જો કોરોના રિપોર્ટ પોજિટિવ આવે છે તો જરૂરથી કરી લો આ ૧૦ કામ

Posted by

કોરોના વાયરસનાં આમલા સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. પોઝીટીવ રીપોર્ટ આવવા પર લોકોને ઘરમાં આઇસોલેટ રહેવા અથવા ક્વોરંટીન સેન્ટર જેવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. આ બીમારી સાથે ઘણા લોકો જંગ લડી રહ્યા છે. જો કોઈ પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે અને ક્વોરંટીન સેન્ટર જવાની જરૂરિયાત ઊભી થાય છે, તો તેમણે આ ૧૦ ખાસ વાતો ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ.

ઇન્સ્યોરન્સ

કોઇપણ પ્રાઇવેટ અને સારી સુવિધાનો લાભ ઉઠાવવા માટે સૌથી પહેલા પોતાની ઇન્સ્યોરન્સ પોલિસી જરૂરથી ચેક કરો. તમારી પાસે ઓછામાં ઓછા ૭ દિવસ સુધી રોકવા માટેનો પર્યાપ્ત બંદોબસ્ત (રકમ) હોવી જોઈએ. એક સારી હોસ્પિટલમાં તેનો ખર્ચ ૩.૫ લાખ સુધી થઈ શકે છે. જો તમે ફેમિલી ફ્લોટર પ્લાન અથવા ઓફિસ પ્લાન પર ભરોસો કરી રહ્યા છો, તો તમને જાણ હોવી જોઈએ કે આપાતકાલિન સ્થિતિમાં તમે પોતાના પરિવાર માટે કેટલી રકમ બચાવી રહ્યા છો, કારણકે કોરોના વાયરસની વેક્સિન આવવામાં હજુ મહિનાઓ લાગશે.

બેડની ઉપલબ્ધતા

સરકારની તુલનામાં પ્રાઇવેટ સુવિધાઓ ખૂબ જ ઓછી છે. તો પોતાના મગજને પહેલાથી જ બંને માટે તૈયાર રાખવું. જો તમારી પાસે બંને વિકલ્પ છે, તો કોવિડ વોર રૂમ અથવા સીએમઓ ઓફિસથી સુવિધાની માહિતી લેવાનો આગ્રહ રાખો અને પછી દાખલ થવું.

આઈડી અને કોવિડ રિપોર્ટ

હોસ્પિટલમાં દાખલ થતાં સમયે પોતાની સાથે જરૂરી દસ્તાવેજ જેમ કે ઓફિસ આઇડી કાર્ડ, આધારકાર્ડ અને કોવિડ-૧૯ નો રિપોર્ટ લાવવાનું ભૂલવું નહીં. તમારે ઘણી જગ્યાએ તેની જરૂરીયાત પડશે.

આ સામાન પેક કરો

પાણીને ગરમ રાખવાની બોટલ, ગિલોયનું જ્યુસ, ચ્યવનપ્રાશ, બિસ્કીટ, ઓછામાં ઓછા પાંચ જોડી કપડા, સાબુ, ટૂથપેસ્ટ અને સાફ-સફાઈની તમામ ચીજો બેગમાં રાખવાનું બોલવું નહીં. તમે ઈચ્છો તો સફરજન જેવા ફળ પણ રાખી શકો છો, જે લગભગ ૭ દિવસ સુધી ખરાબ થશે નહીં. એક ચાકુ, ટીશ્યુ પેપર, મીઠું, સુગર પેકેટ, ટી બેગ્સ, મગ, પેપર પ્લેટ અને ડિસ્પોઝેબલ સ્પૂન પણ સાથે રાખવાનું ભૂલવું નહીં. બની શકે તો એક સ્ટીમર પણ ખરીદી લો, શ્વાસ લેવામાં તકલીફનાં સમયે તે ખૂબ જ કામ આવી શકે છે.

તમારું મનપસંદ પુસ્તક

ક્વોરંટીન સેન્ટરમાં તમારી પાસે સુવા અને આરામ કરવા માટે પર્યાપ્ત સમય રહેશે. પરંતુ તેમ છતાં પણ તે એટલું સરળ રહેશે નહીં. સમય પસાર કરવા માટે તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, જે તમારા મનને હળવું અને તણાવ મુક્ત રાખવામાં મદદ કરશે.

ઓનલાઇન કન્ટેન્ટ

આ ખરાબ સમય જેટલો જલ્દી અને સરળતાથી નીકળી જાય તેટલું વધારે સારું રહેશે. એટલા માટે ક્વોરંટીન સેંટર જતા પહેલા પોતાની ફેવરિટ વેબ સીરીઝ અને ફિલ્મોનું એક લિસ્ટ જરૂર બનાવી લો. ઓટીટી પ્રોડક્ટસ, નેટફ્લિક્સ, હોટસ્ટાર અને પ્રાઈમ વિડીયો પર આવા અંતહીન કન્ટેન્ટ ઉપલબ્ધ છે, જે સમય પસાર કરવા માટે પર્યાપ્ત છે.

લેપટોપ

કોઈને જરૂરી મેલ મોકલવાથી લઈને ટીવી જોવા અને મિત્રોની સાથે સ્ક્રીન પર વોચ પાર્ટી જોઇન કરવામાં તે ખૂબ જ કામ આવશે. એક મોટી સ્ક્રીન પર તમે પોતાના મિત્રોની સાથે સારી રીતે ચેટ પણ કરી શકશો.

પરિવારનું ધ્યાન રાખો

પરિવારથી દૂર ક્વોરંટીન સેન્ટરમાં પણ તમે પરિવારના સદસ્યોનાં સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવતા રહો. ઓક્સિમીટર, બીપી મશીન અને થર્મોમીટર જેવી ચીજો ઘરે પરત ફરતા સમય જરૂર લઈ જવી અને ઘરના સભ્યોને તેની તપાસ માટેની રીત જણાવો. જો ઘરના કોઇ સભ્ય નાં લક્ષણ દેખાય રહ્યા હોય તો ડોક્ટર સાથે ફોન પર સલાહ લો અને કોઈપણ દવા અથવા વિટામિન આપતા પહેલા એક-બે દિવસ રાહ જુઓ. ઇમરજન્સી કેસમાં ટેસ્ટ કરાવવાની જરૂરિયાત પડી શકે છે.

ઘરને કરાવો ડીસઈનફેક્ટ

સરકારની ડિસઇન્ફેક્શન ફેસીલીટીની રાહ જોયા વગર કોઈ પ્રાઈવેટ એજન્સીનો સંપર્ક કરો, જે એક-બે દિવસની અંદર તમારા ઘરને ડીસઈનફેક્ટ કરી શકે. ત્યારબાદ પરિવારને આગલા ૧૪ દિવસ માટે ક્વોરંટીન માં રહેવાની જરૂરિયાત પડે છે.

નો એમ્બ્યુલન્સ

કોવિડ-૧૯ સેન્ટરના ઓફિસર પાસેથી દર્દીને પોતાની ગાડી થી સેન્ટર સુધી પહોંચાડવાની પરવાનગી માંગો. આવું કરવું સંભવ છે. હળવા અને મધ્યમ લક્ષણ દેખાવા પર તમે દર્દીને પોતાના પ્રાઈવેટ વાહનથી પણ ક્વોરંટીન સેન્ટર લઈ જઈ શકો છો.