જાણો વજન ઓછું કરવામાં કેવી રીતે મદદ કરે છે પાણી? પાણી પીવા અને વજન ઘટાડવા વચ્ચે શું છે સંબંધ?

એક સલાહ હંમેશા આપવામાં આવે છે કે જો તમારે વજન ઓછું કરવું હોય તો હાઇડ્રેટેડ રહેવું. હકીકતમાં તે સ્વસ્થ અને હાઇડ્રેટેડ રહેવા માટે સૌથી સરળ અને સૌથી ફાયદાકારક ઉપાય છે. આ તમે ઊર્જાવાન, પુનર્જીવિત અને  શરીરની કાર્યક્ષમતા બનાવી રાખવામાં મદદ કરે છે. ગરમી જ્યારે ચરમસીમા પર પહોંચી જાય છે, ત્યારે પોતાને હાઇડ્રેટેડ રાખવું આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.

પોતાના શરીરમાં જળની જરૂરિયાતને પુરી કરવી ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. સુનિશ્ચિત કરો કે તમે ઓછામાં ઓછું ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવો છો. આ રોજ તમને ફેટ ઓછું કરવામાં અને પોતાના શરીરને શેપ માં લઇ આવવા માટે કારગર પુરવાર થઈ શકે છે.

ફેટ ઓછું કરવામાં અને પોતાને હાઇડ્રેટ રાખવા વચ્ચે શું સંબંધ છે?

હાઇડ્રેશન થી કૅલરી બાળવામાં મદદ મળે છે. વજન ઘટાડવા માટે મહત્વપૂર્ણ છે કે તમે ઉપભોગ ની તુલનામાં વધારે કેલેરી ખર્ચ કરો. ખરેખર પાણી પીવાથી આ પ્રક્રિયામાં તમને મદદ મળે છે. દરરોજ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી તમારામાં ઊર્જાનો વપરાશ વધી જાય છે આનો સીધો મતલબ થાય છે કે તમે કેલેરીને ઓગાળી રહ્યા છો. જો તમે કોઈ પણ અન્ય પરિવર્તન ના કરી શકતા હોય તો પાણી પીવું એ એક સારી શરૂઆત સાબિત થઈ શકે છે.

પાણી પીવાથી તમારું વજન કઈ રીતે નિયંત્રિત રહી શકે છે?

હકીકતમાં પાણી એ સુનિશ્ચિત કરે છે કે તમારા બધા જ અંગ શેપમાં રહે અને પાચનતંત્ર ને પણ સુચારુ રૂપથી કામ કરવામાં મદદ કરે છે. એ બધા વ્યર્થ, વસા થી વિષાક્ત પદાર્થોને સમાપ્ત કરે છે. પાણી એ સુનિશ્ચિત કરે છે કે તમે કોઈ પણ આહારનું સેવન અતીશય માત્રામાં કરવાથી બચો. જ્યારે પાચનતંત્ર બરાબર હોય છે તો વજન વધારવાના મૂળ કારણોને દૂર કરી શકાય છે

જ્યારે તમે તમારા ભોજન ની પહેલા પાણી પીવો છો તો શું થાય છે ?

ભોજન પહેલાં પાણી પીવાથી તમારા આંતરડાને મોટા પ્રમાણમાં મદદ મળે છે. પાણી તમારી તરસ તો છીપાવેજ જ છે પરંતુ કસમયે થનારી ક્રેવિંગને પણ રોકે છે. ભોજન પહેલાં પાણી પીવાથી એ સુનિશ્ચિત થાય છે કે તમે સીમિત માત્રામાં ભોજન લો છો. અધ્યાયનો ઉપરથી એ સાબિત થાય છે કે જે લોકો સીમિત માત્રામાં જ ભોજન લે છે, એમનું વજન નિયંત્રિત રહે છે.

પાણી એક જીરો કેલેરી પીણું છે

પાણીમાં કેલેરી ની માત્રા ઝીરો હોય છે. એટલે જ વિશેષજ્ઞો તરસ લાગે ત્યારે બીજા બધા પીણાઓ કરતાં પાણી પીવાની સલાહ આપે છે. કેમ કે કોલ્ડડ્રીંકમાં કે અન્ય મીઠા પદાર્થમાં  કેલરી વધારે હોય છે. જેને લીધે સ્થૂળતા વધવાની શક્યતા વધારે હોય છે.

નિષ્કર્ષ

જ્યારે તમે એ સમજી ચૂક્યા છો કે પાણી પીવું એ પોતાને શેપમાં રાખવાનો એક સારો માધ્યમ છે. તો તમારે પાણીના સેવનને અવગણવાની કોઈ જરૂરત નથી. દરરોજનું ૮ થી ૧૦ ગ્લાસ પાણી તમારા માટે સારું છે. જો કે આવશ્યકતા ના આધાર પર પાણીનું સેવન ઓછું કે વધારે હોઈ શકે છે. બીજુ તમે આ સેવન સાથે ફળ અને શાકભાજીનું સેવન પર્યાપ્ત માત્રામાં લઈ શકો છો.

કસરત જરૂર કરો

પ્રતિદિન શારીરિક વ્યાયામ કરું એ તમારી વેઇટ લોસ જર્ની ને ખૂબ જ સહેલી બનાવી શકે છે. પાણી પીવા સાથે રોજ ૧ કલાક ની એક્સરસાઇઝ તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે.