ચાણક્ય નીતિ : જન્મ પહેલા નક્કી થઈ જાય છે મનુષ્યનાં જીવનની આ પાંચ ચીજો

આચાર્ય ચાણક્યએ મનુષ્યના જીવનમાં આવતા સંકટોથી બહાર આવવા માટે પોતાની ચાણક્ય નીતિમાં અસંખ્ય નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. અહીં તમને જણાવીશું કે વ્યક્તિના જીવનની પાંચ ચીજો તેના જન્મ પહેલાં જ નિર્ધારિત કરી દેવામાં આવે છે. સાથે તે એ પણ જણાવે છે કે આ પ્રકારની સ્થિતિમાં જગ્યા છોડીને ભાગવા વાળો વ્યક્તિ સફળ થાય છે. એટલું જ નહીં આચાર્યએ જણાવે છે કે જે વ્યક્તિ ૪ ચીજવસ્તુઓને પોતાના જીવનમાં પ્રાપ્ત નથી કરતો તેનું જીવન વ્યર્થ છે. આજે જણાવીશું ચાણક્યની આ નીતિઓ ના વિશે.

आयुः कर्म च विद्या च वित्तं निधनमेव च । पञ्चैतानि विलिख्यन्ते गर्भस्थस्यैव देहिनः

આ શ્લોકમાં આચાર્ય કહે છે કે આયુષ્ય, કર્મ, ધન-સંપત્તિ, વિદ્યા અને મોત આ ૫ વસ્તુઓ મનુષ્યના ભાગ્ય માં તે જ સમયે લખી દેવામાં આવે છે જ્યારે તે ગર્ભમાં હોય છે. ત્યારબાદ તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ નથી થતો. જેની જેટલી ઉંમર હોય છે તેના પહેલાથી તેને કોઈ મારી શકતું નથી. જીવનમાં મળતું ધન અને વિદ્યા પણ પહેલાથી નિર્ધારિત હોય છે.

धर्मार्थकाममोक्षेषु यस्यैकोऽपि न विद्यते। जन्म-जन्मनि मत्र्येषु मरणं तस्य केवलम्।।

ચાણક્ય નીતિમાં ચાણક્ય આ શ્લોકમાં કહે છે કે મનુષ્યનું જીવન ચાર ઉદ્દેશો માટે બનાવવામાં આવેલું છે, ધર્મ,અર્થ, કામ અને મોક્ષ. જેને આ ચારમાંથી એક પણ ચીજ નથી મળતી તેનો જન્મ માત્ર મૃત્યુ માટે જ બનેલો છે. આવા લોકોનું જીવન વ્યર્થ છે. આચાર્ય અનુસાર મનુષ્યને ધર્મના માર્ગ ઉપર ચાલીને સંપત્તિ પ્રાપ્ત કરવી જોઇએ અને તેનો ઉપભોગ કરવો જોઈએ. સાથો સાથ લગ્ન કરીને સંતાન પ્રાપ્ત કરવા જોઈએ. ધર્મ અર્થ અને કામ માટે પુરુષાર્થ કરવાવાળો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થઇ શકે છે.

उपसर्गे अन्यचक्रे च दुर्भिक्षे च भयावहे।  असाधुर्जनसंपर्के यः पलायति स जीवति॥

ચાણક્ય અનુસાર વ્યક્તિને સમયની જાણકારી હોવું આવશ્યક છે. તે કહે છે કે જ્યાં ઝગડો અને ઉપદ્રવ થતા ગાયબ થઈ જનાર એટલે કે ભાગી જનાર વ્યક્તિ જીતી જાય છે. આ સાથે ચાણક્ય કહે છે કે કોઈ જગ્યાએ અકાળ પડી જાય અથવા દુષ્ટોનો સાથે મળે તો ત્યાંથી તુરંત સ્થાન છોડી દેવું જોઈએ. સમય પર આવું કરી શકતો વ્યક્તિ પોતાને બચાવવા માટે સફળ બને છે.