જાણો, શા માટે મહિલાઓની સરખામણીએ પુરૂષોને કોરોના સંક્રમણનો ખતરો વધારે છે

આ વાત તો સામે આવી ચૂકી છે કે કોરોનાનું સંક્રમણ મહિલાઓની તુલનામાં પુરુષોમાં વધારે થઈ રહ્યું છે અને ઘણી શોધોમાં તેનું વ્યાજબી કારણ પણ દર્શાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં કરવામાં આવેલ એક શોધમાં સૌથી અલગ કારણ દર્શાવવામાં આવ્યું છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. ડેલી મેલ અનુસાર આ અધ્યયન માંટેફિયોર મેડિકલ સેન્ટર, બ્રોકસ ના કેન્સર વિશેષજ્ઞ ડોક્ટર અદિતિ શાસ્ત્રીએ પોતાની માતા જયંતિ શાસ્ત્રી સાથે મળીને કરેલ છે.

જયંતિ શાસ્ત્રી મુંબઈ સ્થિત કસ્તુરબા હોસ્પિટલ ફોર ઇન્ફેકશિયસ ડિસિજ માં માઇક્રોબાયોલોજીસ્ટ છે. તેમનું આ અધ્યયન મેડિકલ વેબસાઈટ પર પ્રકાશિત થયેલ છે. અધ્યયન અનુસાર પુરુષોના વૃષણ (અંડકોષ) મા એસીઇ-2 નામનું પ્રોટીન મહિલાઓની ડિંબગ્રંથિના મુકાબલે વધારે મળી આવે છે, જે સંક્રમણનું મુખ્ય કારણ છે.

આ અધ્યયનમાં કોરોના સંક્રમિત પુરુષો અને મહિલાઓના મૃત્યુદર પ્રમાણથી પણ સમર્થન મળે છે. આ વાયરસની ઉત્પતિ વાળા દેશ ચીનમાં પુરુષોનું મૃત્યુ દર ૨.૮ ટકા અને મહિલાઓના મૃત્યુ દર ૧.૭ ટકા રહેલ છે. આવી જ રીતે ભારતમાં પણ સંક્રમિત થનાર પુરુષોનો આંકડો ૭૬ ટકા તથા મહિલાઓમાં તે ૨૪ ટકા (એટલે કે ૩:૧) રહેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલ એક ડેટા અનુસાર પુરુષોનો મૃત્યુદર ૭૩ ટકા અને મહિલાઓનું મૃત્યુદર ૨૭ ટકા રહેલ છે. બ્રિટનમાં પણ મહિલાઓની તુલનામાં પુરુષોના મૃત્યુનો આંકડો બે ગણો રહેલ છે.

અધ્યયન નું સ્વરૂપ

કોરોના વાયરસ જ્યારે શરીરમાં પ્રવેશ કરે છે તો તે એસીઇ-2 પ્રોટીન અથવા એંજિયો ટેંસીન કન્વટીરંગ એન્ઝાઈમ-૨ સાથે જોડાઈ જાય છે. આ પ્રોટીન ફેફસાં, હૃદય તથા આંતરડામાં પણ મળી આવે છે. પરંતુ પુરૂષોમાં તે અંડકોષમાં પણ વધારે માત્રામાં મળી આવે છે, જ્યારે મહિલાઓને ડિંબગ્રંથિના ઋતકોમાં તેની માત્રા ખૂબ જ ઓછી હોય છે. શોધકર્તાઓ દ્વારા ન્યૂયોર્ક અને મુંબઈમાં કરવામાં આવેલ અને અધ્યયનમાં મુંબઈમાં રહેવા વાળા ૪૮ પુરુષો અને ૨૦ મહિલાઓને સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં મળી આવ્યું કે મહિલાઓમાં સંક્રમણ ખતમ થવામાં ૪ દિવસ લાગે છે, જ્યારે પુરુષોમાં આ સમયગાળો ૬ દિવસ એટલે કે ૫૦ ટકા વધારે હતો. પુરુષોને સ્વસ્થ થવામાં પણ મહિલાઓ કરતાં પણ વધારે સમય લાગે છે. અધ્યયનમાં સામેલ સહભાગીઓ ની ઉંમર ૩-૭૫ વર્ષ અને સરેરાશ ઉંમર ૩૭ વર્ષ હતી.

  • કોરોના વાયરસનું સંક્રમણ એસીઇ-2 નામક કોશિકા આ પ્રોટિનથી જોડાયેલ છે, જે અંડકોષમાં મળી આવે છે.
  • આ પ્રોટીન મહિલાઓની ડિંબગ્રંથિ ઋતકોમાં એટલી માત્રામાં મળી આવતું નથી.
  • અધ્યયન જણાવે છે કે અંડકોષ કોરોના વાયરસને ઇમ્યુન સિસ્ટમ થી રક્ષણ પ્રદાન કરે છે અને એટલા માટે સંક્રમણ પુરુષોમાં વધારે સમય સુધી રહે છે.

યુનિવર્સિટી ઓફ રીડિંગના વાયરોલોજીસ્ટ પ્રોફેસર ઇયાન જોન્સ કહે છે કે વાઇરસની વૃદ્ધિનું મુખ્ય સ્થળ શ્વસન તંત્ર છે અને અન્ય અંગો સુધી પહોંચવા માટે તેને રક્ત પ્રવાહ પસાર થવું પડે છે. સામાન્ય રીતે તે જાણી શકાતું નથી કે કોરોના વાયરસ શું કરે છે. ડેલી મેલ અનુસાર યુનિટીમાં મહિલાઓની તુલનામાં પુરુષ કમજોર હોય છે અને આવું એટલા માટે કારણ કે પુરુષોમાં ફક્ત એક જ “એક્સ”ગુણ સૂત્ર હોય છે.

વળી યુનિવર્સિટી ઓફ નોંટીઘમનાં મોલીકુલર વાયરોલોજીના પ્રોફેસર જોનાથન બોલ કહે છે કે એક અલગ જ અધ્યયનમાં સંક્રમિત વ્યક્તિના વીર્યમાં કોરોના વાયરસ મળી આવેલ નથી. તે સંકેત છે કે તે કોરોના વાયરસ માટે મહત્વપૂર્ણ કોષ નથી. વધુ એક અધ્યયનમાં પણ સંક્રમિત પુરુષોના સ્વસ્થ થવા દરમિયાન વીર્યમાં કોરોના વાયરસની હાજરીની તપાસ કરવામાં આવી છે, જેના પરિણામ હાલમાં પ્રકાશિત થયેલ નથી.