હોટેલમાં લોકોનાં એઠા વાસણ સાફ કરતો આ બાળક આજે બોલીવુડનો સુપરસ્ટાર છે, એક મિનિટમાં આટલા રૂપિયા કમાય છે

હીરો હીરોઇન બનવા માટે માયાનગરી મુંબઈમાં દરરોજ હજારો લોકો આવે છે. અહીંયા આવેલા મોટાભાગના યુવાનોનું સપનું હોય છે કે બોલિવૂડનાં એક્ટર બનવું. ટીવી ઇન્ડસ્ટ્રી અને મોડલિંગ માં પણ એવા ઘણા લોકો છે જે બોલિવૂડ એક્ટર બનવા ઇચ્છે છે. પરંતુ ખુબજ ઓછા લોકો કિસ્મતવાળા હોય છે જેમણે બોલિવૂડમાં એક્ટર કરવાનો અવસર મળે છે. દરેકનાં નસીબ સ્ટાર કિડ્સ જેવા સારા હોતા નથી, કે તેમને બોલીવુડ હીરો હીરોઇન બનવા માટે વધારે સંઘર્ષ કરવો પડતો નથી. પરંતુ એક સામાન્ય વ્યક્તિ ખૂબ જ સંઘર્ષ કર્યા બાદ જ આ આ સ્ટેજ પર પહોંચે છે.

એક સામાન્ય વ્યક્તિને ફિલ્મમાં સાઇડ રોલ મળી જાય તો પણ ખૂબ જ સારું છે. બોલિવૂડમાં ઘણાં એવા સ્ટાર્સ રહેલા છે જે કોઈ મોટા સેલિબ્રિટીના સંતાન તો નથી, પરંતુ પોતાની મહેનતના દમ પર આજે બોલિવૂડનાં ટોપ એક્ટર બની ગયા છે. આ પોસ્ટમાં અમે બોલિવૂડના આવા જ એક સ્ટાર વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જે આજે પોતાની મહેનતથી સફળતાની ટોચ પર પહોંચ્યા છે અને તેમની વર્ષમાં એક નહીં પરંતુ ૩-૪ ફિલ્મો રિલીઝ થાય છે.

અમે વાત કરી રહ્યા છીએ બોલિવુડના ખેલાડી અક્ષય કુમારની. અક્ષય કુમાર બોલીવુડ ના એક એવા અભિનેતા છે જેને દરેક ઉંમરના દર્શકો જોવાનું પસંદ કરે છે. તે દરેક વખતે પોતાની ફિલ્મોથી લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. તેમની દરેક ફિલ્મનો કોન્સેપ્ટ અલગ હોય છે અને હંમેશા એવી કોશિશ કરે છે કે દર્શકોને કંઈક નવું આપી શકાય. અક્ષય આજકાલ સામાજિક મુદ્દાઓ પર વધારે ફિલ્મો બનાવી રહ્યા છે. પરંતુ તમને જાણ નહીં હોય કે તે એક સામાન્ય વ્યક્તિથી સુપર સ્ટાર બનવા માટેની સફર અક્ષય માટે સરળ હતી નહીં.

વેઈટરનું કામ કરતા હતા અક્ષય

તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં આવતા પહેલા અક્ષય કુમાર એક હોટલમાં વેઈટરનું કામ કરતા હતા. બેંગકોકથી માર્શલ આર્ટની ટ્રેનિંગ લીધા બાદ પણ તેઓ ભારતમાં કંઈ ખાસ કામ ન મળ્યું, તો પોતાનો ખર્ચો કાઢવા માટે વેઇટર બની ગયા. ફક્ત એટલું જ નહીં અક્ષયે ઢાકામાં ૬ મહિના સુધી સેલ્સમેનની નોકરી પણ કરી છે. ઢાકા બાદ તેઓ પરત દિલ્હી આવ્યા અને આખરે તેમણે મુંબઇની એક સ્કૂલમાં બાળકોને માર્શલ આર્ટ શીખવવાનો અવસર મળ્યો.

બાળકોને શીખવ્યું માર્શલ આર્ટ

સ્કૂલમાં માર્શલ આર્ટ શીખવાડવા દરમિયાન એક બાળકના પિતાએ અક્ષયને સલાહ આપી કે તેમણે મોડલિંગ કરવું જોઈએ. બસ પછી તો અક્ષય ફોટોશૂટ કરાવવાનું શરૂ કર્યું અને નાના-મોટા અસાઇમેન્ટ કરવા લાગ્યા. ધીરે-ધીરે મોડલિંગ ઈન્ડસ્ટ્રીમાં પોપ્યુલર થવા લાગ્યા અને ૧૯૯૧માં તેમની પહેલી ડેબ્યું ફિલ્મ “સોગંદ” આવી. આ ફિલ્મ બાદ જ અક્ષયના ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઇ અને પછી તેઓએ ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

એક મિનિટમાં કમાય છે આટલા રૂપિયા

આજે અક્ષય કુમાર બોલીવૂડના સૌથી લોકપ્રિય સુપર સ્ટાર છે. અક્ષયની એક વર્ષમાં ઘણી ફિલ્મો રિલીઝ થાય છે અને તેમની મોટા ભાગની ફિલ્મો હિટ જાય છે. ફિલ્મોથી તેઑ ખૂબ જ સારી કમાણી કરી લે છે. અક્ષય કુમાર ની ગણતરી બોલીવૂડના સૌથી અમીર એક્ટરમાં કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘરની એકની કમાણી ૧૮૬૯ રૂપિયા છે.

જીવે છે ડિસિપ્લિન લાઇફ

અક્ષય એક ખૂબ જ ડિસિપ્લિન લાઈફ સ્ટાઈલ ફોલો કરે છે. તે દરરોજ સવારે ૪ વાગ્યે ઉઠે છે અને પછી દિવસભર કામ કર્યા બાદ ૬-૭ વાગે ભોજન લઈને સૂઈ જાય છે. અક્ષય માં કોઈ ખરાબ આદત નથી. તે શરાબ અને સિગારેટને પોતાનાથી દૂર રાખે છે. તેમને પાર્ટીઓમાં પણ જવાનું પસંદ નથી. તે સિમ્પલ લિવિંગ, હાઈ થીંકીંગ માં વિશ્વાસ રાખે છે.