છે. તમે પોતાના જીવનની સમસ્યાઓ અનુસાર ઉપરોક્ત કાર્ય કરી શકો છો. ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિને નિશ્ચિત લાભ મળે છે અને હનુમાનજીની કૃપાથી જીવન ખુશહાલ બને છે.