જો ભોજનમાં ભુલથી મીઠું કે મરચું વધારે પડી જાય તો ગભરાવું નહીં કારણ કે આ ૫ ચીજો તેનો સ્વાદ ઓછો કરી આપશે

તીખા ભોજનમાં મસાલાનું પ્રમાણ બરાબર હોવું જરૂરી છે, નહીં તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ શકે છે. મીઠું-મરચુ સ્વાદ અનુસાર જ સારું લાગે છે. વધારે તીખું લાગે તો પણ ખાઈ શકાતું નથી. એવી જ રીતે જો મીઠું જરા વધારે પણ થઈ જાય તો ખોરાકનો સ્વાદ બગડી જય છે. ક્યારેક ક્યારેક ભુલથી મીઠું-મરચું વધારે થઈ જાય છે. તે સામાન્ય વાત છે, પરંતુ થોડી ટ્રીક્સ એવી પણ છે, જે આપણા ખોરાકમાંથી મરચું અને મીઠું ની માત્રા ઓછી કરી શકે છે. આજે અમે તમને પાંચ એવી વસ્તુઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જે ભોજન માંથી મસાલાની માત્રા અને મીઠાની માત્રા ઓછી કરી દે છે.

દુધ અને દહીં

મતલબ દુધ કે દહીં કોઈપણ ગ્રેવી વાળી સબ્જીમાં ત્યારે ઉમેરો જ્યારે ખાવામાં વધારે મરચું થઈ જાય. દુધ કે દહીં ઉમેરત સમયે એમાં ખાંડ ન હોય, એમાં ઘટ્ટ દહી કે ફ્રેશ ક્રીમ મેળવો. એનાથી તીખાશ પણ ઓછી લાગશે અને તમારી ગ્રેવીનો ટેસ્ટ પણ સારો રહેશે.

મીઠાશ

જ્યારે જે ખોરાકમાં વધારે પડતો મસાલાનો સ્વાદ અને ખોરાકનો સ્વાદ કડવો લાગે તો તમે થોડું મધ કે પછી ખાંડ મેળવી દો, પરંતુ થોડી માત્રામાં મેળવો. જેથી કોઈ સ્પાઇસી ડિશ મીઠાઈમાં ન બદલી જાય. જ્યારે ખાંડની જગ્યાએ મધ ખોરાકનો સ્વાદ વધારે સારો કરશે.

નટ પેસ્ટ

જોકે નટ પેસ્ટ એટલે કે મગફળી કે કાજુની પેસ્ટ ખોરાકમાં મેળવીએ છે તો એ ખોરાકનો સ્વાદ પણ બદલી દે છે અને મીઠુ મરચું પણ એકદમ ઓછું લાગે છે. જો સુકી સબ્જી છે તો મગફળીનો પાવડર કે બેસન મિક્સ કરીને નાખી દો. એનાથી સ્વાદ સારો થઈ જશે.

લીંબુનો રસ

તમને જણાવી દઈએ કે મીઠું વધારે થવા પર લીંબુ તમારે ડીશમાં થોડી ખટાશ લાવશે. લીંબુની ખટાશ એક્સ્ટ્રા મસાલાની જેમ કામ કરે છે અને ટેસ્ટ ને મેન્ટેન કરે છે. તેને વધારે ઉમેરવું નહીં, નહિતર તમારી ડીશ ખાટી થઇ જશે.

ઇંડા કે પનીરની જર્દી

જો તમે ઇંડા ખાઇ રહ્યા છો અને તમને તમારા ખોરાકમાં મસાલો ઓછો કરવો છે, તો આ રીત તમારા માટે છે. જણાવી દઈએ કે ઈંડુ ફોડીને સીધું ન નાખો, તમે બાફીને કે પછી યોક ની ગ્રેવીમાં નાખવાનું છે. સીધું ઇંડા પર નથી નાખવાનું, નહીં તો સ્વાદ બગડી જશે. જો તમે ઇંડા નથી ખાતા તો પનીર ભુરજી બનાવીને નાખી દો. તેનાથી સ્વાદ સારો થઈ જશે.