જો પતિનાં હાથમાં હોય આવી રેખા તો સમજી લો જીવનભર રાજ કરે છે પત્ની

Posted by

વ્યક્તિના હાથની રેખાઓ જોઈને તેના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. હસ્તરેખા શાસ્ત્ર માં અમુક રેખાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે વ્યક્તિના હાથમાં આ રેખા હોય છે, તેઓ સાચા જીવનસાથી બને છે. એટલા માટે જો તમે કોઈપણ વ્યક્તિ સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છો, તો તેના હાથમાં આ રેખા જરૂરથી જુઓ. આ રેખાઓ હોવા પર સમજી લો કે તમે એક યોગ્ય વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરેલ છે.

પુરુષના હાથમાં હોય તો આ રેખા તો રાજ કરે છે પત્ની

જો કોઈ પુરુષના ડાબા હાથમાં બે વિવાહ રેખા અને જમણા હાથમાં એક વિવાહ રેખા છે, તો સમજી લો કે આ વ્યક્તિ સાચો જીવનસાથી સાબિત થશે. એટલું જ નહીં જે લોકોના ડાબા હાથમાં બે વિવાહ રેખા હોય છે તેઓ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને હંમેશા પોતાની પત્નીને ખુશ રાખે છે. આવા લોકો પત્નીનો સાથ હંમેશા આપે છે અને તેમની કારકિર્દી બનાવવામાં મદદ કરે છે. એટલા માટે આ પ્રકારની રેખા જો તમારા પ્રેમીના હાથમાં હોય તો તેની સાથે વિવાહ જરૂરથી કરી લો.

ત્રિશુલનું નિશાન

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષની હથેળીમાં વિવાહ રેખાના અંતમાં ત્રિશુલ જેવું ચિન્હ હોય તો તે ખૂબ જ સારા પતિ બને છે. આવા પુરુષ પોતાની પત્ની દરેક ઈચ્છા પૂરી કરે છે. બંને વચ્ચે પરસ્પર સમજણ ખૂબ જ સારી હોય છે અને પતિનો સહયોગ દરેક કાર્યમાં મળે છે. જે મહિલાઓના પતિના હાથમાં આ નિશાન હોય છે, તેઓ પોતાના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે અને દરેક સપના પૂરા કરી લેતી હોય છે.

સીધી હોય મસ્તિષ્ક રેખા

જે પુરુષોની મસ્તિષ્ક રેખા જેટલી નિર્દોષ અથવા સીધી હોય છે, તેઓ તેટલા જ ચોખા દિલ ના હોય છે. આવા વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે ક્યારેય પણ ખોટું બોલતા નથી અને હંમેશા તેમનો સાથ આપે છે. તે સિવાય તેઓ ખૂબ જ પ્રગતિ પણ કરે છે અને પોતાની પત્નીને હંમેશા ખુશ રાખે છે.

ખૂબ જ ભાગ્યશાળી હોય છે આવી મહિલાઓના પતિ

જે મહિલાઓના હાથ પર ત્રિશૂલનું નિશાન હોય તે નસીબદાર હોય છે. આવી મહિલાઓ સાથે વિવાહ કરવા પર તમારી કિસ્મત ચમકી જાય છે. તમે જે કોઈ કાર્ય શરૂ કરો છો, તેમાં તમને સફળતા જરૂરથી મળે છે.

લાંબી હોય વિવાહ રેખા

જો કોઇ મહિલાના હાથમાં વિવાહ રેખા લાંબી હોય તો તે પોતાના પતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી મહિલા પતિનાં જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે અને પતિનો સાથ ક્યારેય પણ છોડતી નથી. તે સિવાય જો પત્નીના હાથમાં સૂર્ય પર્વત રેખા લાંબી છે, તો તે ધનવાન સાબિત થાય છે. આવી મહિલાઓના જીવનમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી.

કમળનું નિશાન

હથેળી પર કમળનું નિશાન હોવું શુભ માનવામાં આવે છે. આ નિશાનનો મતલબ છે કે ધનની દેવીની કૃપા તમારા ઉપર રહેલી છે અને આવી મહિલાઓ પુરુષ માટે ખૂબ જ નસીબદાર સાબિત થાય છે.