જો તમને પોતાના માં કોરોનાનાં લક્ષણો જણાય તો સૌથી પહેલા કરવા જોઈએ આ ૮ કામ

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને દરરોજ તેનાં લક્ષણ પણ બદલી રહ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૯,૨૬૭ પર પહોંચી ચૂકી છે, જ્યારે ૫૬૬ થી વધારે દર્દીઓ ના મૃત્યુ થઈ ચૂક્યા છે. તેમાં જો તમારી અંદર પણ તમને કોરોનાનાં લક્ષણ નજર આવે તો સૌથી પહેલાં આ ૮ કામ જરૂરથી કરવા.

સૌથી પહેલાં તમારે શું કરવું જ્યારે લક્ષણ દેખાય

 • પોતાના ઘરમાં ક્વોરંટાઈન થઈ જાઓ અને પરિવારના અન્ય સભ્યોથી અંતર જાળવી રાખો. કોઈપણ જાતની સુરક્ષા વગર તેમના સંપર્કમાં ન આવો.
 • આખો દિવસ માસ્ક પહેરી રાખો અને દિવસ ખતમ થવા પર તેને ફેંકી દો.

તમારે ટેસ્ટ કરાવવાની જરૂરિયાત ક્યારે છે

 • તે નિર્ભર કરે છે કે તમે ક્યાં રહો છો અને શું કામ કરો છો અને લક્ષણ જેમાં તાવ, સૂકી ખાંસી અને શ્વાસ લેવામાં પરેશાની છે અથવા નહીં.
 • જો તાવની સાથે શ્વાસ લેવામાં પરેશાની છે, તો તુરંત જ ટેસ્ટ કરાવી લેવો જોઇએ.
 • જો તમે રેડ ઝોનમાં રહો છો તો પણ તમારે ટેસ્ટ કરાવવો જોઈએ.

ટેસ્ટ ની કિંમત

 • સરકારી લેબ : મફત
 • પ્રાઇવેટ લેબ : ૪૫૦૦ રૂપિયા

તમારે ટેસ્ટ કરવા માટે શું જોઈએ

 • ડોક્ટરનુ લખેલુ પ્રિસ્ક્રિપ્શન હોવું જોઈએ જેમાં ટેસ્ટ કરાવવાનો છે.
 • સરકારી ઓળખપત્ર જેમાં આધાર કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાસપોર્ટ સામેલ છે.
 • ફોર્મ-૪૪ અથવા કોવિડ-૧૯ નું ફોર્મ, જે દર્દી અથવા ડોક્ટર દ્વારા ભરવામાં આવેલ હોય, આ ફોર્મ પ્રાઇવેટ લેબોરેટરીની વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે.
 • પ્રાઇવેટ લેબમાં પેમેન્ટ ઓનલાઇન કરવાનું હોય છે

સેમ્પલનું કલેક્શન

 • મોટાભાગે પ્રાઇવેટ લેબ ઘરે આવીને સેમ્પલ એકઠું કરે છે અને કોઈ જગ્યાએ ડ્રાઇવ થ્રૂ ની સુવિધા પણ આપે છે.
 • સરકારી હોસ્પીટલમાં મફતમાં ટેસ્ટ કરવા માટે તમારી નજીકના હોસ્પિટલમાં જાઓ, જેને તેના માટે નક્કી કરવામાં આવેલ હોય.
 • સેમ્પલ એકઠું કરવા વાળા સાથે વાત કરતા સમયે માસ્ક જરુર લગાવી રાખો અને સિમ્પલ આપી દીધા બાદ તુરંત જ હાથ ધોઈ લો.

ટેસ્ટ રીઝલ્ટ કેવી રીતે મળશે

 • ટેસ્ટ રિપોર્ટ આવવામાં ૨૪ થી ૪૮ કલાક લાગે છે.
 • દર્દીને ફોન અથવા ઈ-મેલ દ્વારા ટેસ્ટના રીઝલ્ટ વિશે જણાવવામાં આવે છે. દર્દીની સાથે રાજ્ય સરકાર અને ICMR ને પણ સૂચિત કરવામાં આવે છે.

રિપોર્ટ નેગેટિવ આવે તો શું કરવું જોઈએ?

 • પોતાના ડોક્ટરને સાથે રિપોર્ટ શેયર કરો.

જો રિપોર્ટ પોઝિટિવ આવે તો શું કરવું જોઈએ?

 • તમારે તુરંત પોતાને આઇસોલેટ કરી લેવા જોઈએ અને પરિવારના કોઈપણ સદસ્ય સાથે સીધા સંપર્કમાં ન આવવું જોઈએ.
 • સરકાર જાતે આગળની ડિટેલ સાથે તમારો સંપર્ક કરશે કે તમને કઈ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત છે અથવા તમને પોતાના ઘરમાં આઇસોલેટ રાખવામાં આવી શકે છે.

શું તમારે બીજી વખત ટેસ્ટ કરાવવાની જરૂરિયાત છે?

 • જો દર્દીને ખૂબ જ હળવો અથવા થોડો વધારે તાવ છે, તો તેને ૧૪ દિવસ બાદ બેસ્ટ કરાવવાની જરૂર નથી. જો તેને ક્વોરંટાઈનમાં ગયા બાદ ૩ દિવસ બાદ તાવ નથી અને તેના લોહીમાં ૯૫ ટકાથી વધારે ઓકસીજન લેવલ છે, તો તેને બીજી વખત ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નથી.
 • જો કોઈની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં દાખલ થાય છે તો તેને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટ કરવામાં આવશે. જ્યાં સુધી તેની બધી મેડિકલ કન્ડિશન નોર્મલ નથી થતી ત્યાં સુધી ડિસ્ચાર્જ કરવામાં આવશે નહીં.