જો સિંગલ રહેવાથી કંટાળી ગયા છો તો બદલી નાંખો પોતાની આ ૫ આદતો, કદાચ તમને પણ પાર્ટનર મળી જાય

Posted by

પ્રેમ આ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે, જેને મેળવવાની દરેક વ્યક્તિ આશા રાખતો હોય છે. પરંતુ કોશિશ ખૂબ જ ઓછા લોકો કરે છે. કોઈ વ્યક્તિને પ્રેમ કરવો અને તે વ્યક્તિનો પ્રેમ મેળવવો તે નસીબની બાબત છે. પરંતુ કહેવામાં આવે છે કે ભગવાને દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ વ્યક્તિ જરૂર બનાવેલ હોય છે. એવામાં અમુક લોકોને તેમનો પ્રેમ ખૂબ જ જલ્દી મળી જાય છે તો અમુક લોકોને ખૂબ જ સમય લાગે છે.

ઘણા લોકો એવા પણ હોય છે જેમની આંખોની સામે તેમનો પ્રેમ હોય છે, પરંતુ પોતાની કારકિર્દીના આગળ વધારવા માટે તેઓ પ્રેમને નજરઅંદાજ કરી દેતા હોય છે. જો તમે પણ આવી રીતે જ સિંગલ છો અને રિલેશનશિપમાં રહેવા માંગો છો. તો જીવનમાં અમુક બદલાવ કરીને જુઓ, કદાચ તમારું પણ કામ થઈ જાય.

પહેલ કરવામાં સંકોચ કરવો નહીં

ઘણી વખત એવું થાય છે કે જ તમે કોઈ વ્યક્તિને પસંદ કરો છો, પરંતુ વિચારો છો કે સામેવાળી વ્યક્તિને તે કેવી રીતે જણાવવું? જો પ્રેમ તમે કરી રહ્યા છો તો પહેલ પણ તમારે જ કરવી પડશે. એવામાં જો તમે કોઈ વ્યક્તિને સાચા દિલ થી પ્રેમ કરો છો તો તેને કહેતા અચકાવું જોઈએ નહીં. શું ખબર તેને પણ તમારો અંદાજ પસંદ આવી જાય અને તે હા કહી દે.

પોતાની અંદર ખુશી શોધો

ઘણી વખત લોકો સિંગલ હોય છે અને પોતાના મિત્રોને રિલેશનશિપમાં જોઈને ઈર્ષા કરે છે. જો તમે પણ આ કારણને લીધે રિલેશનશિપમાં રહેવા માંગો છો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. ક્યારેય પણ અન્ય વ્યક્તિને જોઈને સંબંધમાં આવવું ન જોઈએ, જ્યાં સુધી તમે પોતે કોઈ વ્યક્તિને પસંદ ના કરતા હોય. જો સમય પસાર કરવો હોય તો તે ચીજોમાં ખુશી શોધો જે તમારી અંદર છે. તેનાથી તમે ખોટા રિલેશનશિપમાં આવવાથી બચી જશો અને સુખી રહેશો. જ્યારે તમે પોતાને પ્રેમ કરતા શીખશો, ત્યારે જ તમે અન્ય વ્યક્તિને પ્રેમ કરી શકશો.

હૃદયની વાતોને અવગણવી નહીં

જ્યારે તમે લાંબા સમય સુધી સિંગલ રહો છો તો પછી કોઈ વ્યક્તિને જોઇને તેને પોતાનું બનાવવાની ઇચ્છા જાગે છે. જો તમને જાણ નથી કે તમે તેને શા માટે પસંદ કરી રહ્યા છો તો એવામાં હૃદયની વાતોને અમુક દિવસ સુધી નજરઅંદાજ કરવી અને એવું કાર્ય કરવું જેનાથી તમને પોતાને ખુશી મળે. તમે પોતાના કોઈ શોખને પૂરા કરી શકો છો અથવા કંઈક નવું શીખી શકો છો.

વધારે અપેક્ષા રાખવી નહીં

અમુક લોકો સિંગલ રહે છે અને રિલેશનશિપમાં આવવા માંગે છે પરંતુ આવું બની શકતું નથી. તેનું સૌથી મોટું કારણ એ છે કે તે પોતાના થનાર પાર્ટનર પાસેથી ઘણા પ્રકારની અપેક્ષા રાખે છે. યાદ રાખવું કે કોઈપણ વ્યક્તિ પરફેક્ટ હોતો નથી. તેવામાં કોઈ પરફેક્ટ ની તલાશ, તમને એવા લોકોથી પણ દૂર કરી દેશે જે તમારા માટે સારા છે. એટલા માટે પોતાની અપેક્ષાઓને કાબૂમાં રાખવી અને પરફેકશનનાં સપના જોવાનું છોડી દેવા.

આદતોમાં બદલાવ લાવો

ઘણી વખત સિંગલ લોકો એ વાત પર ધ્યાન નથી આપી શકતા કે તેઓ સિંગલ શા માટે છે? બની શકે છે કે બધું યોગ્ય હોય પરંતુ તમારો સ્વભાવ અથવા હરકતો એવી હોય જેનાથી લોકો તમારી સાથે સંબંધ વધારતા અચકાતા હોય. તેવામાં પોતાના રૂટીન અને આદતોમાં થોડો બદલાવ લાવવાની કોશિશ જરૂર કરવી. થોડું હારવું-ફરવું જેનાથી તમારા વ્યવહારમાં પરિવર્તન આવશે અને તમે પોતે પણ સારું મહેસૂસ કરશો.