જેની પત્નીમાં હોય છે આ ૭ ગુણ, તે દુનિયાનો સૌથી ભાગ્યશાળી પતિ હોય છે

Posted by

ઘરની વહુને લક્ષ્મીનું રૂપ કહેવામાં આવે છે. વળી તમારા ઘરની સુખ અને શાંતિ તમારા પત્નીના વિચાર અને વ્યવહાર પર નિર્ભર કરતી હોય છે. પરંતુ વાત જ્યારે ભાગ્યની આવે તો અમુક ચીજો મહત્વ રાખતી હોય છે. હકીકતમાં શાસ્ત્રોમાં નારીના અંગોને અને ભાગ્યને સાથે જોડવામાં આવેલ છે. તેના અનુસાર જે સ્ત્રીમાં અમુક ખાસ પ્રકારના અંગ હોય છે, તેઓ જન્મથી જ ભાગ્યશાળી હોય છે. આ મહિલાઓનો ભાગ્ય એટલું પ્રબળ હોય છે કે તેઓ જે ઘરમાં રહે છે તેની પ્રગતિ થવાનું શરૂ થઇ જાય છે.

મતલબ કે જ્યારે તેઓ પિયરમાં હોય છે તો તેમની સારી કિસ્મતનો લાભ તેના માતા-પિતાને મળે છે. વળી જ્યારે તેઓના લગ્ન થઈ જાય છે, તો તેના ભાગ્યનો સાથ તેના પતિને મળે છે. તેવામાં જો તમારી પત્નીમાં આ ખાસ ગુણ છે. તો સમજી લો કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી પતિ છો.

લાંબા વાળ

શાસ્ત્રો અનુસાર લાંબા વાળ વાળી મહિલાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને દેવીનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બધી દેવીઓના લાંબા વાળ દર્શાવવામાં આવેલ છે. એવું કહેવામાં આવે છે કે મહિલાઓના લાંબા વાળ સારું ભાગ્ય લાવે છે.

લાંબી ગરદન

એવી માન્યતા છે કે જે મહિલાઓની ગરદન લાંબી હોય છે, તેમના જીવનમાં ખૂબ જ સુખ અને ભોગ-વિલાસ લખેલા હોય છે. તેનો લાભ તેમના પતિદેવને પણ મળે છે.

લાંબા કાન

એવું કહેવામાં આવે છે કે લાંબા કાન વાળી સ્ત્રીઓની ઉંમર પણ લાંબી હોય છે. તેની સાથે લગ્ન કરનાર પુરુષ પણ લાંબું આયુષ્ય ભોગવે છે. તેમના જીવનમાં સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ખૂબ જ ઓછી થાય છે.

લાંબી આંગળીઓ

જે મહિલાઓના હાથ અને પગની આંગળીઓ લાંબી હોય છે, તેમને ભાગ્યની દેવી માનવામાં આવે છે. આ મહિલાઓ જે પણ ઘરમાં જાય છે તે ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી.

મોટું કપાળ

જે મહિલાઓનું કપાળ મોટું હોય છે તેમના ભાગ્યનો મુકાબલો કોઈ કરી શકતું નથી. આવી મહિલાઓ પોતાના જીવનમાં તે બધી જ ચીજો મેળવે છે, જેની તેઓ ઈચ્છા રાખે છે. તેમના ભાગ્યનો લાભ તેમના પતિને પણ મળે છે.

આંગળી પર તલ

હાથની આંગળી પર તલ હોવું તે એ બાબતનો સંકેત છે કે તે મહિલાને ભવિષ્યમાં અઢળક પૈસા મળશે. તેમના જીવનમાં ક્યારેય પણ પૈસાની અછત થશે નહીં. આવી મહિલા જે ઘરમાં રહે છે તે ઘરમાં કાયમ માટે લક્ષ્મીજી નિવાસ કરે છે.

અણીદાર નાક

જે મહિલાઓનું નાક અણીદાર હોય છે, તેઓ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેઓ જે પણ ઘરમાં જાય છે, ત્યાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેની કાયાપલટ કરી દેતી હોય છે. તેમની બુદ્ધિને કારણે તેમના પતિનું ભવિષ્ય પણ સુધરી જાય છે.

તે સિવાય એવું પણ કહેવામાં આવે છે કે જે મહિલાઓ સવાર-સાંજ ઘરમાં પૂજાપાઠ કરે છે, સૂર્યોદય થતાં પહેલાં ઊઠી જાય છે, ઘરની સાફ-સફાઈ રાખે છે, તેઓ પણ ઘરમાં ખુશહાલી તથા ભાગ્ય લઈને આવે છે.