હવે ગરમીથી મળશે રાહત : સરકાર લોન્ચ કરવા જઈ રહી છે ખુબ જ સસ્તું એસી : ૪૦% સુધી વીજળી બિલમાં થશે રાહત

ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને લીધે લોકો પરેશાન થઈ ગયા છે. લોકો ગરમીના કારણે બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. પરંતુ ઘરમાં પણ લોકો ગરમીથી ત્રસ્ત છે. આ ગરમી થી બચવા લોકો ઘરમાં એસી અથવા એર કૂલર નો ઉપયોગ કરી રહ્યા છે. ઘણા લોકો ઓછા બજેટ માટે એસી ની જગ્યાએ કૂલર નો ઉપયોગ કરે છે. પરંતુ હવે ઓછા બજેટ વાળા લોકો માટે પણ સારા સમાચાર છે. મોદી સરકાર ઓછા બજેટ વાળા લોકો માટે ખુબ જ સસ્તા ભાવ માં એસી લોન્ચ કરવા જઈ રહી છે.

સરકાર ટુંક સમયમાં જ EESL એસી લોન્ચ કરશે. જેને ૧૫ થી ૨૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. આ એસી બીજી કંપની કરતા ખુબ જ સસ્તી કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ એસી કિંમતની સાથે સાથે પાવર પણ ખુબ જ ઓછો વાપરશે. જેના લીધે લાઈટ બિલ માં પણ લોકો ને ઘણી રાહત મળશે.

આ એસી લોકો ઓનલાઇન ખરીદી શકશે. સાથે સાથે આ એસી પર એક્સચેન્જ ઑફર નો પણ લોકોને લાભ મળશે. એટલે કે લોકો પોતાનું જુનુ એસી આપીને આ એસી ખુબ જ ઓછી કિંમતમાં ખરીદી શકશે. કંપનીના  જણાવ્યા પ્રમાણે આ એસી લાઈટ બીલ માં ૩૫ થી ૪૦ ટકા સુધી રાહત મળશે. સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવિધાનો લાભ લોકો જુલાઈ માં લઈ શકશે.

તમને જણાવી દઈએ કે આ એસી ઓનલાઇન બુક કરાવ્યા બાદ ૨૪ કલાક માં જ તમારા ઘરમાં ફીટ કરી દેવામાં આવશે. આ એસી ડિસ્કાઉન્ટ સાથે એ લોકો જ ખરીદી શકશે જેની પાસે લાઇટનું કનેક્શન હશે.

વાત કરીએ એસી ની તો ઘણી ઓનલાઇન સાઈટ પર એસી બમ્પર ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યા છે. જો તમે Voltas કંપની નું ૧.૫ ટન એસી ખરીદવા માંગો છો તો ૩ સ્ટાર સ્પ્લિટ એસી ૨૭,૯૯૯/- રૂપિયામાં ખરીદી શકો છો. જો કે આ એસી ની લોન્ચિંગ કિંમત ૫૦,૯૯૯/- હતી. ઓફ્લાઈન માર્કેટ કરતા ઓનલાઇન સાઈટ્સ લોકોને બમ્પર ડિસ્કાઉન્ટ આપે છે. જેથી લોકો ઓનલાઇન ખરીદી વધુ કરતા હોય છે.