જો તમને કોરોના વાયરસનાં મામુલી લક્ષણો દેખાઈ રહ્યા હોય તો આવી રીતે કરો દેખભાળ, કેન્દ્રએ ગાઇડ લાઇન રજુ કરી

Posted by

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ થી સંક્રમિત એવા દર્દીઓનો ઈલાજ અને દેખભાળ ઘરે જ કરવા માટેની જૂની ગાઇડ લાઇનને અપડેટ કરી છે, જેમાં બીમારીના મામૂલી લક્ષણ દેખાય રહ્યા હોય. કોરોના પર પ્રેસ બ્રિફિંગ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે ખૂબ જ મામૂલી લક્ષણોવાળા દર્દીઓને ઘરમાં જ આઈસોલેશનમાં રાખવા યોગ્ય રહેશે. તેમણે કહ્યું હતું કે આવા દર્દીઓને ઘરમાં દેખભાળ કરવાવાળા માટે અમુક વિશેષ સાવધાની રાખવાની રહેશે. તેમણે માસ્કથી લઈને હાથની સફાઇ, ગ્લવ્ઝ વગેરે વિસ્તૃત દિશાનિર્દેશ આપ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, “ખૂબ જ મામૂલી લક્ષણવાળા દર્દીઓને હોસ્પિટલને બદલે ઘરમાં જ અલગ રાખીને વધારે સુરક્ષિત રહે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં દર્દી અને તેની નિયમિત દેખભાળ માટે નિર્દિષ્ટ વ્યક્તિ માટે વિશેષ સુરક્ષા ઉપાય સૂચવવામાં આવેલ છે.” તેમણે કહ્યું હતું કે દિશાનિર્દેશ પાછલા દિવસોમાં શંકાસ્પદ દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવે તેના વિશે રજુ કરવામાં આવેલ દિશાનિર્દેશોને વિસ્તાર આપીને રજૂ કરવામાં આવ્યા છે. જો તમારે હોમ ક્વોરંટાઈનમાં કોઈ દર્દીની દેખભાળ કરવાની છે તો નીચે દર્શાવવામાં આવેલ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

માસ્ક

દર્દીના રૂમમાં જતા પહેલા ૩ લેયર વાળુ મેડિકલ માસ્ક પહેરો. પહેરતી વખતે માસ્કનો આગળનો ભાગ કાઢવો નહીં. જો માસ્ક ભીનું અથવા ગંદુ હોય તો તેને તુરંત બદલી લો. ઉપયોગ કરી લીધા બાદ તેને અલગ કરી દો અને તેને ફેંકી દીધા બાદ યોગ્ય રીતે હાથ ધોઈ લો અને સેનીટાઈઝરનો ઉપયોગ કરો.

કાળજી

દર્દીની દેખભાળ કરવા વાળા વ્યક્તિએ પોતાનો ચહેરો નાક અથવા મોઢાને સ્પર્શ કરવો નહીં.

હાથની સફાઇ

દર્દીને સ્પર્શ કર્યા બાદ અથવા સ્પર્શ કર્યા વગર તેની આસપાસ ગયા બાદ, ભોજન બનાવતા પહેલા અને બાદમાં, જમતા પહેલા, ટોયલેટ યુઝ કર્યા બાદ તથા હાથ જ્યારે પણ ગંદા દેખાય ત્યારે. સાબુ અને પાણીથી ૪૦ સેકન્ડ સુધી હાથને ઘસો. સાબુ અને પાણીથી હાથ ધોઈ લીધા બાદ ડિસ્પોઝેબલ પેપરથી હાથ લૂછીને સુકવી લો. જો પેપર નથી તો કાપડનું ચોખ્ખું નેપકીન ઉપયોગ કરો અને જ્યારે તે ભીનું થઇ જાય તો તેને બદલી લો. ખાસ ધ્યાન રાખવું કે તમે જે નેપકીનનો ઉપયોગ કરો છો તેનો ઉપયોગ ઘરનો અન્ય કોઈ વ્યક્તિ ન કરે.

દર્દીની દેખભાળ

  • દર્દીના શરીરમાંથી નીકળતા કોઈપણ પ્રકારના દ્રવ્ય અને સીધો સ્પર્શ કરવો નહીં, ખાસ કરીને થુંક, લાળ, છીંક, ખાંસી વગેરેના સીધા સંપર્કમાં આવવું નહીં. દર્દીની દેખભાળ કરતા સમયે ડિસ્પોઝેબલ હેન્ડ ગ્લવ્ઝ પહેરવા બ્લાઉઝ કરતા પહેલા અને ખોલી દીધા બાદ હાથ સાફ કરવા.
  • દર્દીએ ઉપયોગમાં લીધેલ કોઈપણ વસ્તુનો ઉપયોગ તમારે કરવો નહીં.
  • દર્દીને જમવાનું તેના રૂમમાં જ આપી દેવું. તેના વાસણોને સાબુ અથવા ડિટર્જન્ટ થી ધોઇ લેવા અને ગ્લવ્ઝ પહેરીને જ વાસણ ધોવા. સાફ કરેલાં વાસણોમાં દર્દીને બીજી વખત ભોજન આપી શકો છો.
  • દર્દીનો રૂમ કપડા અથવા ઉપયોગમાં લીધેલ કોઈ પણ વસ્તુને સાફ કરતા સમયે ટ્રિપલ લેયર મેડિકલ મસ્ત અને ડિસ્પોઝેબલ ગ્લવ્ઝ જરૂર પહેરો.
  • સુનિશ્ચિત કરો કે દર્દી દિશાનિર્દેશોનું પાલન યોગ્ય રીતે કરી રહ્યો છે.
  • દરરોજ દર્દીના શરીરનું તાપમાન આપો અને જો લક્ષણ વધી રહ્યા દેખાય તો તુરંત જ હેલ્થ ઓથોરિટીને સૂચના આપો.