જે સ્ત્રીનાં હાથમાં બને છે આવી આકૃતિ તો ખુબ જ સુખમય રહે છે તેનું વૈવાહિક જીવન

Posted by

હસ્તરેખા શાસ્ત્રમાં હાથની નિશાની અને તેના સાથે જોડાયેલી બાબતો વિશે ઘણું બધું જણાવવામાં આવેલ છે. જાણકારોનું માનવામાં આવે તો આપણા બધાની હથેળીમાં અમુક એવા ખાસ નિશાન હોય છે, જે વ્યક્તિનાં ભવિષ્ય વિશે ઘટનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે અને તેનાથી આપણે એવું પણ જાણી શકીએ છીએ કે ભવિષ્યમાં આપણી સાથે સારું બનશે કે ખરાબ થશે. ફક્ત એટલું જ નહીં પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હસ્તરેખા શાસ્ત્ર માં સ્ત્રીઓના હાથમાં બનતા અલગ-અલગ પ્રકારના નિશાનો વિશે પણ ઘણું બધું વિસ્તારથી બતાવવામાં આવે છે.

સાથો સાથ એવું પણ બતાવવામાં આવ્યું છે કે આ નિશાનો અને રેખાઓ અનુસાર તે સ્ત્રીઓ ખૂબ જ વધારે ભાગ્યશાળી હોય છે જેના હાથમાં અમુક ખાસ શુભ નિશાન હોય છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે સ્ત્રીઓના હાથમાં બનેલા આ ખાસ પ્રકારના નિશાન વિશે, જેના પ્રભાવથી તેમને ધનલાભ, સુખ-સંપતિ અને વૈભવ વગેરે મળે છે. વળી તમને જણાવી દઈએ કે આ શુભ નિશાન દરેક સ્ત્રીની હથેળીમાં નથી હોતું, પરંતુ અમુક સ્ત્રીઓની હથેળીમાં જ મળી આવે છે.

સ્ત્રીઓના હાથની રેખા બતાવે છે કે તે કેટલી ભાગ્યશાળી છે

  • સૌથી પહેલાં તો તમને જણાવી દઈએ કે જો કોઇ સ્ત્રીની હથેળીમાં કમળ અથવા માછલી જેવી આકૃતિ બનતી હોય, તો બસ એટલું સમજી લો કે તેનું જીવન સુખ અને સુવિધાઓથી ભરેલું હોય છે અને ભવિષ્યમાં ક્યારેય પણ તેને કોઈ પરેશાની થવાની નથી.
  • તમને જણાવી દઈએ કે જે સ્ત્રીના હાથની રેખાઓમાં રથ અથવા ધ્વજાનું નિશાન બની રહેલ હોય, તેના વિશે કહેવામાં આવે છે કે તેનો જીવનસાથી કોઈ મોટો અધિકારી અથવા ઉચ્ચ પદ વાળો હોય છે.
  • જણાવી દઈએ કે સ્ત્રીના જમણા હાથની હથેળીમાં ત્રાજવું અને ડાબા હાથની હથેળીમાં હાથી અથવા બળદ જેવું નિશાન બની રહેલ હોય, તો તેના વિશે કહેવામાં આવે છે કે તેમનો જીવનસાથી કોઈ સાધારણ વ્યક્તિ હોતો નથી પરંતુ એક મોટો બિઝનેસમેન હોય છે.

  • તે સિવાય હસ્તશાસ્ત્ર માં જણાવ્યા અનુસાર બતાવવામાં આવી રહ્યું છે કે, જે સ્ત્રીની હથેળીમાં શંખ, ચક્ર અથવા પદ્મ જેવા ચિહ્નો હોય તો તેના વિશે કહેવામાં આવ્યું છે કે તેના પુત્ર ખૂબ જ મોટા અધિકારી અથવા રાજા જેવું જીવન પસાર કરે છે. એટલે કે તમે કહી શકો છો કે તેમનું જીવન ખૂબ જ રાજવી હોય છે.
  • તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જે સ્ત્રીની હથેળી ગુલાબી અથવા તો હળવા લાલ રંગની હોય છે અને તેના હાથમાં સ્વસ્તિકનું નિશાન બની રહ્યું હોય તો કહેવામાં આવે છે કે, જે સ્થાને આ સ્ત્રીઓ રહેતી હોય છે, ત્યાં ક્યારેય પણ પૈસાની કમી થતી નથી અને દરેક પ્રકારની સુખ-સુવિધા હંમેશા મોજુદ રહે છે.
  • તમને એવું પણ જણાવી દઈએ કે જે સ્ત્રીની હથેળીમાં બિલકુલ વચ્ચે સ્પષ્ટ ત્રિભુજ અથવા ધનુષ જેવી આકૃતિ બની રહી હોય, તે સ્ત્રી વિશે કહેવામાં આવે છે કે તેને દરેક પ્રકારનું સુખ મળે છે અને તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે.