ઇંડિયન આર્મીમાં જવા માંગતા હતા સુશાંત સિંહ રાજપુત, જાંબાજી બતાવીને આવી રીતે પૂરું કર્યું સપનું, જુઓ વિડિયો

Posted by

બોલીવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓ માંથી એક સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગત ૧૪ જૂનના રોજ મુંબઈના બાંદ્રા વાળા પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરીને તેમણે પોતાના જીવનને સમાપ્ત કરી દીધું હતું. ત્યારબાદથી સમગ્ર બોલીવુડ આઘાત માં નજર આવી રહ્યું છે. તેમના પ્રશંસકો ખૂબ જ નિરાશ થઇ ગયા છે. સોશિયલ મીડિયામાં તો ઘણા લોકો સુશાંતની મોતને આત્મહત્યા નહીં, પરંતુ હત્યા કહીને સંબોધિત કરી રહ્યા છે. એ જ કારણ છે કે બોલિવૂડના ઘણા દિગ્ગજો વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવેલ છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલાં ઘણા વિડિયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. વળી કદાચ તમને જાણ નહીં હોય કે પોતાના જીવનમાં સુશાંત સિંહ રાજપૂતે ઘણા સપના જોઈ લીધા હતા અને તેમાંથી ઘણા સપના પૂરા પણ કરી લીધા હતા. સુશાંતે હકીકતમાં પોતાના સપનાઓનું એક લિસ્ટ બનાવી રાખ્યું હતું. સપનાઓના આ લિસ્ટમાં તેમણે ૧૫૦ એવી વાતો લખી રાખી હતી, જેને જોયા બાદ કોઈપણ વ્યક્તિને વિશ્વાસ થતો નથી કે તેમના જેવો વ્યક્તિ વાસ્તવમાં પોતાને મોતના ગળે લગાવી શકે છે.

સપનાઓનું લિસ્ટ

સોશિયલ મીડિયામાં સુશાંત સિંહ રાજપૂતનો એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થતો નજર આવી રહ્યો છે. જેમાં તેઓ આર્મીની જેમ ટ્રેનીંગ લેતા જોવા મળી રહ્યા છે. સુશાંતે જે ૧૫૦ સપનાઓનું પોતાનુ લિસ્ટ તૈયાર કર્યું હતું, તેમાંથી એક સપનું ઇન્ડિયન આર્મી ની જેમ જીવવાનું પણ હતું. તેઓ તેને કોઈ પણ પરિસ્થિતિમાં મહેસૂસ કરવા માંગતા હતા. એ જ કારણ રહ્યું કે તેમણે પોતાના આ સપનાને જીવી લીધું હતું. તેના માટે એક દિવસ તેઓએ આર્મી ની સાથે વિતાવ્યો હતો, જે આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

તેમણે આર્મીની સાથે વિતાવેલ આ દિવસ ની ઝલક પણ શેયર કરી હતી અને કેપ્શનમાં પણ લખ્યું હતું કે, “૬ મહિનામાં થી ઓછામાં ઓછો એક દિવસ આર્મીના જવાનો સાથે વિતાવી શકું. તેઓ જે વિચારે છે, તેમની પાસેથી કંઈક શીખી શકું. જેટલું શક્ય હોઈ શકે તેમની સેવામાં યોગ્ય સન્માન કરી શકું.”

શું છે આ વીડિયોમાં?


સુશાંત સિંહ રાજપૂતને આ વીડિયોમાં જવાનોની સાથે ટ્રેનિંગ લેતા જોઈ શકાય છે. જવાનોની સાથે તેઓ રોટલી બનાવતા પણ જોવા મળી રહ્યા છે. સુશાંતનાં આ પ્રકારના વીડિયોને જોઈને તેમને દરેક વ્યક્તિ યાદ કરવા લાગે છે. આર્મી ની સાથે જે સમય સુશાંતે પસાર કર્યો હતો તેને સોશિયલ મીડિયામાં જોઈને હવે લોકો ભાવુક બની રહ્યા છે. એ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

બની શકી નહીં આ ફિલ્મ


આર્મી થી સુશાંત ખૂબ જ પ્રભાવિત હતા. રાઇફલમેન નામની એક ફિલ્મ પણ તેઓએ સાઈન કરી લીધી હતી. આ ફિલ્મનું એલાન તો થયું હતું, પરંતુ આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. આ ફિલ્મ બનાવવાનું એલાન વર્ષ ૨૦૧૯ માં ૧૫ જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.