ચાણક્ય જ્ઞાન : જો તમારી પાસે પણ છે આ ૬ સવાલોનાં જવાબ, તો જિંદગીમાં કોઈ તમને સફળ થતાં રોકી નહીં શકે

આચાર્ય ચાણક્ય આપણા દેશમાં એવા વિદ્વાન રહ્યા છે, જેમની બતાવવામાં આવેલી વાતો આજે પણ તેટલી જ સુસંગત છે, જેટલી તેમના સમયમાં પણ હતી. તે ચાણક્યનો જ કમાલ હતો કે જેમણે એક સાધારણ વ્યક્તિ ચંદ્રગુપ્તને મગધ દેશનો રાજા બનાવી દીધો હતો. ચાણક્યે ચાણક્ય નીતિ નામનાં એક નીતિ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં એવી ઘણી વાતો બતાવવામાં આવી હતી, જેનું પાલન જો તમે કરશો તો નિશ્ચિત રૂપે તમને સફળતા મળશે.

આચાર્ય ચાણક્ય કહે છે કે ઘણા સ્ત્રી પુરુષ પોતાના જીવનમાં અમુક બાબતો નજરઅંદાજ કરે છે અને પછી તેઓ કોઈ મોટા સંકટમાં ફસાઈ જાય છે. તેવામાં જો તમે ચાણક્ય દ્વારા બતાવવામાં આવેલ આ ૬ વાતોનું વિશેષ ધ્યાન રાખશો, તો નિશ્ચિત રૂપથી જીવનમાં કોઈપણ પ્રકારનું સંકટ આવશે નહીં. આ ૬ વાતોનું પાલન કરવાથી વિવાદ અને હાનિ થી બચી શકાય છે. વળી ચાણક્ય જણાવે છે કે આ ૬ બાબતોનું ધ્યાન રાખવાથી પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે.

कः कालः कानि मित्राणी को देशः कौ व्यायगमौ । स्याडं का च मे शक्तिरिति चिन्तयं मुहुर्मुंहुः।।

ચાણક્ય આ શ્લોક દ્વારા જણાવ્યું છે કે આપણે પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે કઈ ૬ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ચાણક્ય નીતિ શાસ્ત્ર અનુસાર સમજદાર અને સ્થાયી વ્યક્તિ આ ૬ બાબતોને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય કરે છે. ચાલો જાણીએ ચાણક્યના આ શ્લોકનો અર્થ.

સમયનું જ્ઞાન

ચાણક્ય અનુસાર સમજદાર અને સફળ વ્યક્તિ તે જ કહેવાય છે, જેને જાણ હોય કે સમય કેવો છે? સમજદાર વ્યક્તિ હંમેશા સમય અનુરૂપ પોતાના કાર્યને અંજામ આપે છે. તેને એ વાતનું જ્ઞાન હોય છે કે સુખના દિવસ છે કે દુઃખના દિવસો? તેના અનુસાર જ તે વ્યક્તિ કાર્ય કરે છે.

મિત્ર અને શત્રુનું જ્ઞાન

કોઈપણ વ્યક્તિને તે વાતની સ્પષ્ટ જાણ હોવી જોઈએ કે કોણ તેના મિત્ર છે અને કોણ તેના શત્રુ છે. ઘણી વખત શત્રુઓ પણ મિત્ર બનીને તમારી નજીક રહે છે. તેવામાં તેમની ઓળખ કરવી ખૂબ જ આવશ્યક છે. ચાણક્ય અનુસાર જો તમે પોતાના જીવનમાં મિત્રોનાં વેશમાં છુપાયેલ શત્રુઓને ઓળખી શકતા નથી તો નિશ્ચિત રૂપથી તમને અસફળતા મળશે.

દેશની જાણકારી

ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે દરેક વ્યક્તિને પોતાના દેશ વિશે જાણકારી હોવી જોઈએ. સાથોસાથ જ્યાં આપણે રહીએ છીએ, કામ કરીએ છીએ, આ બધા સ્થાનો વિશે ઉંડાણપૂર્વક જાણકારી હોવી જોઈએ. જો તમે આ વાતોની જાણકારી વગર કોઇ કામ કરો છો તો ખૂબ જ ઓછી સંભાવના છે કે તમે સફળ થઈ શકશો.

આવક અને ખર્ચની માહિતી

ચાણક્ય કહે છે કે આવક થી વધારે ખર્ચ કરનાર વ્યક્તિ ક્યારેય પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. ચાણક્યના જણાવ્યા અનુસાર સમજદાર વ્યક્તિએ પોતાની આવક અને ખર્ચની માહિતી રાખવી જોઈએ. સાથોસાથ પોતાની આવકમાંથી અમુક પૈસા બચાવીને રાખવા જોઈએ, જેથી થોડી થોડી બચત થઈ શકે.

કોના આધીન છે?

ચાણક્ય જણાવે છે કે આપણે જે સ્થાન પર કામ કરીએ છીએ ત્યાંના માલિક અને પ્રબંધન વિશે બધા પ્રકારની માહિતી હોવી જોઈએ. તમારે તેવું જ કામ કરવું જોઈએ જેનાથી કંપનીને ફાયદો થઇ શકે. જો કંપની અથવા સંસ્થાનને લાભ થશે, તો સમજો કે તમને પણ નિશ્ચિત રૂપથી લાભ થશે.

કેટલું સામર્થ્ય છે?

ચાણક્ય કહે છે કે વ્યક્તિને પોતાની શક્તિનો અહેસાસ હોવો જોઈએ. એટલે કે વ્યક્તિને માલુમ હોવું જોઈએ કે તે શું કરી શકે છે? કોઈપણ વ્યક્તિએ ફક્ત એ જ કામ હાથમાં લેવું જોઈએ, જેને તે પૂર્ણ કરવાની શક્તિ ધરાવતો હોય.