જો મોઢા માંથી દુર્ગંધ આવતી હોય તો ના કરો તેને નજરઅંદાજ, આ ઘરેલું ઉપયોથી દૂર થઈ જશે સમસ્યા

તમારો ચહેરો અને દાંત સુંદર હોય, પરંતુ તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવતી હોય તો કોઈ તમારી પાસે બેસવું નહીં પસંદ કરે. માત્ર સામાજિક વ્યવહાર માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ મોઢાની દુર્ગંધ દૂર કરવી જરૂરી છે. મોઢામાંથી દુર્ગંધ આવી કોઈ મજાકની વાત નથી. જો આ સમસ્યા વધારે વધી જાય તો ડોક્ટરની સલાહ લેવી. મેડિકલ ભાષામાં મોઢામાંથી આવતી દુર્ગંધને હેલીટોસિસ કહે છે. આ બીમારી મોઢામાં રહેતા બેક્ટેરિયાને કારણે આવે છે. મોઢા માંથી સારી સુગંધ ના આવવી તે આ વાતનો સંકેત છે કે શરીરમાં કોઇ બીમારી બની રહી છે. તેવામાં તેને બિલકુલ નજર અંદાજ ના કરવી. જો સમસ્યા વધુ ના થઈ હોય તો ઘરેલૂ ઉપાયથી પણ તમે તેને ઠીક કરી શકો છો.

મોઢામાંથી દુર્ગંધ આવવાનાં લક્ષણ

  • દાંતનું કમજોર હોવુ
  • બહુ લાંબા સમય સુધી ખાંસી રહેવી
  • લાળ આવવી
  • તાવ ચડ-ઊતર થવો
  • વારંવાર મોઢામાં છાલાની સમસ્યા
  • નાકનું વહેવું
  • દાંતના પેઢામાં દુખાવો અને સોજો
  • બ્રશ કરતા લોહી આવવું

દુર્ગંધ આવવાના કારણ

માત્ર આ જ નહીં, પરંતુ ફાસ્ટ ફૂડનું વધુ સેવન, તમાકુનું સેવન, મોઢું સુકાઈ જવું, ઓરલ ઇન્ફેક્શન અથવા કોઈપણ પ્રકારના નશાથી મોઢામાં દુર્ગંધ આવે છે. મોઢામાં રહેલ સલાઈવાની ઉણપના લીધે દાંતમાં કોઈપણ સમસ્યા થઈ શકે છે. આજે તમને જણાવીશું ઘરેલુ ઉપાય જેની મદદથી તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

સારી રીતે બ્રશ કરવું

તમે વિચારશો કે આ બાળકોને શીખવાડવાની ચીજ છે, પરંતુ આપણા માંથી ઘણા લોકો ખોટી રીતે બ્રશ કરે છે. બ્રશની સારી રીતે કરવાનો મતલબ છે કે થોડાક વધુ સમય સુધી બ્રશને દાંતમાં ફેરવો તેમાં ઉતાવળ ન કરવી. પેઢાનું ધ્યાન રાખવું અને ત્યાર બાદ સારી રીતે બ્રશ કર્યા પછી માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરવો.

વધુ પાણી પીવો

ઓછું પાણી પીવાથી તમને અનેક સમસ્યાઓ થઈ શકે છે, જેમાં મોઢામાં આવતી દુર્ગંધની સમસ્યા પણ જોડાયેલી છે. જ્યારે તમે ઓછું પાણી પીવો છો, ત્યારે તમારા પેટની પાચન શક્તિ ઓછી અને કમજોર થઈ જાય છે. ખોરાક જ્યારે સારી રીતે નથી પચતો ત્યારે તેની દુર્ગંધ મોઢામાં આવે છે. તેથી લિમિટમાં સારો ખોરાક ખાઓ અને પાણી પણ વધુ પીવું.

ખોરાક લીધા પછી વરિયાળી

તમે ખોરાકમાં અનેક ચીજો ખાઓ છો, જેની શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે. તેમાં ડુંગળી, લસણ, માંસ કોઈપણ ભોજન હોઈ શકે છે, જેનાથી તમારો શ્વાસ પ્રભાવિત થાય છે. તેથી ખોરાક લીધા પછી વરિયાળી જરૂરથી ખાવી. તેનાથી તમારા મોઢામાંથી દુર્ગંધ પણ નહીં આવે અને તમારા મોઢામાંથી સુંગંધ આવશે.

લીમડાના દાતણનો ઉપયોગ કરવો

શું તમે જાણો છો કે પહેલાંના લોકો બ્રશની જગ્યાએ લીમડાના દાતણનો ઉપયોગ કરતા હતા. તેનાથી તેમના દાંત મજબૂત રહેતા હતા અને શ્વાસમાંથી દુર્ગંધ પણ નહોતી આવતી. તેથી તમે તેને દિવસમાં ૨ સમય ના કરી શકો તો કંઈ વાંધો નહીં પરંતુ કોઈ એક સમય લીમડાનું દાંતણ કરવું જરૂરી છે.

ફુદીનો દૂર કરે છે દુર્ગંધ

જો તમે હંમેશા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો ફુદીનાના પાન ચાવવા એક સારો વિકલ્પ છે. તેનાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે.