જેવો રંગ તેવું ચરિત્ર : પસંદ કરો આમાંથી કોઈપણ એક કલર અને જાણો તમારો સ્વભાવ

Posted by

તમને કયો રંગ પસંદ છે તેના પરથી તમારો સ્વભાવ જાણી શકાય છે. રંગોની પસંદગીનાં આધાર પર તમારા વ્યક્તિત્વને સરળતાથી ઓળખી શકાય છે. આ અનુમાન મોટાભાગે સાચું સાબિત થતું હોય છે. આજે અમે તમને અહીંયા જણાવીશું કે ફેવરિટ રંગના હિસાબે કેવી રીતે વ્યક્તિત્વ વિશેનું રહસ્ય જાણી શકાય છે. સૌથી પહેલાં તો તમે નીચે આપવામાં આવેલા રંગોમાંથી પોતાનો ફેવરિટ રંગ પસંદ કરો અને પછી તે કલર અનુસાર જાણકારી મેળવો.

ગુલાબી રંગ

જો તમે ગુલાબી રંગ પસંદ કર્યો છે, તો તમે ખૂબ જ ભાવુક પ્રકારના વ્યક્તિ છો. પોતાના પાર્ટનર પ્રત્યે પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી જવું તે તમારો સ્વભાવ છે. જે લોકોને ગુલાબી રંગ પસંદ હોય છે તેઓ ખૂબ જ હસમુખ હોય છે. આવા લોકો મોટાભાગે સમજદાર અને દિલના સારા હોય છે.

લીલો રંગ

જો તમને લીલો રંગ પસંદ છે તો તમારો સ્વભાવ ડાઉન ટુ અર્થ વાળો છે. આવા લોકો કોઇપણ પરિસ્થિતિમાં પોતાના નેચરને જાળવી રાખવાની ક્ષમતા રાખતા હોય છે. આ લોકો ભલે ગમે તેટલા સફળ બની જાય, પણ તેઓ પોતાનાથી નાના લોકોને પોતાની સાથે લઈને ચાલતા હોય છે.

બ્લુ રંગ

આ રંગ લક્ઝરીનું પ્રતીક હોય છે, એટલા માટે જે લોકોને આ રંગ પસંદ હોય છે તે લોકો સાધારણ ચીજોની અપેક્ષા કરતા આકર્ષક ચીજો અને વધારે પસંદ આવે તેવી ચીજો તરફ ધ્યાન આપતા હોય છે. બ્લુ રંગ પસંદ કરવાવાળા લોકો ખૂબ જ સ્વાભિમાની હોય છે.

કાળો રંગ

જે લોકોને કાળો રંગ પસંદ હોય છે, તેઓ ખૂબ જ રૂઢિવાદી સ્વભાવનાં હોય છે. આવા લોકોને ગુસ્સો પણ ખૂબ જ જલ્દી આવતો હોય છે. કાળો રંગ પસંદ કરવાવાળા લોકો કોઈ પણ કામમાં બદલાવ પસંદ કરી શકતા નથી.

સફેદ રંગ

જે લોકોને સફેદ રંગ પસંદ હોય છે તેઓ દૂરદર્શી તથા આશાવાદી સ્વભાવના હોય છે. આ લોકો કોઇપણ કાર્યને યોજના બનાવીને કામ કરે છે. જેના કારણે તેમના મોટા ભાગના કાર્યોમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે. સફેદ રંગને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે જે લોકોની પસંદગી સફેદ રંગ હોય છે, તેઓ પણ ખુબ જ શાંતિ પ્રિય સ્વભાવના હોય છે.

લાલ રંગ

લાલ રંગને આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે, એટલા માટે જે લોકોને લાલ રંગ પસંદ હોય છે તે લોકો હંમેશા ભીડમાં નજર આવતા હોય છે. લાલ રંગને પસંદ કરવાવાળા લોકો પોતાના જીવનમાં પુરા ઉત્સાહની સાથે જીવે છે. તે સિવાય આ લોકો અન્ય લોકોના સ્વભાવને ખૂબ જલ્દી સમજી લેતા હોય છે. લાલ રંગને પસંદ કરવાવાળા લોકો માટે પ્રેમ અને મિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, જેના વગર તેઓ રહી શકતા નથી.

કથ્થાઈ રંગ

જે લોકોને કથ્થાઈ રંગ પસંદ હોય છે, તે લોકો ડાઉન ટુ અર્થ હોય છે. આ લોકો સફળતાના શિખર પર પહોંચ્યા બાદ પણ કોઈની નિંદા કરતા નથી. તેમનો સ્વભાવ ખૂબ જ ફ્રેન્ડલી અને વિનમ્ર હોય છે.

જાંબુડી રંગ

જે લોકોને જાંબુડી રંગ પસંદ હોય છે, તેઓ દૂરદર્શી હોય છે. આ લોકો પોતાની આજને નિયંત્રિત કરવાનું સારી રીતે જાણતા હોય છે. તે સિવાય આ લોકો ભવિષ્યમાં કયા કામને લઈને ફાયદો મળશે અને કયા કામને લઈને નુકસાન થઈ શકે છે, પહેલાથી જ તેનો અંદાજો લગાવી લેતા હોય છે.

પીળો રંગ

જે લોકોની પસંદગી પીળો રંગ હોય છે, તેમનો સ્વભાવ ખૂબ જ હસમુખ હોય છે. આ લોકો પોતાના જીવનને સકારાત્મક રૂપથી જીવે છે.