હવે ફેક ન્યુઝ પર રોક લગાવશે વોટ્સએપ : લાવી રહ્યું છે જોરદાર ફીચર

દિલ્હી – હવે વોટસએપ ફેક ન્યુઝ અને મેસેજીસ વિરૂદ્ધ દરેક પ્રકારના જરુરી કદમ ઉઠાવી રહ્યું છે. ફેસબુકની ભાગીદાર કંપની વોટસએપ આ બાબતમાં આગળ વધી રહી છે. સાથોસાથ વોટસએપ પ્લેટફોર્મ પર ગૃપ્સને વધું બહેતરીન બનાવવાં માટે વધું સારાં ફિચર્સ લાવી રહ્યું છે. પાછલાં સમયમાં કંપની દ્વારા ગૃપ્સની પ્રાઇવેસી સેટિંગ્સમાં નવાં ઓપ્શન ઉમેરવામાં આવ્યાં હતાં. અને હવે એક નવું ફિચર્સ પણ ગૃપ્સમાં એડ કરી ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જોકે, કંપની આ ફિચર દરેકને માટે રોલઆઉટ કરશે નહીં. આ હાલમાં ટેસ્ટીંગ ફેઝમાં રહેશે, અને હમણાં ફક્ત બીટા યુઝર્સ માટે અવેલેબલ છે.

વોટસએપમાં આવી રહેલાં અપડેટ્સ અને થનારાં બદલાવો ઉપર નજર રાખી રહેલ WABetainfo એ પોતાનાં ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, કંપની ગૃપ્સને માટે નવું ફિચર રોલઆઉટ કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ નવાં ફિચરની મદદથી યુઝર્સ ‘frequently Forwarded’ મતલબ કે, અનેકવાર ફોરવર્ડ થઈ ચૂકેલા મેસેજીસને બ્લોક કરી શકે છે.

વોટ્સએપ પહેલીથી પોતાના બીટા અપડેટમાં ફિચર લાવેલ છે જે યુઝર્સને દર્શાવે છે કે, મેસેજ કેટલીય વાર ફોરવર્ડેડ કરી ચૂક્યા છે. આ બન્ને ફિચર્સ હાલ ટેસ્ટિંગ તબક્કે છે. અને એપનાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.

WABetainfo એ ટ્વીટ કર્યું છે કે, વોટસએપ ફ્રિકવેન્ટલી ફોરવર્ડેડ ફિચરને વોટસએપ બીટા પર ios માટે 2.19.40.23 વર્ઝન અને એન્ડ્રોઇડ 2.19.86 માં રોલઆઉટ કરી રહેલ છે. પાંચ વખતથી વધું ફોરવર્ડેડ કરેલ મેસેજ ફ્રિકવેન્ટલી ફોરવર્ડેડ ગણવામાં આવશે. નવાં ફ્રિકવેન્ટલી ફોરવર્ડેડ ફિચર ટુંક સમયમાં ગૃપ સેટિંગ્સમાં ઉપલબ્ધ થઈ જશે. અને ફક્ત ગૃપ એડમિન જ તેને જોઇ એડીટ કરી શકશે.

જો તમે કોઈ પણ ગૃપમાં એડમિન હોવ અને તમને આ ફિચર પસંદ નહીં નથી (દાખલા તરીકે  એવું ગૃપ જ્યાં જરુરી ફોરવર્ડેડ મેસેજ આવતાં હોય) તો એને ડિસેબલ પણ કરી શકે છે. આ ફિચર અનેબલ કરવાથી કોઈપણ ફ્રિકવેન્ટલી ફોરવર્ડેડ મતલબ, પાંચથી વધુ વખત મોકલેલ મેસેજને ગૃપમાં નહીં મોકલી શકાય. અલબત્ત મેસેજને કોપી કરવાં અને નવાં મેસેજની જેમ મોકલવાનો વિકલ્પ ખૂલ્લો રહેશે.

 

લેખ સંપાદક – મહેન્દ્ર સંઘાણી (વરિષ્ઠ પત્રકાર – સુરત)