સતવંત સિંહ અને બેઅંત સિંહે ૩૩ ગોળીઓ મારીને શા માટે કરી ઇન્દિરા ગાંધીની હત્યા? જાણો સમગ્ર કહાની

ભારતનાં પહેલી મહિલા પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી જેમને આયરન લેડીનાં નામથી પણ ઓળખવામાં આવે છે, તેમના મૃત્યુને આ વર્ષે ઓક્ટોબરમાં ૩૬ વર્ષ થઇ જશે. ઇન્દિરા ગાંધીને તેમના જ અંગરક્ષકો બેઅંત સિંહ અને રતનસિંહે ૧૯૮૪ માં ૩૧ ઓગસ્ટે નવી દિલ્હીમાં સફદરજંગ રોડ સ્થિત પ્રધાનમંત્રી આવાસ-૧ માં ગોળીઓથી વીંધી નાંખીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઇન્દિરા ગાંધીએ જે ઓપરેશન બ્લુસ્ટાર ને લીલી ઝંડી દેખાડી, તેના માત્ર ૪ મહિના પછી શીખ સમુદાયનાં લોકોએ નારાજગીના કારણે ઇન્દીરા ગાંધીની હત્યા સમગ્ર યોજના સાથે કરવામાં આવી હતી. ઇન્દિરા ગાંધીના શરીરમાં ૩૩ ગોળીઓ ઉતારી દેવામાં આવી હતી.

આટલા માટે બતાવી હતી લીલીઝંડી

શીખ સમુદાયના અલગાવવાદી નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે અને ખાલિસ્તાનને સમર્થન આપનાર જનરલ સિંહ ભિન્દ્રવાલે વર્ષ ૧૯૮૧માં અમૃતસરના હરિમંદિર સાહેબ એટલે કે સુવર્ણ મંદિર પરિસરમાં અનેક અન્ય શીખોની સાથે બેસી ગયા હતા. ભિંડરાવાળાની આગેવાનીમાં અલગાવવાદી સમુદાય સતત મજબૂત બનતો જઈ રહ્યો હતો. પાકિસ્તાન માંથી પણ તેમને મદદ મળતી શરૂ થઈ ગઈ હતી. મંદિરમાં જો અલગાવવાદી આતંકી શીખ હાજર હતા, તેમના જ કારણે દેશમાં હિંસાની ઘટનાઓ પણ વધવા લાગી. તેને જોતા મંદિર પરિસરમાં ભારતીય સેનાને ૩ થી ૬ જુન સુધી ઓપરેશન બ્લુસ્ટાર ચલાવવાની લીલીઝંડી ઇન્દિરા ગાંધી આપી.

આ રીતે ચાલ્યું ઓપરેશન બ્લુ સ્ટાર

સૌથી પહેલા ૨ જુન, ૧૯૮૪માં પંજાબમાં સેના તરફથી આંતરરાષ્ટ્રીય સીમાને સીલ કરવામાં આવી. તેના પછીના દિવસે ૩ જુને પૂરા પંજાબમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું. સેનાએ મંદિરને ચારે બાજુથી ઘેરી લીધું. મંદિરમાં છુપાયેલા મોરચાબંધ ચમરપંથીઓ પાસે કેટલા હથિયાર છે, તેનો અંદાજો લગાવવા માટે ભારતીય સેના તરફથી ગોળીબાર ચાલુ કરવામાં આવ્યો. ચરમપંથીઓએ પણ પલટવાર કર્યો. ૨૦ કાળા પોશાકમાં કમાન્ડો ૫ જુન, ૧૯૮૪ ની રાતે સુવર્ણ મંદિરમાં ઘૂસી ગયા. લડાઈ વધતી જ ગઈ. ગાડીઓ અને ટેન્કો નો પણ ઉપયોગ થયો. ઓપરેશન સફળ થયું, પરંતુ જબરજસ્ત લોહી-લુહાણની સાથે.

શીખોમાં ઉદાસી

ભારત સરકારે જે શ્વેતપત્ર પ્રસિદ્ધ કર્યા, તેના પ્રમાણે ઓપરેશન બ્લુસ્ટાર માં ૪૯૩ ચમરપંથી અથવા સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા. તેમાં ૮૬ ઘાયલ થયા અને ૧૫૯૨ લોકોની ધરપકડ કરવામાં આવી. સાથે જ ત્યાં ૮૩ સૈનિકોનાં પણ આ ઓપરેશનમાં મૃત્યુ થયા અને ૨૪૯ ઘાયલ થયા. સમગ્ર પંજાબમાં માહોલ તણાવપૂર્ણ બની ગયો. ઇન્દિરા ગાંધી પ્રત્યે શીખ સમુદાયમાં નારાજગી એટલી વધી ગઈ કે અંતમાં તેમની હત્યાની યોજના બનાવીને તેમના જ શીખ બોડીગાર્ડ બેઅંત સિંહ અને સતવંત સિંહે ઇન્દિરા ગાંધીની હત્યા કરી નાંખી.

કેવી રીતે થઈ હતી ઇન્દિરા ગાંધીની હત્યા?

બ્રિટિશ અભિનેતા પીટર ઉસ્તિનોવ ને ઇન્દિરા ગાંધી ૩૧ ઓક્ટોબર, ૧૯૮૪ ના રોજ મળવા માટે નીકળી રહ્યા હતા, જે એક ડોક્યુમેન્ટરી માટે તેમનો ઇન્ટરવ્યુ લેવાના હતા. તેમના સુરક્ષા ગાર્ડ્સ બેઅંત સિંહ અને સતવંત સિંહ દરવાજા પર ઊભા રહ્યા હતા અને તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેવામાં જેવા ઇન્દિરા ગાંધી દરવાજા ની બહાર નીકળ્યા તેવામાં જ બેઅંત સિંહે પેટમાં ૩ ગોળી લગાવી. ત્યારબાદ ઇન્દિરા ગાંધી ત્યાં જ પડી ગયા અને પછી સતવંત સિંહે પણ પોતાના સ્ટેનગન થી તેમની ઉપર ધડાધડ ૩૦ ગોળીઓ લગાવી દીધી. બાકીના જે સુરક્ષા ગાર્ડ્સ ત્યાં ઊભા રહ્યા હતા તેમણે તરત જ આ બંને હત્યારાઓને પકડી લીધા. ઇન્દિરા ગાંધીને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. પરંતુ થોડાક જ કલાક માં તેમનું મૃત્યુ થયું. ઇન્દિરા ગાંધીની હત્યા પછી સત્તાની લગામ કોંગ્રેસે તેમના મોટા પુત્ર રાજીવ ગાંધીનાં હાથમાં આપી.

ઈન્દિરાને હતું દુઃખ

વળી, જણાવવામાં આવે છે કે ઓપરેશન બ્લુસ્ટાર માં હિંસાના લીધે જે મૃત્યુ થયા તે વિશે ઈન્દીરા ગાંધીએ સાંભળ્યુ હતું તો તેઓ ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે હે ભગવાન આ શું થઈ રહ્યું છે? આ લોકોએ તો મને એમ જણાવ્યું હતું કે આટલા લોકોનાં મૃત્યુ નહીં થાય.