હિના : આપણે આવતીકાલે પાર્ટીમાં આપણા પતિઓના વાળ સાથે મેચ કરતી ડ્રેસ પહેરીશું. મીના : મારા પતિના વાળ કાળા છે એટલે હું કાળો ડ્રેસ પહેરીશ, પછી ટીના એ એવો જવાબ આપ્યો કે હિના અને મીના બંને શરમાઈ ગઈ

જોક્સ-૧

પતિએ પુસ્તક વાંચતા કહ્યું કે : આમાં લખ્યુ છે કે મોટાભાગના મુર્ખ માણસોને ખુબ સુંદર પત્ની મળે છે.

પત્ની (શરમાતાં) : હવે તમે બસ કરો, તમારી પાસે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી.

પતિએ પુસ્તક વાંચવાનું છોડી દીધું.

જોક્સ-૨

છગન : મારા બાપા ગુજર્યા ત્યારે પાંચ લાખ રૂ. મુકી ગયેલા!

મગન : એમાં તે શી મોટી ધાડ મારી?

મારા બાપા ગુજર્યા ત્યારે આખી દુનિયા મુકતા ગયેલા!

જોક્સ-૩

બે પાગલોએ પાગલખાનામાંથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો.

પહેલો પાગલ : કાલે ગેટ ખુલતાની સાથે જ ચોકીદારને મારીને ભાગી જઈશું.

બીજો પાગલ : હા વિચાર સારો છે.

બીજે દિવસે સવારે બંને જણા ગેટ તરફ દોડી ગયા.

જોયું તો ગેટ ખુલ્લો હતો, ચોકીદાર ગાયબ હતો.

પહેલો પાગલ : અરે યાર, આ ચોકીદાર ક્યાં ગયો? જો તે અહીં હોત તો આજે આપણે પ્લાન મુજબ અહીંથી ભાગી શક્યા હોત.

જોક્સ-૪

હિના : આપણે આવતીકાલે પાર્ટીમાં આપણા પતિઓના વાળ સાથે મેચ કરતી ડ્રેસ પહેરીશું.

મીના : મારા પતિના વાળ કાળા છે એટલે હું કાળો ડ્રેસ પહેરીશ.

ટીના ઉદાસ થઈને : પણ હું શું પહેરીશ, મારા પતિને તો ટાલ છે.

જોક્સ-૫

પત્રકાર : ૮૦ વર્ષની ઉંમરે પણ તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો, આ પ્રેમનું રહસ્ય શું છે?

વૃદ્ધ માણસ : દીકરા ૨૦ વર્ષ પહેલા હું તેનું નામ ભૂલી ગયો છું,

હવે પુછવાની હિંમત નથી કરી શકતો, તેથી જ તેને ડાર્લિંગ કહું છું.

જોક્સ-૬

બાળક : મમ્મી, તું તો કહેતી હતી કે પરીઓ ઉડે ​​છે, તો આપણા પાડોશમાં રહેતા કાકી કેમ ઉડતા નથી?

મમ્મી : એ વાંદરીને પરી કોણે કહી?

બાળક : પપ્પાએ.

મમ્મી : તો દીકરા આજે તારા પપ્પા પણ ઉડશે અને તારા પપ્પાની એ પરી પણ ઉડશે.

જોક્સ-૭

જો તમારું પેટ બહાર આવી રહ્યું હોય તો ગભરાશો નહીં.

કારણ કે એ સુખી માણસની નિશાની હોય છે.

આવું એ લોકો કહે છે જે કસરત કરવામાં આળસ કરે છે.

જોક્સ-૮

પપ્પા : પપ્પુ, કાલે તારી પરીક્ષા છે અને તું મસ્તી કરી રહ્યો છે?

પપ્પુ : ના પપ્પા હું મસ્તી નથી કરતો, પરીક્ષામાં પાસ થઈશ તો તમે મને સાઈકલ અપાવવાનું પ્રોમિસ કર્યુ હતુ ને,

તો હું તમારા પૈસા બચાવી રહ્યો છું.

જોક્સ-૯

બકો કોરા કાગળને વારંવાર ચુંબન કરી રહ્યો હતો.

ભૂરો : આ શું કરે છે?

બકો : આ મારી ગર્લફ્રેન્ડનો લેટર છે.

ભૂરો : પણ આ તો કોરો કાગળ છે.

બકો : હા, આજકાલ બોલચાલ બંધ છે.

જોક્સ-૧૦

પત્ની સાથે ઝઘડો થયા બાદ મેં કહ્યું, તું મારું શું બગાડી લઈશ?

ત્યાર પછી હું થોડા થોડા દિવસે મોબાઈલના ૧૦ ચાર્જર લાવ્યો પણ એક પણ મળતા નથી.

જોક્સ-૧૧

જયેશ : તમે દિવસમાં કેટલી વાર દાઢી કરો છો?

ભીખાકાકા : પચીસ-ત્રીસ વાર થતી હશે.

જયેશ : તમે ગાંડા છો કે શું?

ભીખાકાકા : ના, હું વાળંદ છું.

જોક્સ-૧૨

બીમાર પતિએ હોશમાં આવતા જ બબડવાનું ચાલું કર્યુ,

હું ક્યાં છું? શું હું સ્વર્ગમાં પહોંચી ગયો છું?

પત્નીએ સાંત્વના આપતા કહ્યું : ના, ડાર્લિંગ, હું જીવું છું ત્યાં સુધી તને સ્વર્ગનું સુખ નહિ મળે.

જોક્સ-૧૩

ન્યાયાધીશ રાજુને : તેં થોડા દિવસ પહેલાં પણ સો રૂપિયા ચોર્યા હતા ને! તો ફરી ચોરી કેમ કરી?

રાજુ : સાહેબ, સો રૂપિયા ચોર્યા તો હતા, પરંતુ આ મોંઘવારીના જમાનામાં સો રૂપિયા કેટલા દિવસ ચાલે.

જોક્સ-૧૪

ગર્લફ્રેન્ડ : શું તું મારા માટે દરિયા માંથી મોતી લાવી શકે છે?

બોયફ્રેન્ડ : ના, એ સિવાય બીજું કાંઈ કહે, હું તમારા માટે બીજું કંઈ પણ કરી શકું છું.

ગર્લફ્રેન્ડ : શું હું તારું ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક અને વોટસએપ ચેક કરી શકું છું?

બોયફ્રેન્ડ : તારે કેવા મોતી જોઈએ છે એ જણાવ.

જોક્સ-૧૫

કિશોર કાકા : ઓ ભાઈ, જરા ઉભા રહો.

મુસાફર : બોલો શું કામ છે?

કિશોર કાકા : ટાઈમ શું થયો છે?

મુસાફર : સાડા સાત વાગ્યા છે.

કિશોર કાકા : શું વાત છે! મેં સવારથી જેટ્લા લોકોને ટાઈમ પુછ્યો એ બધા જુદો જુદો ટાઈમ કહે છે.

જોક્સ-૧૬

પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈતા હતા.

પત્ની : કોઈ પણ સમજદાર સ્ત્રી તમારી સાથે ક્યારેય લગ્ન નહિ કરે.

પતિ : મારે એ જ સાબિત કરવું હતું.

જોક્સ-૧૭

પતિ : હું તને એટલો પ્રેમ કરું છું કે વ્યક્ત કરવા માટે શબ્દ જ નથી મળી રહ્યાં.

પત્ની શબ્દકોષ આપતાં બોલી : લો, આમાંથી શોધી લો અને વ્યક્ત કરો. નહિ તો વેલણ ખાવા તૈયાર રહેજો.