બધા મોબાઇલમાં કોરોના વાયરસની કોલર ટ્યુનમાં અવાજ આ યુવતીએ આપ્યો છે, જાણો કોણ છે તે

કોરોના સંક્રમણ શરૂ થતાની સાથે જ દેશભરના મોબાઈલ નંબર માં એક કોલર ટ્યુન આવવાની શરૂ થઈ ગઈ હતી. ઘણા લોકો તો આ કોલર ટ્યુનથી પરેશાન થવા લાગ્યા હતા. કારણ કે તેના કારણે લાંબા સમય સુધી કોલ કનેક્ટ કરી શકતો ન હતો. કોરોના વિરુધ્ધ જાગૃતતા લાવવા માટે આ કોલર ટ્યુનને બધા મોબાઇલ નંબરમાં સેટ કરવાનો ભારત સરકારે આદેશ આપ્યો હતો. એટલા માટે આ બધા નંબર ઉપર જરૂરી કરી દેવામાં આવેલ છે.

આ કોલર ટ્યુનમાં તમે સાંભળો છો કે, કોરોના વાયરસ અથવા કોવિડ-૧૯ સાથે આજે સમગ્ર દેશ લડી રહ્યો છે. પરંતુ યાદ રહે કે આપણે આ બીમારી સાથે લડવાનું છે, બીમાર સાથે નહીં. તેમની સાથે ભેદભાવ કરવો નહીં. તેમની દેખભાળ કરો અને આ બીમારીથી બચવા માટે જે આપણી ઢાલ છે જેમ કે આપણાં ડોક્ટર, સ્વાસ્થ્ય કર્મચારી, પોલીસ, સફાઈ કર્મચારી વગેરે ને સન્માન આપો. તેમનો પૂરો સહયોગ કરો. આ યોદ્ધાઓની કરો દેખભાળ તો દેશ જીતશે કોનાથી હર હાલ. વધારે જાણકારી માટે તમે સ્ટેટ હેલ્પલાઇન નંબર અથવા સેંટ્રલ હેલ્પલાઇન નંબર ૧૦૭૫ પર કોલ કરો. ભારત સરકાર દ્વારા જન હિતમાં જારી.

આ અવાજ સાંભળ્યા બાદ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ અવાજ કોનો છે? જો તમે વિચાર્યું છે અને આ અવાજ વિશે નથી જાણતા તો આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે આ અવાજ કોનો છે.

મશહુર વોઈસ ઓવર આર્ટિસ્ટ જસલીન ભલ્લા નો અવાજ

કરુણા પ્રત્યે લોકોમાં જાગૃતતા ફેલાવનારા અવાજ જસલીન ભલ્લા નો છે. જણાવી દઈએ કે જસ્ટિન ભલ્લા ખૂબ જ મશહૂર વોઈસ ઓવર આર્ટિસ્ટ છે. જો તમે ટીવી અને રેડિયો ધ્યાનથી સાંભળતા હશો, તો તમને લાગશે કે આ અવાજ તમે પહેલા પણ ઘણી વખત સાંભળ્યો છે. જસલીન ના કરિયરની વાત કરીએ તો તેમણે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ના રૂપમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. થોડા દિવસોથી સુધી તેમણે સ્પોર્ટ્સ સેક્ટરમાં કામ કર્યા બાદ હવે વોઇસ ઓવરની દુનિયામાં આવી ગયા. જસલીન પાછલા ૧૦ વર્ષો થી પણ વધારે સમયથી દુનિયામાં કામ કરી રહી છે.

જસલીન ભલ્લા નો અવાજ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમણે ઘણી જગ્યા પર પોતાના અવાજને કલાકારી બતાવી છે. જણાવી દઈએ કે જસલીને ઈન્ડિયન રેલ્વે, દિલ્હી મેટ્રો અને એરટેલ મોબાઈલ માં પણ પોતાનો અવાજ આપ્યો છે. તેના દ્વારા જસલીન નો અવાજ દરેક જગ્યાએ પહોંચી ગયો છે.

ટીવી ઈન્ટરવ્યૂમાં ખોલ્યા આશ્ચર્યજનક રહસ્ય

વોઈસ ઓવર આર્ટિસ્ટે પાછલા દિવસોમાં થયેલ એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું જો કોઈ વ્યક્તિને જણાવું છું કે કોરોના પ્રત્યે જાગૃતતા કરવા વાળો અવાજ મારો છે, તો લોકો મારા પર વિશ્વાસ કરતા નથી. સાથોસાથ તેણે એવું પણ કહ્યું કે મને તો તે વાતની જાણ પણ ન હતી કે મારો અવાજ સમગ્ર દેશમાં વાગતી કોલર ટ્યુનનાં રૂપમાં ઉપયોગમાં લેવામાં આવશે. હું તો ત્યારે હેરાન થઈ ગઈ હતી જ્યારે સમગ્ર દેશના બધા નંબરો ની કોલર ટ્યુન પર મારો અવાજ સેટ કરી દેવામાં આવ્યો હતો. જસલીને કહ્યું હતું કે મારા ઘણા મિત્રોએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, “કોઈ પણ વ્યક્તિ ને ફોન કરો તો તારો અવાજ સૌથી પહેલાં સાંભળવા મળે છે.”