હિટ ફિલ્મને અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા આ ૫ સિતારાઓ, જાણો એવી શું મજબુરી હતી

Posted by

કહે છે કે “દાણા-દાણા પર લખેલું હોય છે ખાવા વાળાનું નામ”. મતલબ કે જેની કિસ્મતમાં જે લખેલું હોય તેને મળીને જ રહેશે. હવે આ પાંચ ફિલ્મોનું જ ઉદાહરણ લઈ લો. પહેલા આ ફિલ્મો અન્ય કોઈ એક્ટરને મળવાની હતી, પરંતુ પછી કિસ્મતે એવી પલટી મારી કે આ ફિલ્મમાંથી તે એક્ટર આઉટ થઈ ગયા અને નવા એક્ટરને ચાન્સ મળી ગયો.

કરીના કપૂર

 

View this post on Instagram

 

Dear fat, prepare to die… .Xoxo, me. 🤣

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on


કરીના કપૂરને રિતિક રોશનની સાથે “કહોના પ્યાર હૈ” ફિલ્મમાં લીડ એક્ટ્રેસનો રોલ ઓફર થયો હતો. ત્યારે ઋત્વિક અને કરિના બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવા હતા અને તેમની ડેબ્યૂ ફિલ્મ હતી. જોકે ફિલ્મ સાઈન કર્યા બાદ કરીનાએ આ ફિલ્મ વચ્ચે જ અમુક અંગત કારણોને લીધે છોડી દીધી. ત્યારબાદ કરિનાએ અમિતાભ બચ્ચનનાં દિકરા સાથે “રેફ્યુજી” થી પોતાનું બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહી હતી, જ્યારે ઋત્વિક અને અમિષા પટેલની “કહોના પ્યાર હૈ” સુપરહિટ થઈ ગઈ હતી.

આલિયા ભટ્ટ


આલિયા ભટ્ટને “રાબતા” ફિલ્મ ઓફર થઈ હતી. આ ફિલ્મમાં સ્વર્ગીય સુશાંત સિંહ રાજપૂત લીડ એક્ટર હતા. આલિયા આ ફિલ્મ કરવાનું વિચારતી રહી હતી પરંતુ બાદમાં ડેટની પરેશાની હોવાને કારણે તેમણે આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. તેવામાં આ રોલ પછી કૃતિ સેનનને આપવામાં આવ્યો હતો. આ ફિલ્મ જુન ૨૦૧૭માં માં રિલીઝ થઈ હતી. ફિલ્મની પ્રશંસા પણ ખૂબ કરવામાં આવી હતી.

સુશાંત સિંહ રાજપૂત


સુશાંત સિંહ રાજપુતને “હાફ ગર્લફ્રેન્ડ” ફિલ્મની ઓફર મળી હતી. જોકે તે સમયે “રાબતા” ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તો તેમણે આ ફિલ્મ રિજેક્ટ કરી દીધી હતી. તેવામાં આ રોલ અર્જુન કપૂરને મળ્યો હતો.

એશ્વર્યા રાય


એશ્વર્યા રાયને શાહરૂખ ખાનની “ચલતે ચલતે” ફિલ્મ ની ઓફર મળી હતી. જોકે તેમના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાને સેટ પર આવીને તોડફોડ કરી દીધી હતી. તેવામાં એશ્વર્યાએ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો હતો. બાદમાં આ રોલ રાણી મુખરજીને મળ્યો હતો. ફિલ્મમાં તેમના રોલની ખુબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી.

રણબીર કપૂર

રણબીર કપૂરને “જોધા અકબર” ફિલ્મની ઓફર મળી હતી, પરંતુ તેમણે આ ફિલ્મ સાઈન કરી નહીં. આ વાત જો કે રણબીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં બતાવી હતી. બાદમાં આ ફિલ્મ રિતિક રોશનને મળી, જે તેમની કારકિર્દીની બેસ્ટ ફિલ્મ બની ગઈ.