હવાઈ જહાજ ઉડાવી શકે છે બોલીવુડનાં આ ૫ સિતારાઓ, ચોથા નંબર વાળા પાસે તો છે લાઇસન્સ

બોલિવૂડના સિતારાઓ કંઈ પણ કરી શકે છે. તેઓ ખૂબ જ સારો અભિનય પણ કરે છે, દરિયાદિલનું કામ પણ કરે છે, બાઈક કાર પણ ચલાવે છે અને તેઓ હવાઈ જહાજ પણ ચલાવી શકે છે. ફિલ્મોની અંદર આપણે હંમેશા જોઈએ છીએ કે એક હીરો કંઈ પણ કરી શકે છે, પછી તે હીરોઈન સાથે ઈશ્ક લગાવવાનું હોય કે પછી પહાડ તોડીને લાવવાનો હોય. એક હીરો માટે કંઈ પણ કરવું અશક્ય હોતું નથી.

વળી આજની હિરોઈન કોણ કોઈનાથી ઓછી નથી. જ્યાં તેમની ઈચ્છાઓ અને શોખ પૂરા કરવાની વાત સામે આવતી હોય તો તેને પૂરા કરવા માટે તેઓ કંઈપણ કરી શકે છે. બોલિવૂડમાં રહેલા આ પાંચ સિતારાઓ હવાઈ જહાજ પણ ઉડાવી શકે છે. જી હાં, તમે બિલકુલ બરોબર સાંભળ્યું છે. કોણ છે તે સિતારાઓ તે આજે અમે તમને અમારી પોસ્ટમાં જણાવીશું.

અમિતાભ બચ્ચન

બોલિવૂડના મહાનાયકે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પહેલા ભારતીય વાયુસેનામાં પાયલટ બનવા માંગતા હતા. જો કોઈ ઈમરજન્સી હોય અને આપણે હવાઈ જહાજમાં છીએ તો તેઓ તેને લેન્ડ પણ કરાવી શકે છે. મતલબ મહાનાયકને હવાઈ જહાજ ચલાવવાનું આવડે છે. શું વાત છે બિગ બી, તમે તો સુપર હીરો નીકળ્યા.

શાહિદ કપૂર

તમે શાહિદ કપૂરને ફિલ્મ “મોસમ” માં હવાઈ જહાજ ચલાવતા જોયા હશે. તેમણે ફિલ્મમાં ભારતીય વાયુસેનામાં એક લડાકુ પાયલોટનું પાત્ર નિભાવ્યું હતું. તેમને તે સમયે એક પ્રોફેશનલ પાઇલોટ બનવા માટે પ્લેન ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોતાની આ ટ્રેનિંગ એટલી સારી રીતે લીધી કે તેમણે હકીકતમાં એક એફ-૧૬ લડાકુ વિમાન પણ ઉડાડ્યું હતું.

અસિન

બોલિવૂડની અમુક ફિલ્મોમાં જ કામ કર્યા બાદ અભિનેત્રી અસિને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમની અંદર ટેલેન્ટની કોઈ કમી હતી નહીં. વળી તેમણે હવાઈ જહાજ ઉડાવીને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. જ્યારે તે ઇટાલીમાં રજાઓ ગાળવા માટે ગઈ હતી ત્યારે તેણે સી-પ્લેન ઉડાડવાનું શીખ્યું હતું.

ગુલ પનાગ

ટીવી હોસ્ટ અને એક્ટ્રેસ ગુલ પનાગ ની અંદર ટેલેન્ટ કેટલું છે તે તમે તેના અભિનયને જોઈને જાણી શકો છો. તેમની અંદર વધુ એક ટેલેન્ટ છે કે તેઓ હવાઈ જહાજ ઉડાડવાની ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે. તે પાયલોટ બનવાના સપનાને પૂર્ણ કરવા માટે હવાઈ જહાજ ચલાવવાનું શીખી ચૂકી છે અને સાથોસાથ તેમની પાસે પ્રાઇવેટ ચલાવવાનું લાયસન્સ પણ છે.

વિવેક ઓબેરોય

વિવેકે ફિલ્મ ક્રિશ-૩ દરમિયાન પ્લેન ઉડાવવાનું શીખ્યું હતું અને હકીકતમાં તેમણે પ્લેન ઉડાવ્યું પણ હતું. બાદમાં તેઓ પ્રાઇવેટ પાયલોટના લાયસન્સ લેવા માટે પણ વિચારી રહ્યા હતા. કારણ કે તેમને પ્લેન ઉડાડવા માં ખૂબ જ મજા આવી રહી હતી. તેઓએ સેસ્ના ક્રાફ્ટ પ્લેન ઉડાવ્યું પણ છે, આ એક નાનું બે સિટર વાળું વિમાન હોય છે.