હવે કરીના કપુરની પાછળ પડી ગઈ કંગના રનૌત, વર્ષો જુનો વિડિયો શેયર કરીને બેબો ની મજાક ઉડાવી

યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ થી બોલીવુડ બે ભાગમાં વહેંચાઇ ચૂક્યું છે. હકીકતમાં સુશાંતનાં મૃત્યુ બાદ બોલિવૂડમાં એક નવી ચર્ચાએ જન્મ લઇ લીધો છે. જેને લઇને કલાકારો એકબીજાની સામે આવી ગયા છે. આ કડીમાં સૌથી વધારે સક્રિય કંગના રનૌત છે. કંગના રનૌત સુશાંતનાં મૃત્યુ માટે બોલિવૂડની મોટી હસ્તીઓને જવાબદાર ગણે છે. આ સિલસિલામાં તેમણે હવે કરીના કપૂરને પણ વચ્ચે ઘસડી લીધી છે, જેને લઇને કંગનાએ એક વીડિયો શેયર કર્યો છે. સાથોસાથ ફેન્સને એક સલાહ પણ આપી છે. તો ચાલો જાણીએ કે શું છે સમગ્ર મામલો.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને મર્ડર બતાવી રહી છે, જેના માટે તેમણે બોલિવૂડના ઘણા મોટા સેલિબ્રિટીઓના નામ લીધા છે. આ મામલામાં તે કોઇપણ કિંમત પર પાછળ હટવા માંગતી નથી. પરંતુ જેવો તેને કોઈ મોકો મળી રહ્યો છે તે તેના પર ચોકો મારી રહી છે. તેવામાં હવે તેણે કરીના કપૂરનો એક વીડિયો શેયર કર્યો છે. સાથોસાથ સુશાંત સિંહ રાજપૂતનો પણ એક વીડિયો શેયર કર્યો છે. હકીકતમાં કંગના રનૌત વિડિયો દ્વારા કરીનાનાં આઇક્યુની મજાક ઉડાવી રહી છે.

વીડિયોમાં શું છે?

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે જે વીડિયો શેયર કર્યો છે, તેમાં એક તરફ કરીના કપૂર નજર આવી રહી છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત. હકીકતમાં આ વીડિયોમાં એક પત્રકાર કરીના કપૂરને મંગળ ગ્રહ વિશે પૂછે છે, તો કરીના ટ્રાન્સલેટ કરવા લાગે છે. વળી બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત પોતાના ઘરમાં રાખેલ ટેલિસ્કોપ વિશે વાત કરતા નજર આવી રહ્યા છે.

આ વિડીયો દ્વારા એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે પોતાના આઇડલને મગજથી પસંદ કરો. હકીકતમાં કરીના કપૂરનો વિડીયો દ્વારા મજાક ઉડાવવામાં આવી રહ્યો છે, તો વળી સુશાંત સિંહ રાજપૂત ના આઇક્યુ ની પ્રશંસા કરવામાં આવી રહી છે. મતલબ સ્પષ્ટ છે કે જો તમે કોઈ વ્યક્તિને પોતાનો આઇડલ માનો છો, તો તમારે સામેવાળાની બુદ્ધિમાની જોઈને તેને પોતાનો આઇડલ પસંદ કરવો જોઈએ. જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેને સુશાંતસિંહ રાજપૂતના ફેન્સ લાઈક અને શેયર કરીને થાકતા નથી.

સુશાંત ને ખૂબ જ અપમાનિત કરવામાં આવતા હતા કંગના રનૌત

એક ઇન્ટરવ્યૂમાં કંગના અંકિતા લોખંડે સાથેની વાતચીતનો ઉલ્લેખ કરે છે. કંગના અનુસાર અંકિતાએ જણાવ્યું હતું કે સુશાંતને ખૂબ જ અપમાનિત કરવામાં આવતા હતા, જે તેઓ સહન કરી શક્યા નહીં. સાથોસાથ તેમણે કહ્યું હતું કે સુશાંત પોતાની છબીને લઈને ખૂબ જ ચિંતિત હતા. તેવામાં જ્યારે તેમની છબી પર સવાલ ઉભા થવા લાગ્યા તો તેઓ સહન કરી શક્યા નહીં. યાદ અપાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” હોટસ્ટાર પર રીલિઝ થઈ ચૂકી છે, જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.